ઉપલેટા ,બડા બજરંગ મંદિરમાં આવેલ બિલનાથ મહાદેવ
ઉપલેટા શિવ મંદિર "નિત્ય શિવ પૂજા દર્શન" અંતર્ગત ઉપલેટા ખાતે બડા બજરંગ મંદિરમાં આવેલ બિલનાથ મહાદેવ ના આજના આ દર્શન છે
ઉપલેટા ના વિવિધ શિવ મંદિર ના પૂજન દર્શન સૌજન્ય આપણ ને શ્રીમતી અનસૂયા બેન વ્યાસ સિનિયર સદસ્ય શ્રી આ યાત્રા પ્રવાસ ઉપલેટા શિવ મંદિર નો ભાવ પૂર્વક કરાવી રહ્યા છે.
શ્રીમતી અનસૂયા બેન વ્યાસ નો ખુબ ખુબ આભાર.
અતીત: પંથાન તવ ચ મહિમા વાડમનસયો –
રતદ્વયાવૃત્યા યં ચકિતમભિધત શ્રુતિરપિ
સંકરસ્ય સ્તોતવ્ય: કતિવિધગુણ: કસ્ય વિષય:
પદે ત્વાર્ચાચીને પતિત ન મન: કસ્યા ન વચ: || 2 ||
અર્થ : ‘હે ભગવાન ! આપનો મહિમા, મન તથા વાણી વડે જાણવામાં આવતો નથી અને આપના મહિમાનું શ્રુતિઓ પણ ગૌરવપૂર્વક એ જ રીતનું વર્ણન કરે છે. વાક્ય વડે ભેદ સગુણ સ્વરૂપનો નિષેધ કરવા છતાં બીજા અર્થ વડે સગુણ વસ્તુનું પ્રતિપાદન પણ કરે છે. આપનો એ રીતનો અપાર મહિમા વર્ણવવાને કોઈ પુરુષ શક્તિમાન નથી. તેમજ આપ કોઈપણ પુરુષને ઈન્દ્રિયગોચર પણ નથી. આમ તમારું નિર્ગુણ સ્વરૂપ બધાને અગમ્ય છે અને તમારા સગુણ સ્વરૂપને વર્ણવવા માટે સંસ્કૃતાદિ ભાષાઓમાં શક્તિ નથી, તે છતાં તમારા સગુણ સ્વરૂપની તો શંકર ! બધા જ સ્તુતિ કરે છે.
જય સોમનાથ
- એડ મીન
Comments
Post a Comment