પોરબંદર સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ ના પ્રમુખ શ્રીમતી ક્રિષ્ના બેન ઠાકર અને સદસ્યો દ્વારા અધિક માસ નિમિત્તે યોજાયું પૂજન
પોરબંદર સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ શ્રી અશ્વિન ભાઈ દ્વારા મહિલા પાંખ દ્વારા યોજાયેલ સર્વતોભદ્ર મંડળ લક્ષ્મી નારાયણ પૂજન અંગે વિસુલ્સ સાથે અહેવાલ:
મહાદેવ હર....
🌹 આજરોજ પોરબંદર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા પુણ્ય પવિત્ર અધિક માસ નિમિત્તે શ્રી ગોપનાથ મહાદેવ મંદિરે સ્થાપિત સર્વતોભદ્ર મંડળ ના સાનિધ્યમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું ષોડશોપચાર પૂજન સાથે 11000 તુલસીદલ વિષ્ણુ સહસ્ત્ર નામ સાથે પૂજન વિધિ રાખવામાં આવી હતી.
🌹 આજે રવિવારે રવિ પુષ્યામૃત યોગ, ખૂબ જ શુભ દિવસ હોય અને પુરુષોત્તમ માસ માં રવી પુષ્યામૃત યોગ એ ધર્મ દાન પૂજા અને મંડળ માટે ઉત્તમ હોય, આજના આ શુભદિને પોરબંદર સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખના બહેનો દ્વારા આ શુભ દિવસે વિષ્ણુ સહસ્ત્ર ના નામ સાથે 11000 તુલસીદલ અર્પણ કરી બહેનો ધન્ય બન્યા હતા.
🌹 શ્રી ગોપનાથ મહાદેવ મંદિરના પુજારી શ્રી શાસ્ત્રીજી વિનુભાઈ રાજ્યગુરુએ શાસ્ત્ર પૂજન વિધિ કરાવેલ હતી.
🌹જિલ્લા પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકર ની સાથે તેમના માર્ગદર્શન હેઠળ મહિલા પાંખના અસ્મિતાબેન જોશી, હર્ષાબેન મોઢા, જાગૃતિબેન પંડ્યા, ઉષાબેન મોકરીયા, શિલ્પાબેન જોશી, સહિત ના બહેનોએ ઉત્સાહપૂર્વક આ પૂજન વિધિમાં ભાગ લીધો હતો અને બહેનોએ વિશ્વના કલ્યાણ માટે સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો ના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.
🌹આ કાર્યક્રમ સોશ્યલ ડિસ્ટન્સ અને દરેક બહેનો એ માસ્ક પહેરીને સંપૂર્ણ કર્યો હતો..
Comments
Post a Comment