આજે ઇમરજન્સી જાહેર થયા ના ૫૦ વર્ષ આપણા જામનગર એજી બી એસ ના સિનિયર સદસ્ય શ્રી દિનેશ ભાઈ વ્યાસ યાદ કર્યા સંભારણા અને સ્મૃતિઓ
💐 આજે ઇમરજન્સી ડિક્લેર થયા ના ૫૦ વર્ષ થયા સને ૧૯૭૫ ની દેશ માં તા.૨૫.૬.૭૫ ના રોજ ઇમરજન્સી જાહેર થઈ ના કાળા, કઠિન દિવસો ના સંભારણા.. અને બાદ માં ઇમરજન્સી પૂર્ણ થયે મિસાવાસીઓ નું ભાજપ દ્વારા અભિવાદન ના સંભારણા..આદરણીય શ્રી દિનેશ ભાઈ જી.વ્યાસ, જામનગર દ્વારા શેર થઈ સ્મૃતિઓ👏💐*________'" *
સ્મૃતિઓ તાજી કરી લાગણી શેર કરી::
સને ૧૯૭૫ ની દેશ માં તા.૨૫.૬.૭૫ ના રોજ ઇમરજન્સી જાહેર થઈ ત્યારે લોકશાહી બચાવવા માટે જામનગર ખાતે તેઓ ની આગેવાની હેઠળ અન્ય સાથીઓ યુવક સાથે દેખાવો કર્યા જામનગર ખાતે આંદોલન કર્યું હતું જેમાં સૂત્રોચાર કરવા બદલ સાત દિવસ જેલ માં રહ્યા હતા
બાદ માં તેઓ એ તા.૧૩.૩.૭૬ થી ૩૧.૧.૭૭ સુધી મિસા હેઠળ જેલ વાસ થયો
તેઓ એ આંતરિક સુરક્ષા ધારા હેઠળ જેમાં સાબરમતી જેલ અમદાવાદ ખાતે જેલ વાસ પણ ભોગવ્યો હતો.
તેઓ નું અને અન્યનું લોકશાહી ની રક્ષા માટે મિસા જેલ વાસીઓ લડત આપનાર નું બાદ માનનીય શ્રી લાલ કૃષ્ણ અડવાણી જી ના હસ્તે સન્માન થાય હતું.
આદરણીય શ્રી દિનેશ ભાઈ જી વ્યાસ , જામનગર.( ટુંક પરિચય) ::
અત્રે જણાવવાનું કે ૧૯૪૯ માં જામ ખંભાળિયા ના કેસોદ ગામે જન્મેલા અગ્રણી શ્રી દિનેશ ભાઈ વ્યાસ કે જેઓ વ્યવસાયે વકીલ અને હિન્દુત્વ વિચારધારા ધરાવતું વ્યક્તિત્વ. અને વિવિધ સંસ્થા ઓ અને સામાજિક પ્રવૃત્તિઓ માં જોડાયેલ છે.
તેઓ નો જન્મ વ્યાસ પરિવાર માં ગિરજા શંકર મયારામ ભાઇ વ્યાસ તથા માતા મંગળા બેન ને ત્યાં સને ૧૯૪૯ ની ૧ લી ફેબ્રુઆરી ના રોજ થયો. મૂળ પૈતૃક વતન ભાડ થર.
એજી બી એસ ના સૌ પ્રથમ વ્યવસાયે વકીલ જેતપુર ના સ્વ. કે. જી. વ્યાસ બાદ તેઓ પ્રેક્ટિસ કરતા બીજા વકીલ કે જેઓએ સને ૧૯૭૫ માં સનદ મેળવી.
તેઓ એ કોમર્સ માં જામનગર ખાતે થી કોલેજ નું શિક્ષણ લઈ બી.કોમ.કરી સ્નાતક થયા અને ત્યાર બાદ કાયદા શાસ્ત્ર નો અભ્યાસ કરી એલ એલ બી ની ડિગ્રી પ્રાપ્ત કરી.
તેઓ એ અભ્યાસ પુર્ણ કર્યા બાદ તેઓ ૧૯૭૫ માં વકીલાત નો વ્યવસાય જામનગર ખાતે શરૂ કર્યો. અને જામનગર ને કર્મ ભૂમિ બનાવી.
જામનગર એજી બી એસ ની વિધિવત સ્થાપના અને પ્રથમ પ્રમુખ::
તેઓ એ જામનગર ખાતે સને ૧૯૮૩ માં તા.૨૪.૧૨.૮૩ ના રોજ સ્થાપના કરી અને તેઓ પ્રથમ પ્રમુખ તરીકે સેવા આપી.
તેઓ જામનગર એજી બી એસ ની રચના માટે સર્વ પ્રથમ બંધારણીય બેઠક તા. ૨૪.૧૨.૮૩ ના રોજ મળી જેમાં બંધારણ ને બહાલી આપી એ જી બી એસ યુવક મંડળ ની રચના કરી જેમાં તેઓ ને મંડળ ના પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી.
અસ્તુ.
Comments
Post a Comment