મુંબઈ એજીબીએસ સદસ્ય શ્રી શિરીષ ભાઈ મેહતા મહારાષ્ટ્ર સરકાર સાહિત્ય એકેડમી જીવન ગૌરવ ૨૦૧૭ પુરસ્કાર સમારંભ ની સ્મૃતિઓ
શ્રી શિરીષ ભાઈ મહેતા એ મુંબઈ જન્મ ભૂમિ ગ્રૂપ સાથે સંકળાયેલા છે અને "વ્યાપાર" ના એડિટર છે. જેઓ આપણા મુંબઈ એજી બી એસ યુનિટ ના સદસ્ય છે. તેઓ ને ગત ૨૦૧૭ માં મહારાષ્ટ્ર સરકાર ગુજરાતી સાહિત્ય એકેડમી દ્વારા જીવન ગૌરવ પુરસ્કાર 2017 પુરસ્કાર થી સરકાર શ્રી દ્વારા સન્માનિત કરવા માં આવેલ.
તેઓ ને પત્રકારિત્વ ક્ષેત્રે મહારાષ્ટ્ર સરકાર ગુજરાતી સાહિત્ય એકેડમી દ્વારા ગત 2017 ના ઓક્ટોબર માસ તા.10.10.2017 ના રોજ આ સમારંભ ચોપાટી ભવન્સ કોલેજ ના ઓડીટરિયમ ખાતે યોજાયો હતો
આ પ્રસંગે જે અન્ય ગુજરાતી મહાનુંભાવો સન્માનિત થયા હતા જેમાં શ્રી રતિલાલ બોરીસાગર ને નર્મદ ગૌરવ પુરસ્કાર થી સન્માનિત થયા હતા.
જીવન ગૌરવ પુરસ્કાર 2017અન્ય મહાનુભાવો તથા સંસ્થાઓ ને જે પુરસ્કાર આપી સરકાર શ્રી દ્વારા સન્માનિત થયેલ તે શ્રી આબીદ સુરતી ને સાહિત્ય, ષ શ્રી ગૌતમ જોશી કલા તથા શ્રી આપણા શ્રી શિરીષ ભાઈ મેહતા પત્રકારિત્વ ક્ષેત્રે આ પુરસ્કાર થી મહારાષ્ટ્ર સરકાર દ્વારા સન્માનિત કરવા માં આવ્યા હતા. અને સંસ્થા ઓ માં અંધેરી ભવન્સ કોલેજ નું ભવન્સ કલ્ચરલ સેન્ટર ને સન્માનિત કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્ર સરકાર ગુજરાતી સાહિત્ય એકેડમી દ્વારા આ પ્રસંગે અન્ય કેટેગરી માં જે મહાનુભાવો ને પણ વાંગમય પુરસ્કાર થી સન્માનિત કરવા માં આવ્યા હતા જેમાં ચુનીલાલ મડિયા પુરસ્કાર ( નવક કથા) તથા પ્રબોધ જોશી પુરસ્કાર (નાટક) તથા વાડીલાલ ડગલી પુરસ્કાર ( નિબંધ) વી. પુરસ્કારો થી અન્ય ગુજરાતી સાહિત્ય નાટક કલા ક્ષેત્રે જેઓ નું યોગદાન રહ્યું તેઓ ને સન્માનિત કરાયા હતા.
Comments
Post a Comment