નવરાત્રી પર્વ આપણા માં રહેલ મધુ કૈ ટભ વૃત્તિ નો નાશ કરીએ. જાણો તમારા માં રહેલ આ મધુ - કૈ ટભ વિશે

નવરાત્રી પર્વ 
 આપણા માં રહેલ મધુ કૈ ટભ વૃત્તિ નો નાશ કરીએ 
     મધુ - કૈ ટભ થી બચવા મહામાયા ના પ્રાદુર્ભાવ નું અને સ્તુતિ સાથે નું દુર્ગા સપ્તશતી નું પ્રથમ ચરિત્ર
    ઈશ્વર,પરમાત્મા,ભગવાન વી. જે આ ગૂઢ તત્વ માં તમે શ્રદ્ધા રાખો તે જે સ્વરૂપ માં હોય તે સ્વરૂપ વિશે ની શ્રદ્ધા તમોને ફળે છે.
         આ માટે શ્રીમદ્ ભગવદ્ ગીતા નો સાતમા અધ્યાય નો આ ૨૧ મો શ્લોક તેનું પ્રમાણ છે.
यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति ।
 तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम्‌ ॥

ભાવાર્થ::
जो-जो सकाम भक्त जिस-जिस देवता के स्वरूप को श्रद्धा से पूजना चाहता है, उस-उस भक्त की श्रद्धा को मैं उसी देवता के प्रति स्थिर करता हूँ॥

       તમારી ઉપયોગીતા કે તમારા કૌશલ્યની સાબિતી  માટે  કોઈના પ્રમાણપત્ર ની જરુર નથી કે નથી જરૂર તેનો  ઢંઢેરો પીટાવવાની.    
     કુદરતની વિશાળ અને ચકોર નજરમા અંકિત થઈ જાય છે. તમારા અંતરનું પ્રમાણ પત્ર   પુરતું છે. 
      જે શ્રદ્ધા થી જે સ્વરૂપ નું તમે ચિંતન કર્યું તે ઈશ્વર નું રૂપ તમો ફળ આપે છે
      જેથી બીજાઓના પ્રમાણપત્ર મા પત્ર પર આધાર ન રાખવો કારણ કે તમો તે વખાણ કે પ્રશંસા ના શબ્દો સાંભળવા તલશો છો તો જરૂર થી તમારા માં મધુ અને અન્ય ની નિંદા,કૂથલી સાંભળવી તમને ગમે તે કૈત ટભ નો પ્રદુર્ભવ થયો હોઈ શકે છે. આમ પોતાની પ્રશંસા અને અન્ય ની નિંદા સાંભળવા ની વૃત્તિ છે તે મધુ અને કૈ ટભ છે.
       અને આ શક્તિ ઉપાસના પર્વ નવરાત્ર માં મધુ  - કૈ  ટભ નો નાશ કરીએ.
       દુર્ગા સપ્તશતી ના પ્રથમ ચરિત્ર માં બ્રહ્માજી એ મધુ કૈ ટભ થી બચવા મહામાયા ના પ્રાદુર્ભાવ નું અને સ્તુતિ સાથે નું પ્રથમ ચરિત્ર છે.
       જેમાં યોગ નિદ્રા માં સૂતેલા ભગવાન વિષ્ણુ ને જગાડવા માટે સ્તુતિ છે.
       ભગવાન વિષ્ણુ ના કાન માંથી મધુ અને કૈ ટ ભ ઉત્પન્ન થયેલા છે અને તેનો માતાજી ની સહાય થી નાશ કર્યો છે.

જય મહામાયા....યોગમાયા......જય માતાજી
અસ્તુ.

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐