ખોડીયાર માતાજી મંદિર કેશોદ સ્થાનિક લોકો તથા પરવરિયા વ્યાસ તથા રાયજાદા પરિવાર ની આસ્થા નું કેન્દ્ર
માં ખોડીયાર જયંતિ તા ૨૦.૨.૨૧ ના રોજ સર્વે શ્રદ્ધાળુ ઓ દ્વારા માં ખોડીયાર નું સ્મરણ કરી પૂજન,યજ્ઞ વી નું આયોજન પણ કરાયું જાણો માં ખોડિયાર માતાજી મંદિર કેશોદ ખોડિયાર મંદિર વિશે:
ખોડીયાર મંદિર, કેશોદ
કેશોદ ખાતે સિંધી પ્રાથમિક શાળા,લીમડા ચોક પાસે ખોડીયાર મંદિર આવેલ છે જે બહુ જૂનું છે જે સ્થાનિક લોકો તથા વ્યાસ પરિવાર અને રાજપૂત સમાજ ના રાયજાદા પરિવાર નું આસ્થા નું કેન્દ્ર છે.
આ મંદિર ની સ્થાપના અંગે નું ચોકકસ વર્ષ કે સ્થાપના અંગે માહિતી ઉપલબ્ધ નથી પરંતુ લોકો ની આસ્થા બહુ છે.
સને 1942 બાદ ના દાયકા બાદ કેશોદ મા સુતારવાવ પાસે રેહતા સ્વ. શ્રી કાલિદાસ સુંદરજી વ્યાસ પરિવાર દ્વારા આં મંદિર ની સેવા પૂજા તથા હોમ હવન આદિ કરવામાં આવતા હતા ત્યાર બાદ સ્વ શ્રી છગન લાલ કાલિદાસ વ્યાસ તેમજ સ્વ શ્રી કલ્યાણજી કાલિદાસ વ્યાસ તેમજ સ્વ શ્રી હરિપ્રસાદ ભાઈ વ્યાસ પરિવાર દ્વારા સાથે સેવા સ્વ શ્રી છગન ગિરિ બાપુ દ્વારા વર્ષો સુધી આં મંદિર ની સેવા પૂજા પરંપરા જાળવી રાખવા માં આવી હતી.
.મંદિર નો જીર્ણોદ્ધાર સને ૨૦૦૫
સને 2005 એપ્રિલ માં આં મંદિર નો જીર્ણોધાર કરવામાં આવ્યો હતો. 2005 માં મંદિર ના જીર્ણોધાર માટે રાયજાદા પરિવાર ઉપરાંત આ ઉપરાંત એ.જે.જવેલર્સ કેશોદ પરિવાર સાથે સમગ્ર વ્યાસ પરિવાર દ્વારા ખૂબ જેહમત ઉઠાવી આ કાર્ય કરેલું જેમાં ફિલ્ડ લેવલ પર સ્વ.મહેશ ભાઈ હરિપ્રસાદ વ્યાસ , તુલસીદાસ છગનલાલ વ્યાસ, પ્રદીપભાઈ મગનલાલ વોરા , નીતિન ભાઈ રામપ્રસાદ વ્યાસ , આ સાથે ના અનેક નાના મોટા નામો જો કોઈ શરત ચૂક હોય તો માફી પરંતુ આ કાર્ય માટે સર્વ જ્ઞાતિ જનો દેશ વિદેશ તમામ નો યોગ્ય ફાળો છે,
સતત ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સને ૨૦૦૫ માં કરવઅ માં આવેલ અને જ્ઞાતિ ભોજ દ્વારા આ કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું.
( ઇનપુટ્સ: શ્રી પ્રશાંત એચ વ્યાસ કેશોદ પોર બંદર )
( સને ૨૦૦૫ ની જીર્ણોધાર પેહલા ખોડિયાર માતાજી ના પ્રતિમા ની જૂની તસ્વીર ) ઇનપુટ્સ: પ્રશાંત એચ વ્યાસ પોરબંદરએજી બી એસ ના જ્ઞાતિ વ્યાસ પરિવારો ના સદસ્યો કે જેઓ દ્વારા જીર્ણોધાર કાર્ય માટે જહેમત ઉઠાવી હતી :
સ્વ. કાલિદાસ વ્યાસ પરિવાર એટલે સ્વ. દયાશંકર કાલિદાસ વ્યાસ .. સ્વ. છગન લાલ કાલિદાસ વ્યાસ .. સ્વ. કલ્યાણજી કાલિદાસ વ્યાસ. હાલ તેમનો પરિવાર તેમજ સ્વ હરિપ્રસાદ ભાઈ વ્યાસ પરિવાર કેશોદ તેમનો પરિવાર હાલ કે કે. વ્યાસ રાજકોટ , તુલસીદાસ છગનલાલ વ્યાસ ( ટી સી વ્યાસ) કેશોદ સ્વ મહેશ ભાઈ હરિપ્રસાદ વ્યાસ પરિવાર કેશોદ સ્વ. તુલજાસંકર દયાશંકર વ્યાસ , હરિભાઈ દયાશંકર વ્યાસ તથા ચીમન ભાઈ દયાશંકર વ્યાસ .
મંદિર સંચાલન અને વ્યવસ્થા:
મંદિર કોઈ ટ્રસ્ટ કે અન્ય સંસ્થા દ્વારા સંચાલન થતું નથી પરંતુ સ્વયંભૂ લોકો પોતે સ્થાનિક રીતે તેની વ્યવસ્થા કરી સંચાલન કરે છે.
હાલ ખોડીયાર મંદિર ની પૂજા વ્યવસ્થા અંગે શ્રી હરીગર બાપુ પૂજા ની વ્યવસ્થા સાંભળે છે
હવન નું આયોજન:
૧.અહી દર વર્ષે શારદીય નવરાત્રી ની આઠમ ના દિવસે વ્યાસ પરિવાર દ્વારા આયોજન થાય છે અને સર્વે હોંશ પૂર્વક ભાગ લે છે. અને રાયજાદા પરિવાર સદસ્યો પણ દર્શન અર્થે આવે છે
૨.તેમજ પરવરિયા વ્યાસ પરિવાર કેશોદ સ્થાનિક પરિવાર સદસ્યો દ્વારા ખોડીયાર જયંતિ ના દિવસે આયોજન કરવા માં આવે છે.
પરવડિયા વ્યાસ પરિવાર દ્વારા ખોડીયાર જયંતિ સમિતિ અને વાર્ષિક ઊજવણી વ્યવસ્થા તંત્ર :
આપણા એજી બી એસ ના સદસ્યો શ્રી ગૌરાંગ ટી વ્યાસ, દીક્ષિત ભાઈ વ્યાસ,ગવ ભાઈ વ્યાસ,ઉપેન વ્યાસ, સૂરજ વ્યાસ વી.આયોજન કરે છે.
(શ્રી ગૌરાંગ વ્યાસ, કેેેેશોદ. )ખોડીયાર જયંતિ ની પૂર્વ સંધ્યા એ આગલા દિવસે રાત્રે ઔ.ગો.બ્રાહ્મણ બોર્ડિંગ માં એકઠા થઈ ચિઠ્ઠી નાખી હવનમાં બેસનાર યજમાન નક્કી કરવામાં આવે છે. તેમજરાત્રે માતાજીના ભજન કીર્તન તથા રાસ ગરબા નું આયોજન કરવામાં આવે છે
હાલ ની વર્તમાન પરવડિયા વ્યાસ પરિવાર ખોડીયાર માતાજી જન્મોત્સવ સમિતિ.
સમિતિ સભ્યો:-
૧) દિક્ષિતભાઈ વ્યાસ:
૯૮૨૫૧ ૪૦૦૪૭
૨) ઉપેનભાઈ વ્યાસ :
૯૯૦૯૦ ૫૯૪૪૫
૩) ગૌરાંગભાઈ વ્યાસ :
૯૮૨૪૦ ૩૭૨૩૮
૪) સુરજભાઈ વ્યાસ:
૯૭૧૨૧ ૯૩૮૯૪
૫) કેતનભાઇ વ્યાસ :
૯૮૨૪૧ ૩૫૮૭૧
૬) જીગ્નેશભાઈ વ્યાસ :
૯૮૨૪૨ ૨૪૩૦૮
૭) ગૌતમભાઈ વ્યાસ:
૮૩૨૦૫ ૮૮૮૯૦
આપણા ઉપરોક્ત સદસ્યો સ્થાનિક રીતે હવન નું આયોજન કરે છે.
Comments
Post a Comment