"આઈ એન એસ વિરાટ" - "જલમેવ યસ્ય, બલમેવ તસ્ય." નું લોગો ધરાવતું ભારતીય નૌ સેના નું જહાજ

"આઈ એન એસ વિરાટ."
જલમેવ યસ્ય, બલમેવ તસ્ય’ ના લોગો ધરાવતું
ઈન્ડિયન નેવલ શીપ (આઈ.એન.એસ.) વિરાટ.

જલ મેવ યસ્ય બલ મેવ ટેસ્ટ એટલે "જેનું સાગર પર જેનું આધિપત્ય છે તે વધુ શક્તિશાળી છે"
 આ સૂત્ર ધરાવતા અને ભારતીય નૌકાદળમાં ત્રણ દાયકા સુધી સેવા આપી દેશની સુરક્ષા કરનાર સૌથી જૂના એરક્રાફ્ટ કેરિયર ‘ઈન્ડિયન નેવલ શીપ (આઈ.એન.એસ.) વિરાટ’

અલંગ એન્કરેજ પર રહેલા આ જહાજને ટગ દ્વારા ટોઈંગ કરીને અલંગ એન્કરેજથી ૬થી૭ નોટીકલ માઈલ દૂર અલંગ શીપ રીસાઈક્લીંગ યાર્ડના પ્લોટ નં.૯ સુધી ૩૧ ફૂટની હાઈ ટાઈડ દરમિયાન ખેંચી લાવવા માં આવ્યું. 

     વિશ્વના આ સૌથી જૂના યુદ્ધ જહાજને તા.૨૮.૯.૨૦ ના રોજ  નેવીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા શાહી અંતિમ વિદાયમાન અપાઈ.

ઈ.સ. ૧૯૫૯માં બ્રિટિશ નેવીમાં કમિશન્ડ થયું ત્યારે તેનું નામ એચ.એમ.એસ. હર્મસ હતું.

 બ્રિટિશ નેવીમાં ૨૬ વર્ષ બજાવ્યા બાદ ઈ.સ. ૧૯૮૬માં ભારત સરકારે તેનું ખરીદ્યું હતું.

 તેનું નામ બદલીને આઈ.એન.એસ. વિરાટ કરાયું હતું. ૭૫૩ ફૂટ લંબાઈ, ૧૬૦ ફૂટ પહોળાઈ અને ૨૭,૮૦૦ ટન વજન ધરાવતા આઈ.એન.એસ. વિરાટને તા. ૧૨ મે, ૧૯૮૭ના રોજ ભારતીય નૌકાદળમાં કમિશન્ડ કરવામાં આવ્યું હતું. 

૩૦ વર્ષની સેવા દરમિયાન આઈ.એન.એસ. વિરાટે ઓપરેશન પરાક્રમ, ઓપરેશન વિજયમાં અહમ ભૂમિકા અદા કરી હતી. તા. ૬ માર્ચ, ૨૦૧૭ના રોજ તેને ડી-કમિશન્ડ કરવામાં આવ્યું હતું.
આ જહાજ સૌથી વધુ સેવા આપેલ જહાજ તરીકે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

તેણે ૧૧ લાખ કી.મી  લાંબી સફર દરિયા માં તેની જીવન યાત્રા દરમિયાન ખેડી છે. જે દુનિયા ના ગોળાર્ધ ને ૨૭ વખત પરિક્રમા કરે તેટલા કી.મી. થાય છે.

આ જહાજ દ્વારા ૧૯૮૨ માં બ્રિટન ની રોયલ નેવી પાસે હતું ત્યારે ફોક લેન્ડ યુદ્ધ માં ભાગ લીધો હતો.

"ઓપરેશન જ્યુપી ટ ર" ૧૯૮૯ શ્રીલંકામાં પીસ કીપિંગ ફોર્સ ની કામગીરી અને "ઓપરેશન પરાક્રમ" ૨૦૦૧ પર્લા મેન્ટ પર હુમલા વખતે કામગીરી કરવા માં આવેલ.

તેને સંગ્રહાલય બનાવવા માટે  પ્રયત્ન સરકાર દ્વારા કરવ  માં આવ્યા અને જેમાં ૪૦૦ થી ૫૦૦ કરોડ જેવો ખર્ચ થાય તેમ હતો. પરંતુ નિષ્ણાતો ના મત મુજબ ત બે દાયકા થી વધુ ચાલી શકે તેમ ન હતું.
 
વિમાનવાહક પોત કોઈ જેવી તેવી હોડી નથી, એક આખી સેના છે, શહેર છે, 
    સલામ " આઈ એન એસ વિરાટ" 
   



Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐