સંસ્કૃત ભાષા પ્રચાર ના સપ્ટે.૨૦ ના ઓન લાઈન ક્લાસ પોરબંદર :મળ્યો જબ્બર પ્રતિસાદ : જિલ્લા સંયોજક અજય ભાઈ જોશી.

સંસ્કૃતભારતી,…પોરબંદર.. દ્વારા  તાલુકા ઓનલાઇન  સંસ્કૃત સંભાષણ વર્ગંનું  આયોજન 
                     સંસ્કૃતભારતી-સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા પ્રેરિત અને સંસ્કૃતભારતી..પોરબંદર .. દ્વારા આયોજિત તાલુકા ઓનલાઇન સંસ્કૃત સંભાષણ વર્ગનું દસ દિવસાત્મક આયોજન કરવામાં આવ્યું. 

નોન પ્રોફિટ ઓર્ગેનાઇજેસન એવી સંસ્કૃત ભારતી કે જે વિશ્વના 22  દેશોમાં સંસ્કૃતભાષાનો પ્રચાર-પ્રસાર  કરે છે. તેનાં દ્વારા લોકડાઉનમાં  કોરોનારૂપી આફતને અવસરમાં બદલવા માટે આ સમય દરમિયાન નિઃશુલ્ક ઓનલાઇન સંસ્કૃત સંભાષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું. 

સંસ્કૃતભારતી સંસ્કૃતભાષાનો પ્રચાર પ્રસાર,સંસ્કૃત દ્વારા સંસ્કૃતિનું રક્ષણ અને સંસ્કૃત વ્યવહારભાષા સંસ્કૃત બને તે માટે અનેક પ્રકલ્પ દ્વારા સંસ્કૃત ભાષાની  કરી રહી છે.       

       સંસ્કૃતસંભાષણ વર્ગ દ્વારા સરળ સંસ્કૃત જન જન સુધી લઈ જવું તે તેનું મુખ્ય કાર્ય છે.
                    
તાલુકાઓનલાઈનસંસ્કૃતસંભાષણ વર્ગમાં 2000 અનુરાગીઓએ પંજીકરણ કર્યું. 

સૌરાષ્ટ્રના 95 તાલુકાઓમાંથી સંસ્કૃત અનુરાગીઓ  આ ઓનલાઈન સંસ્કૃત સંભાષણ જોડાયા.
શિક્ષણની સુચારૂ વ્યવસ્થા માટે  તેને  24 ગણમાં વિભાજિત કરવામાં આવ્યા.
             
 દરેક ગણમા મુખ્યશિક્ષક,સહશિક્ષક અને ટેક્નિકલ શિક્ષક રાખવામાં આવ્યા. એક વાલી/પાલકને પણ અવધાન માટે રાખ્યા. 

સંસ્કૃતભારતી કાર્યકર્તાઓએ સંભાષણ શિબિરો અનેક ચલાવી છે પણ આ ઓનલાઈન  સંસ્કૃત સંભાષણનો પ્રયોગ પહેલી વખત કર્યો.એટલે દરેક શિક્ષકોનું પ્રશિક્ષણ પણ 12 સપ્ટેમ્બરથી 20સપ્ટેમ્બર દરમિયાન આપવામાં આવ્યું. દરેક  શિક્ષકોએ  સર્વને ભણાવવા ખૂબ તૈયારી કરી  અને ખૂબ ઉત્સુકથી બધાને  ભણાવ્યા.
        
આ  નિઃશુલ્ક ઓનલાઈન સંસ્કૃત સંભાષણ વર્ગ   21 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમિયાન ચલાવવામાં આવ્યા.આ વર્ગ ગૂગલ મીટ દ્વારા યોજાયા.વર્ગ પૂર્ણ થયા પછી  જે ભણ્યા હો તેની 10 અંકની હેતુલક્ષી ટેસ્ટ પણ ગુગલ ફોર્મ દ્વારા લેવામાં આવતી અને  જેથી દરેકનો ઉત્સાહ વધે.

શિખનારે  આમાં  પ્રતિદિન એક કલાક આપવાનો હતો. જ્યારે 72 શિક્ષક મિત્રો ઉત્તમ રીતે ભણાવવા માટે પ્રતિદિન 2 થી 3 કલાકની  મહેનત કરતા હતા. 

આ સંભાષણ વર્ગ પ્રમાણપત્રલક્ષી નહોતો તેમ છતાં સંસ્કૃતને શીખવા માટે 2000 લોકો જોડાયા એ ખૂબ મોટી વાત છે. આ ચોવીશ વર્ગોને સફળ બનાવવા માટે સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્રની શિક્ષણવિભાગની ટીમે દિવસ રાત  ભારે જહેમત ઉઠાવી હતી.
             આ સમાપન સમારોહમાં શિક્ષાર્થીઓએ સંસ્કૃતમાં બધા જ કાર્યક્રમો  ઉત્તમોત્તમ રીતે પ્રસ્તુત કર્યા હતા.જેમકે સંસ્કૃત ગીત, કથા, દૂરવાણી સંભાષણ, સંસ્કૃતમાં સ્વ પરિચય અને દિનચર્યા, સંખ્યા અને સમય વગેરે કાર્યક્રમોને ઉત્કૃષ્ટ રીતે સંસ્કૃત ભાષામાં સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા. 
                      જ્યારે સંસ્કૃતભારતી .પોરબંદર ..જિલ્લાના તાલુકા ઓનલાઈન સંસ્કૃત સંભાષણ વર્ગને સફળ બનાવવા માટે
 જિલ્લા સંયોજક ..અજયભાઈ જોશી.. તથા 
વર્ગના મુખ્ય શિક્ષક 
.ધવલભાઈ મહેતા ..,
સહ શિક્ષક ...
અજયભાઈ જોશી.અને 
ટેકનિકલ શિક્ષક 
કૃષ્ણદાસ પુરોહિત ..
એ ખૂબ મહેનત કરીને આ વર્ગને સફળ બનાવ્યો હતો. 

આ વર્ગના સમાપન સમારોહમાં મુખ્યઅતિથિતરીકે ..
શ્રીભાનુપ્રસાદદાસજી સ્વામી....,
મુખ્ય વક્તા તરીકે
 ..પ્રા,કોમલબેન ભટ્ટ  ...તથા 
સારસ્વત અતિથિ તરીકે ..
કાન્તિલાલ જુંગીવાલા....ની સવિશેષ ઉપસ્થિતિ રહી.
                     
જયતુ સંસ્કૃતમ                                                જયતુ ભારતમ

Comments

  1. जयतु संस्कृतवाणी जयतु भारतम् धन्यवादाः च सर्वेभ्यः महादेव हर स्नेह स्मरणं च हरी ॐ तत्सत्

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐