નવ નિર્માણ મેટ્રી મોની ગ્રૂપ ના સંચાલક : મેળાપક સેતુ ના પાયા ના પથ્થર: શ્રી જગદીશ જોષી ( બોર્ન: ૧૯૬૪) સદસ્ય પરિચય
જગદીશ ભાઈ જોશી,મુંબઈ એ લગ્ન વાંછુ યુવક યુવતી ના વાલી,માતાપિતા વચ્ચે નિસ્વાર્થ ભાવે અને નિઃ શુલ્ક સેવા આપતું વ્યક્તિત્વ તાજેતર માં તેઓ નો જન્મ દિન નિમિત્તે તેઓ સાથે વર્ચ્યુઅલ મળવાનું થયું.
તેઓ સૌરાષ્ટ્ર ના પ્રવાસે અંગત કે સામાજિક કામ સબબ આવે ત્યારે જરૂર થી ઉડતી મુલાકાત આપે.
હા,સ્વભાવ સરળ પરંતુ કડક શિસ્ત ના આગ્રહી તથા સ્પષ્ટ વક્તા પણ ખરા જેને આપણે ગુજરાતી તળપદી ભાષા માં કહી એ તો " તડ અને ફડ કહી દે તેવા" કોઈ ની ખોટી શેહ શરમ માં ન આવે "એક ઘા ને બે કટકા" કરી સ્પષ્ટ કહી દે.
જરૂર થી આ નિસ્વાર્થ સેવાભાવી સદસ્ય વિશે આપણ ને જાણવાનુ મન થાય. જેથી આ બ્લોગ લખવા તેઓ ના તરફ થી ઇનપુટ્સ મળતા લખવા બેઠો.
શ્રી જગદીશ ભાઈ વિશે સદસ્ય પરિચય
શ્રી જગદીશભાઈ જોશી, મુંબઈ આપણા સદસ્ય ગણ માં જાણીતું નામ છે. જેઓ આપણા ડૉ. દેવયાની બેન જોશી ને તેના આત્મ નિર્ભર અને સ્ત્રી સશક્તિકરણ માટે હંમેશા સપોર્ટ પૂરો પાડી રહ્યા છે. જે આપણે સર્વે વિદિત છીએ.
તેઓ જોશી પરિવાર તેમનું મૂળ ગામ કડછ છે અને મુંબઈ ની જૂની પેઢી ની અગ્રણીઓ માં તેઓના પિતાશ્રી રામશંકર ભાઈ ( કડછ વાળા ) ગોરધનદાસ જોશી તેમજ ગોરેગાંવ વાળા તરીકે જાણીતું નામ છે.
જગદીશભાઈ ભવન્સ કોલેજ મુંબઈ માં B com ni ડિગ્રી બાદ કોમર્સ ના વિદ્યાર્થી રહ્યા પરંતુ આર્ટ તેમનો શોખ રહ્યો. લેન્ડ સ્કેપ ગાર્ડન તેમજ ઓઇલ પેઇન્ટિંગ કેનવાસ વ્યવસાય તરીકે અપનાવ્યો.
ફોટોગ્રાફી,જૂના કોઇન્સ જૂના ગ્રામોફોન રેકોર્ડ તેમજ ગ્રામોફોન નું ૫૦૦૦ થી વધુ રેકોર્ડ નું કલેક્શન, તેમજ જૂના ફોટો સંગ્રહ વગેરે તેમના શોખ રહ્યા.
તેઓ સોશીયલ મિડીયા મારફત સમસ્ત બ્રહ્મ સમાજ ના લગ્નોત્સુક સદસ્યો માત્ર જીવન સાથી સંપર્ક સેતુ માટે નું સેવા કાર્ય પણ " નવ નિર્માણ સમસ્ત ગ્રૂપ" દરેક કેટેગરી માં ગ્રૂપ નું નિશુલ્ક સમાજ સેવા અર્થે કરી રહ્યા છે.
ખરેખર તેઓ પ્રશંશનીય સેવા નો પ્રયાસ કરી રહ્યા છે.આ બાબત માં તેમને ઓલ ઓવર ઇન્ડિયા તેમજ વિદેશમાં થી પણ તેમને સહકાર મળેલ છે
સદસ્ય પરિચય:
નામ જગદીશભાઈ રામશંકર ભાઈ ગોરધનદાસ જોશી
દાદી નું નામ સ્વ બાકુવેરબેન.
જન્મ તારીખ ૧૪.૧૦.૧૯૬૪
જન્મ સ્થળ: મુંબઈ સાંતાક્રુઝ
હાલ નું એડ્રેસ; મુંબઈ ૫૪૭/ડી/૨ તોરના સોસાયટી કાંદિવલી
૯૭૭૩૧૫૧૧૫૧
પૈતૃક વતન : કડછ
માતા: સ્વ ભાનુબેન રંજનબેન રમશંકર જોષી
પિતા સ્વ રામશંકરભાઈ ગોરધનદાસ જોશી
મોસાળ: વેરાવળ,
નાના નું નામ :સ્વ રતિલાલ માસ્ટર ( પાનવાળા બાપુજી )
નાની નું નામ : સ્વ લાભુબેન
શૈક્ષણિક માહિતી: ભવન્સ કોલેજ અંધેરી મુંબઈ ખાતે થી વર્ષ.૧૯૮૩ માં કોમર્સ માં ગ્રેજ્યુએશન કર્યું.
વ્યવસાય: તેઓના શોખ ને લેન્ડ સ્કેપગાર્ડન , ઓઇલ પેઇન્ટિંગ કેનવાસ ને વ્યવસાય તરીકે અપનાવ્યો
ભાઈ બહેન ની વિગત:
શ્રી રામ શંકર ભાઈ જોશી ના છ સંતાનો પૈકી ના સૌથી નાના સંતાન.
લગ્ન, કૌટુંબિક જીવન સંતાનો:
તેઓ ના લગ્ન સ્વ જશવંત રાય ભુદરજીભાઈ વ્યાસ અને ઇન્દિરા બેન વ્યાસ ના પુત્રી દેવયાની બેન સાથે તા. ૨૩/૩/૧૯૯૦ ના રોજ થયા
સંતાન માં એક પુત્રી કુ. જીનલ બેન જોશી તેણીએ ( B.Arch I D ) માં અભ્યાસ કરી આર્કિટેક્ટ માં ઈનટીરીઓર ડીઝાઈનિંગ સાથે કર્યું અને હાલ પોતે તે વ્યવસાય માં કાર્યરત છે.
સામાજિક:
તેઓ સોશીયલ મિડીયા મારફત સમસ્ત બ્રહ્મ ગુજરાતી સમાજ ના લગ્નોત્સુક સદસ્યો માત્ર જીવન સાથી સંપર્ક સેતુ માટે નું સેવા કાર્ય પણ " નવ નિર્માણ સમસ્ત ગુજરાતી બ્રાહ્મણ ગ્રૂપ" નું સંચાલન કરી રહ્યા છે. તેઓ આ માટે કોઈ ચાર્જ કે ફી લેતા નથી ફક્ત સેવા કાર્ય કરી રહ્યા છે.
ખરેખર તેઓ પ્રશંશનીય સેવા પ્રયાસ કરી રહ્યા છે.
નિસ્વાર્થ સેવા ભાવી શ્રી જગદીશ ભાઈ જોશી મુંબઈ, ને શુભેચ્છા, તેઓ સમાજ ની લગ્નોત્સુક યુવક યુવતી સેવા સેતુ માટે ની કાર્યવાહી કરતા રહે અને પરિવાર માટે સેતુ સમાન બને અને ઈશ્વર તેમને આ સેવા કાર્ય માં સહાય રૂપ બને અને તેઓ ના દીર્ઘાયુષ્ય તથા સુખાકારી માટે પ્રાર્થના સાથે અભ્યર્થના.
અસ્તુ.
( ઇનપુટ્સ: શ્રી જગદીશ ભાઈ જોશી)
શ્રી હસમુખ ભાઈ જોશી જેતપુર નાઓ એ સ્મૃતિ શેર કરી શુભેચ્છા પાઠવી તા.૧૪.૧૦.૨૧
મુંબઈ - શ્રીમાન જગદીશ ભાઇ જોષી ને જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ તેમજ નિરામય, તંદુરસ્ત, દીર્ઘાયુષ્ય બક્ષે તેવી શુભકામનાઓ.
જગદીશ ભાઇ નો પરિચય નરેન્દ્ર ભાઇ જોષી એ આપ્યો તે યથા યોગ્ય છે હું જ્યારે ૧૯૭૬ માં તેના ગોરેગાંવ ના આરે રોડ પર આવેલ જયકર સ્મૃતિ બિલ્ડીંગ માં રહેતા ત્યારે તેમના ઘરે રામશંકર ભાઇ સાથે થોડા દિવસ રોકાયેલો રામશંકર ભાઇ જ્યારે જાંબુ આવતા ત્યારે નેરાણા અચુક આવતા અમારે તેમના દાદા ના વખત થી અમારા પરિવાર સાથે પારિવારિક સબંધ છે હવે સમય ને અભાવે થોડી મુલાકાત થાય છે પણ મુંબઈ જવાનું થાય ત્યારે ચોક્કસ મળીએ ત્યારે જગદીશ ભાઇ તથા દેવયાની બહેન સૌરાષ્ટ્ર ની ઢબે સ્વાગત કરે છે ખેર
જગદીશ ભાઇ ઉતરોતર પ્રગતિ કરે તથા ખુશહાલ જીવન ની શુભેચ્છા... 🎂🍰🍕🧁🌹
ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન જગદીશ ભાઇ.ભગવાન પરશુરામ અને દેવાધિદેવ મહાદેવ ના આશીર્વાદ આપના પર સદા વરસતા રહે અને આપના બિઝનેસ માં સતત પગતિ કરતા રહો તેવી હાદિક શુભેચ્છાઓ.
ReplyDelete