ઉપલેટા શહેર ની ભાગોળે ૪ કીમી ના અંતરે આવેલ હડફો ડી ગામ ના પ્રાચીન નીલકંઠ મહાદેવ દર્શન

ઉપલેટા, શહેર ની ભાગોળે ( on periphery of Upleta town) આવેલ હડફોડી ગામ ના ૧૦૦ વર્ષ થી વધુ જૂના નીલકંઠ મહાદેવ.

ઉપલેટા, શિવ મંદિર "નિત્ય શિવ પૂજા દર્શન" અંતર્ગત ઉપલેટા ખાતે શહેર ની ભાગોડે આવેલ હાડફોડી ગામે આવેલ  પ્રસિદ્ધ અને પ્રાચીન તેવા નીલકંઠ મહાદેવ ના આજના તા.૧૩.૧૦.૨૦ ના દર્શન છે

     ઉપલેટા થી હાડફોડી જવાના રસ્તા માં ગોંડલ સ્ટેટના મહારાજા વંદનીય ભગવતસિંહજી બાપુ ના વખતમાં 100 એક વર્ષ જૂના  નાલા ઉપર પુલ બાંધવામાં આવેલ છે જે એક આશ્ચર્ય અને અજાયબી જેવું છે.
     તેના ઉપરથી પસાર થઈ નીલકંઠ મહાદેવ ના મંદિરે જઈ શકાય

 
  હાડફોડી ગામ એ રાજકોટ જિલ્લા ના ઉપલેટા તાલુકા નું ગામ છે. જેની વસ્તી આશરે ૫૫૦૦ હજાર જેટલી હશે ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ ૧૬૯૭ હતી
ઉપલેટા થી ૪ કિ. મી. જેટલા અંતરે આવેલ છે. અને રાજકોટ થી ૯૭ કી. મી.દૂર છે
  તેની આજુબાજુ ના ગામો , વર જાંગ જાળીયા,મેખા ટીંબડી,મુખડા, ડુમી યાની, ચીખલી, ગઢા,ઇસરા વિ.આવેલા છે.
  ઉપલેટા ના વિવિધ શિવ મંદિર ના પૂજન દર્શન સૌજન્ય આપણ ને શ્રીમતી અનસૂયા બેન વ્યાસ સિનિયર સદસ્ય શ્રી  આ યાત્રા પ્રવાસ ઉપલેટા શિવ મંદિર નો ભાવ પૂર્વક કરાવી રહ્યા છે.
શ્રીમતી અનસૂયા બેન વ્યાસ નો ખુબ ખુબ આભાર.

મધુસ્કીતા વાચ: પરમમૃતં નિર્મિતવત્
સ્તવ બ્રહ્મનિક વાગપિ સુરગુરોર્વિસ્મય પદમ્ |
મમ ત્વેતા વાણી ગુણકથનપુણ્યેન ભવત:
પુનામીત્યર્થેડસ્મિનપુરમથન ! બુદ્ધિર્વ્યોચસિતા: || 3 ||

અર્થ : ‘હે ભગવાન ! મારી સ્તુતિ તમને કોઈ પણ પ્રકારે યથાર્થ વર્ણવી શકતી નથી, કારણકે તમે વેદોની મધ જેવી મધુર વાણીનો રચાયિતા છો. હે ભગવાન ! વાણીના ભંડાર રૂપ બ્રહ્માદિની સ્તુતિ પણ ખુશ ન કરી શકે, તો મારી સ્તુતિ તમને ક્યાંથી સંતોષ આપી શકે ? હું આ બધું જાણું છું. છતાં તમારી સ્તુતિ કરું છું, કારણ એ છે કે, હું તમારા સ્તવનથી મારી વાણીને નિર્મળ કરું છું એમ જ હું માનું છું. મારી વાણીથી તમે આનંદ પામો એ મારી ધરણા જ નથી. આ જ કારણથી હું તમારી સ્તુતિ કરવા પ્રવૃત્ત થયો છું.

જય નીલ કંઠ મહાદેવ
- એડ મીન

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐