રાણાવાવ એજીબીએસ પ્રમુખ શ્રી રેવાશંકર ભાઈ આર જોશી (ભેડા) ને જન્મદિન નિમિત્તે શુભેચ્છા

प्रार्थयामहे भव शतायु: ईश्वर सदा त्वाम् च रक्षतु,**पुण्य कर्मणा कीर्तिमार्जय जीवनम् तव भवतु सार्थकम्
(   આલેખન: જગદીશ ભાઈ મેહતા, રાણાવાવ )      

🌹🌹જન્મદિવસ ની શુભકામના 🌹🌹    --------------------------.             આજે આપણા રાણાવાવ જ્ઞાતિ ના "લાડીલા પ્રમુખ " શ્રી રેવાશંકરભાઈ રામજીભાઈ જોશી (ભેડા ) નો શુભ જન્મદિવસ છે,  આ જન્મદિવસ ના શુભ દિવસે શ્રી રેવાશંકરભાઈ તરફથી શ્રી રાણાવાવ જ્ઞાતિ (એજીબીએસ ) ને રૂ, 251/= ખૂશીભેટ આપે છે.   

                     .    રાણાવાવ જ્ઞાતિ શ્રી રેવાશંકરભાઈ ના જન્મદિવસ ઉપર ખુબ હર્ષ ની લાગણી અનુભવે છે અને ખુબખુબ શુભકામનાઓ આપે છે,    🌹🌹🌹 શ્રી રેવાશંકરભાઈ જ્ઞાતિ સેવાના કામમાં હંમેશા સતત ખડે પગે ઉભા રહે છે તેમનો નિર્મળ સ્વભાવ દરેક ને ગમે તેવો અને હૃદય સ્પર્શી હોવાથી તેઓ દરેક ના હૃદય માં આદર સ્થાન ધરાવે છે, શ્રી રેવાશંકરભાઈ એ પોરબંદર શ્રી જેઠીબેન અમૃતલાલ જોશી વિદ્યાર્થી ભવન ના પ્રમુખશ્રી તરીકે પણ સેવા બજાવી ચૂકેલા છે અને ત્યારે તેમના સમયગાળા દરમિયાન પોરબંદર બોર્ડિંગ ના વિકાસ ના કાર્ય ખુબ થયેલા. 
આવા સેવાભાવી અને સક્રિય શ્રી રેવાશંકરભાઈ ને ઈશ્વર લાંબુ નિરોગી  આયુષ્ય આપે અને સતત જ્ઞાતિ ના કર્યો કરતા રહે તેવી કામના સાથે શ્રી રેવાશંકરભાઈ ને જન્મદિવસ ની ખુબખુબ શુભકામના.. "HAPPY BIRTHDAY "🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐