વીર વાછડા દાદા ની દેરી, સ્થાનિક આસ્થા નું કેન્દ્ર,રાણાવાવ

રાણાવાવ ખાતે હાઈ વે પર પોરબંદર તરફ આવતાં રસ્તા માં નાની એવી વાછરા દાદા ની દેરી છે. જે સ્થાનિક વાડી વિસ્તાર ની આસ્થા નું કેન્દ્ર છે

અહી દાદા વાછરા વિરાજમાન છે જે દર્શન કરો એટલે અનુભૂતિ થાય.

વીર વા છ રા દાદા જીવતા વીર છે જે લોકો ની મનોકામના પૂર્ણ કરે છે::
 વીર વાછરા દાદા સોલંકી વંશ માં બહુચરાજી તાલુકાના કાલેરી ગામ માં દીવ ઘોઘલા ના રાજવી ને ત્યાં જન્મ થયો.
ગૌ રક્ષા કાજે વીરગતિ ને પામી અમરત્વ પ્રાપ્ત કર્યું.
લગ્ન ના ચોરી ના ફેરા ફરતા હતા અને ત્યાંથી તેઓ ને ગૌ રક્ષા માટે પોતે ગાયો ને બચાવવા ની હાકલ પડતા ચોરી ફેરા મૂકી કસાઈઓ ના હાથ માં થી ગાયો બચાવી પોતે વીરગતિ પામ્યા.
 આજ લાખો ભાવિકો ની માનતા પૂરી કરનાર જીવતા વીર તરીકે પૂજા ય છે.
  સમી તાલુકાના ના કોધડા ગામે તેની સમાધિ છે ત્યાં અને  જન્મ સ્થળ કાલારી ગામે ચૈત્ર મહિનામાં મેળો ભરાય છે

રાણાવાવ ખાતે આવેલ આ દેરી એ જરૂર દર્શન કરો આપ ને દાદા વા છ  રા ની હાજરી નો પ્રત્યક્ષ જરૂર અનુભવ થાય.
જો તમે અહી થી પસાર થાઓ તો જરૂર સમય મળે તો દર્શન કરજો આપને દાદા માં શ્રદ્ધા હશે જરૂર ફળશે

અહી આજુ બાજુ વાડી વિસ્તાર ના ખેડૂત પરિવારો સવાર સાંજ દાદા ને શ્રદ્ધા પૂર્વક દીપ ધૂપ કરે છે. અને દાદા નું પૂજન અર્ચન કરે છે. દાદા હાજરા હજૂર છે.
જય વાછરા દાદા.
દાદા સર્વે ની મનોકામના પૂર્ણ કરે.
અસ્તુ.

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐