ઉપલેટા, પાટણ રોડ ઉપર ભાદર નદી તથા મોજ નદી ના સંગમ સ્થળે આવેલ આ પંચેશ્વર મહાદેવ
ઉપલેટા, પાટણ રોડ ઉપર ભાદર નદી તથા મોજ નદી ના સંગમ સ્થળે આવેલ આ પંચેશ્વર મહાદેવ
ઉપલેટા, શિવ મંદિર "નિત્ય શિવ પૂજા દર્શન" અંતર્ગત ઉપલેટા ખાતે પાટણ રોડ ઉપર ભાદર નદી તથા મોજ નદી ના સંગમ સ્થળે આવેલ આ પંચેશ્વર મહાદેવ ના દર્શન છે
ઉપલેટા ના વિવિધ શિવ મંદિર ના પૂજન દર્શન સૌજન્ય આપણ ને શ્રીમતી અનસૂયા બેન વ્યાસ સિનિયર સદસ્ય શ્રી આ યાત્રા પ્રવાસ ઉપલેટા શિવ મંદિર નો ભાવ પૂર્વક કરાવી રહ્યા છે.
શ્રીમતી અનસૂયા બેન વ્યાસ નો ખુબ ખુબ આભાર.
તવૈશ્વર્ય યત્તજયગદુદયરક્ષાપ્રલયકૃત
ત્રયી વસ્તુ વ્યસતં તિસૂષુ ગુણભિન્નાસુ તનુષુ |
અભવ્યાનામસ્મિન્વરદ ! રમણોયામરમણી
વિરંતુ વ્યક્તોશીં વિદધત ઈહૈકે જડધિય || 4 ||
અર્થ : હે ભગવાન ! આપનું ઐશ્વર્ય જુદે જુદે રૂપે જુદા જુદા ગુણોએ કરીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ – એ ત્રણે વ્યક્તિમાં આરોપિત છે. અને તે બ્રહ્મા વિષ્ણુ તથા રુદ્ર, સત્વ, રજસ અને તમસ –એ ત્રણે ગુણો વડે જુદે જુદે રૂપે પ્રતિત થાય છે. વળી, એ ઐશ્વર્ય ત્રણે લોકથી ઉત્પત્તિ સ્થિતિ તથા ત્રણેનો પ્રલય કરવા છતાં બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર રૂપે રહે છે. હે ભગવાન ! તમારું રૂપ ન સમજી શકવાના કારણથી જડબુદ્ધિવાળાઓ આપના ઐશ્વર્યની નિન્દા કરે છે, અને નિંદા પાપી પુરુષોને લાગે છે, પરંતુ આપના સર્વજ્ઞાતિ ગુણયુક્ત ઐશ્વર્યની નિંદા શુદ્ધ મુમુક્ષુઓને અતિ અપ્રિય લાગે છે.
જય પંચેશ્વર મહાદેવ
- એડ મીન
Comments
Post a Comment