પ્રણામી ધર્મ :: આદ્ય પ્રચારક મહા મતી પ્રાણનાથ જી::ગુરુ દેવ ચંદ્ર જી
આજ કાલ પોસ્ટલ યુગ માં પત્ર વ્યહાવાર નું પ્રમાણ ઓછું થતું જાય છે. પરંતુ ભારતીય પોસ્ટ ખાતા દ્વારા સ્મૃતિ ટપાલ ટિકિટ બહાર પાડી આપણા દેશ ના સ્વાતંત્ર સેનાની,સંસ્કૃતિ ના પ્રતીકો, શિલ્પ સ્થાપત્ય વી.તથા ધર્મ ગુરુ,સમાજ સુધારકો વી.પર ટપાલ ટિકિટ બહાર પાડી આપણો અમૂલ્ય વારસો જાળવી રાખ્યો છે.
આવા એક ધર્મ ગુરુ મહા મતી પ્રાણનાથ જી ની ગત જાન્યુઆરી ૨૦૨૦ માં પ્રણામી ધર્મ ના પ્રચારક ની ટપાલ ટિકિટ બહાર પડી તે જોઈ જરૂર થી આપણી જિજ્ઞાસા વૃત્તિ એ માનવ સહજ સ્વભાવ રહ્યો. તેથીજ ઉપનિષદ માં કહ્યું છે કે "અથા તો બ્રહ્મ જિજ્ઞાસા"
૪૦૦ વર્ષ જૂનો પ્રણામી સંપ્રદાય છે.
દેવ ચંદ્ર જી મહારાજ દ્રારા પ્રણામી ધર્મ ની સ્થાપના કરવામાં આવી હતી . [10/15, 07:50] Narendra Joshi: સંપ્રદાયના સ્થાપક, શ્રી દેવચંદ્રજી મહારાજ (ઈ.સ. 1581-1655), ભારતના ...
: પ્રણામી સંપ્રદાય/ શ્રી દેવચંદ્રજી મહારાજ દ્વારા નક્કર આકાર અને સ્વરૂપ આપી નવા ધર્મનો પ્રવાહ શરુ કરાયોસંપ્રદાયના સ્થાપક, શ્રી દેવચંદ્રજી મહારાજ (ઈ.સ. 1581-1655), ભારતના ઉમરકોટ ગામમાં (હવે પાકિસ્તાનમાં ) સિંધ પ્રાંતમાં જન્મ્યા હતા .
નાનપણથી જ તેમના સ્વભાવમાં સાધુવૃત્તિઓ હતી. 16 વર્ષની ઉંમરે, તેમણે સંસારનો ત્યાગ કર્યો અને બ્રહ્મ-જ્ઞાનની શોધમાં કચ્છના ભુજ અને પાછળથી જામનગર ગયા .
બ્રહ્મ સાક્ષાત્કાર અને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ પછી શ્રી દેવચંદ્રજીએ એ જ બ્રહ્મજ્ઞાનનો પ્રચાર પ્રસાર કરી બ્રહ્માત્માઓને જાગૃત કરવાનું કાર્ય આરંભ કર્યું અને પોતાના વરદ હસ્તે ઇ.સ. ૧૬૩૦ માં ધર્મપીઠની સ્થાપના કરી એનું નામ 'નવતનપુરી ધામ' આપ્યું
શ્રી દેવચંદ્રજી મહારાજ દ્વારા નક્કર આકાર અને સ્વરૂપ આપી નિજાનંદ સંપ્રદાય નામનો નવો ધર્મ નો પ્રવાહ શરુ થયો.
તેઓ જામનગર સ્થાયી થયા , જ્યાં તેમણે વેદ , વેદાંતિક જ્ઞાન અને ભાગવતમની સમજ આપી હતી. સામાજીક ભાષામાં સામાજિક વર્ગ અને ધાર્મિક તફાવતને ધ્યાનમાં લીધા વિના વ્યક્તિઓને મૂર્તિમંત બનાવવા માટે, અને તેમને 'તારતમ' તરીકે ઓળખાતા દૈવી જ્ઞાનની સહાયથી તેમના વાસ્તવિક સ્વમાં જાગૃત કરવા પ્રયાસ હાથ ધર્યો હતો.
તેમના અનુયાયીઓ પાછળથી સુન્દરસાથ અથવા પ્રણામી નામે ઓળખાયા.
શિષ્ય અને ઉત્તરાધિકારી મહા મતી પ્રાણનાથ જી
પ્રણામી સંપ્રદાયના પ્રચાર અને પ્રસારનો શ્રેય તેમના પ્રિય શિષ્ય અને ઉત્તરાધિકારી મહામતી શ્રી પ્રાણનાથજી (મેહરાજ ઠાકુર) (1618-1694) ને જાય છે, જે કેશવ ઠાકુરના પુત્ર , જામનગર રાજ્યના દીવાન હતા .
શ્રી પ્રાણનાથ જી દ્વારા શ્રી કુલજમ્ સ્વરૂપ ઉર્ફ તારતમ સાગર નામની તેમની કૃતિની વિશ્વવ્યાપી શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરોમાં મૂર્તિઓની જેમ પૂજા થાય છે. અને વિવિધ સંપ્રદાયો અને સંતોના સમૂહ દ્વારા તેમને ' નિષ્કલંક બુદ્ધ અવતાર' નું બિરુદ આપવામાં આવ્યું હતું.
બુંદેલખંડના મહારાજા શ્રી છત્રસાલ (1649-1731), મહામતી શ્રી પ્રાણનાથજીના પ્રખર શિષ્ય અને પ્રણામી ધર્મના અનુયાયી હતા. તેમની પ્રથમ બેઠક પન્ના (મધ્યપ્રદેશ)નજીકના સ્થળે 1683 માં મઉમાં થઈ હતી .
એમ પી માં પન્ના પ્રદેશ તેની હીરાની ખાણો માટે પ્રખ્યાત છે.
સ્વામી શ્રી પ્રાણનાથજી માત્ર મહારાજા છત્રસાલના ધાર્મિક ગુરુ જ નહીં; પરંતુ રાજકીય, સામાજિક અને આર્થિક બાબતોમાં પણ તેમણે માર્ગદર્શન આપ્યું. સ્વામી પ્રાણનાથજી
મહમતી પ્રાણનાથ જી મહારાજ તેઓ ના શિષ્ય હતા. તેઓ એ ગુરુ આજ્ઞા નું પાલન કરી પ્રણામી ધર્મ નો પ્રચાર કર્યો.
શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મમાં નિર્દિષ્ટ તત્વ જ્ઞાન " તાર તમ જ્ઞાન" અને " પ્રેમ લક્ષણા ભક્તિ" :
શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મમાં તારતમ જ્ઞાન તથા પ્રેમલક્ષણા ભક્તિનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવેલ છે. તારતમ જ્ઞાન દ્વારા આત્મા, પરમાત્મા તથા પરમધામની પિછાણ થાય છે અને પ્રેમલક્ષણા ભક્તિના દ્વારા તેમનો અનુભવ થાય છે. ધર્મમાં તારતમ જ્ઞાન તથા પ્રેમલક્ષણા ભક્તિનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવેલ છે. તારતમ જ્ઞાન દ્વારા આત્મા, પરમાત્મા તથા પરમધામની પિછાણ થાય છે અને પ્રેમલક્ષણા ભક્તિના દ્વારા તેમનો અનુભવ થાય છે.
તાર તમ જ્ઞાન એટલે શું?
જગતની નશ્વરતા, પાતાલથી સતલોક પર્યંતની પરિવર્તનશીલતા સહિત સમગ્ર ક્ષર બ્રહ્માંડની જાણકારીની સાથોસાથ અવિનાશી પરમધામનું તારતમ્ય યથાર્થ રૃપે સમજાવવાને કારણે એને તારતમ જ્ઞાન કહેવામાં આવ્યું છે.
પ્રણામી ધર્મ ના દીક્ષાર્થી વ્યક્તિ ની ઓળખ "સુંદર સાથ" :
શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મમાં દીક્ષિત વ્યક્તિને સુંદરસાથ કહેવામાં આવે છે. પૂજાપાઠ, ધ્યાન, ચિંતન, સત્સંગ વગેરે એમનો નિત્યક્રમ છે
સુંદરસાથ નિયમિત રૃપે દર્શન કરવા મંદિર જાય છે અને મંદિરમાં પધરાવેલા શ્રી તારતમ સાગરની ન્યૂનતમ પાંચ ચોપાઈઓનો પાઠ કરવો પોતાનું કર્તવ્ય સમજે છે
પ્રણામી ધર્મ માં અભિવાદન તથા પ્રતિ અભિવાદન બંનેમાં પ્રણામ શબ્દ પ્રયોગ::
સુંદરસાથની મુખ્ય વિશેષતા એ છે કે તેઓ પરસ્પર મળે ત્યારે વર્ણ-વર્ગ, નાના-મોટા વગેરેનો ભેદભાવ રાખ્યા વગર પરસ્પર હાથજોડીને એક બીજાને પ્રણામ કરે છે. અભિવાદન તથા પ્રતિ અભિવાદન બંનેમાં પ્રણામ શબ્દનો પ્રયોગ થાય છે.
કૃષ્ણ પ્રણામી ધર્મ અને મંદિર માં વાંગમય સ્વરૂપ નું પૂજન:
સાર્વજનિક મંદિર તથા ગૃહ મંદિરમાં સિંહાસન પર પૂર્ણબ્રહ્મ પરમાત્માના પ્રતીકના રૃપે તેમનું વાઙ્મય સ્વરૃપ શ્રી તારતમ સાગર ગ્રન્થને પધરાવવામાં આવે છે. આ વાઙ્મય સ્વરૃપને વાઘા વસ્ત્ર મુકુટ, બંશી, હાર વગેરેથી સુશોભિત કરવામાં આવે છે. શાસ્ત્રોમાં વર્ણવેલ અષ્ટવિગ્રહ મધ્યે વાઙ્મય સ્વરૃપની પૂજા જ્ઞાનની પૂજા છે.
પ્રણામી ધર્મ ની ત્રણ પીઠ અને યાત્રા ધામ:
જામનગરમાં નવતનપુરી ધામ, સુરતમાં મહામંગલપુરી ધામ તથા પન્નામાં પદ્માવતીપુરી ધામ, આ ત્રણેય સ્થાન તીર્થના રૃપે પ્રસિદ્ધ છે
ભારત તથા વિદેશ ના પ્રણામી સંપ્રદાય ના ૮૦૦ થી વધુ કેન્દ્રો : :
દેશ વિદેશમાં ફેલાયેલા ૮૦૦ કેન્દ્રોમાં જામનગર, સૂરત તથા પન્ના સ્થિત ત્રણ પુરીઓ ઉપરાંત અનેક તપસ્વી સંતોએ વિભિન્ન ક્ષેત્રોમાં ધર્મસ્થાનોની સ્થાપના કરી છે.
તેમાં આદરણીય સ્થાન હરિયાણામાં કરનાલ, ભિવાની, ઉત્તર પ્રદેશમાં શેરપુર, મટીહારી, મલીહાબાદ, બિહારમાં ગંગાપુર, પં. બંગાળમાં કાલિમ્પોંગ અને ગુજરાતમાં વગેરે મુખ્ય છે.
ભારતથી બહાર નેપાળ તથા ભૂટાનમાં મળીને ૮૦૦ થી અધિક મંદિર તથા આધ્યાત્મિક તેમજ સામાજિક કેન્દ્ર બ્રહ્મજ્ઞાન તથા સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે વિશેષ કાર્ય કરી રહ્યા છે. અમેરિકા, યુરોપ તથા કેનેડામાં પણ મંદિર તથા ધર્મના કેન્દ્ર કાર્યરત છે.
Comments
Post a Comment