વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ
વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના સાથે નવરાત્રી ઉજવાતા :શ્રીમતી ચાંદની જોશી વ્યાસ રાજકોટ
ચાંદની બેન એ પોતાની માતા સ્વ. નયના બેન ની સ્મૃતિ માં આ સેન્ટર શરૂ કરેલ છે અને સ્મૃતિ સાથે સેવા કરે છે અને વિશિષ્ટ પ્રકારે માતૃ વંદના કરે છે.
સેવા હેતુ થી શરૂ કર્યું ચણીયા ચોલી ડ્રેસ સેન્ટર ::
સને ૨૦૧૦ માં તેઓ ના અવસાન બાદ તેઓ ના માતા સ્વ.શ્રીમતી નયના બેન ડી.જોશી ની સ્મૃતિ માં જરૂરિયાત મંદ ને આર્થિક રીતે પરવડે તેવા તદ્દન વ્યાજબી દરે પારંપરિક ગરબા ડ્રેસ ભાડે આપવા માટે સેન્ટર શરૂ કરેલ છે.
પ્રેરણા કેવી રીતે મળી ?
આ અંગે પ્રેરણા કેવી રીતે મળી જે અંગે ચાંદની બેન કહે છે કે "હું ઘણા સ્થળો પર વિવિધ કાર્યક્રમ માં નવરાત્રી દરમિયાન જજ તરીકે સેવા આપવા જાઉં "
"નવરાત્રી ગરબા મા ઘણા સ્થળે મધ્યમ વર્ગ ની દીકરીઓ સારું ગરબા પરફોર્મન્સ આપે પરંતુ તેઓ ના નબળા ડ્રેસ કે યોગ્ય ડ્રેસ ના અભાવ ને લીધે ઘણીવાર જે માર્કિંગ ગ્રેડ ઓછા મળે."
"ગરબા પરફોર્મન્સ ના માર્ક કરતા વેલ ડ્રેસ નું માર્કિંગ વધુ હોય"
" મને ગરબા જજ તરીકે થોડો મન માં રંજ રહે"
"જેથી મે નવરાત્રી એ માતૃ વંદના નો તહેવાર જે નિમિત્તે મારા માતા નયના બેન ની સ્મૃતિ માં ચણીયા ચોલી ડ્રેસ સેન્ટર શરૂ કર્યું."
ટુંક પરિચય::
શ્રીમતી ચાંદની બેન જોશી વ્યાસ,રાજકોટ સને ૧૯૮૫ ના ૧૮ મી એપ્રીલ ના જન્મેલા,ગુજરાતી આર્ટિસ્ટ તથા કોરિયોગ્રફર તરીકે ની કારકિર્દી સાથે નું બેક ગ્રાઉન્ડ ધરાવે છે.તેઓ એ આર્ટસ માં ગ્રેજ્યુએશન કરી બી.એ. થયા છે. તેઓ એ રામાનંદ સાગર ઇન્સ્ટીટ્યુટ ઓફ બરોડા ખાતે એકટિંગ, ડાન્સીંગ, નો કોર્ષ કર્યો છે. તેમજ I.T.I.અને ડોએક સોસાયટી માં કોમ્પ્યુટર કોર્ષ સાથે તેઓ કમ્પ્યુટર નું કૌશલ ધરાવે છે.
વિશેષ તેઓ એ સૌન્દર્ય પ્રસાધન નો બ્યુટી પાર્લર નો પણ કોર્ષ કરેલ છે
તેમજ મહિલા સદસ્યો તથા બાળ અને તરુણ યુવાઓ ને ડાંસ,એક્ટિંગ, કરાઓકે સિંગિંગ,કલરિંગ, ક્રિએટિવ આર્ટ,ઝુંબા,ગુડ હેન્ડ રાઇ ટિંગ, વિશેષ કૌશલ સાથે તાલીમ પણ આપે છે.
આ ફિલ્ડ માં કામ કરતા આપણા એજી બી એસ સદસ્ય એટલે શ્રીમતી ચાંદની બેન જોશી વ્યાસ.તેઓ રાજકોટ એજી બી એસ મહિલા મંડળ ના સક્રિય સદસ્ય છે.
તેઓ ગુજરાતી આર્ટીસ્ટ અને ડાન્સ કોર્યોગ્રાફર છે. તેઓ રાજકોટ ખાતે વિવિધ સંસ્થાઓમાં ડાન્સ કોર્યોગ્રાફર અને આવા વિવિધ કાર્યક્રમ માં જજ તરીકે સેવા આપે છે.
તેઓ ને ગ્રેટ ગોલ્ડન સંસ્થા ની ગુજરાતી બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ મળ્યો છે.
વિવિધ ગુજરાતી ફિલ્મ,હિન્દી તથા ગુજરાતી સિરિયલ માં પણ તેઓ કામ કરી ચૂક્યા છે.
તેઓ એ જાણીતી હિન્દી ધારાવાહિક સીરીયલ પૃથ્વીરાજ ચૌહાણ,સાંઈબાબા વી. કામ પણ કરેલ છે
કૌટુંબિક, લગ્ન,સંતાનો ::
તેઓ ના લગ્ન મૂળ જાંબુ, પોરબંદર ના સ્વ. નટવરલાલ મણીશંકર વ્યાસ ના પુત્ર શ્રી રોનક ભાઇ વ્યાસ સાથે થયા છે.સંતાન માં એક પુત્ર અને રાજકોટ સ્થાયી છે.
તેઓ ના પતિ શ્રી રોનક ભાઈ વ્યાસ ટુ વ્હીલર - હીરો પરફેક્ટ ઓટો રાજકોટ ખાતે જી.એમ. તરીકે ફરજ નિભાવે છે.
પારંપરિક ચણીયા ચોળી ડ્રેસ સેન્ટર એડ્રેસ :-
નયનાંજલિ ચણીયા ચોલી સેન્ટર,
"ગાયત્રી",૫ નંદી પાર્ક, યુનિવર્સિટી રોડ, રાજકોટ,
શ્રીમતી ચાંદની. આર. વ્યાસ,
સંપર્ક::
મોબાઈલ નંબર :-
8511110349
8160610005.
અસ્તુ.
@નરેન્દ્ર ભાઇ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯
Comments
Post a Comment