પૂ.ત્રિકમાચાર્ય બાપુ ની ૧૫૭ મી જન્મ જયંતી પ્રાગટ્ય દિન નિમિત્તે "ભાવ વંદના"

પૂ.ત્રિકમાચાર્ય બાપુ ની ૧૫૭ મી જન્મ જયંતી પ્રાગટ્ય દિન નિમિત્તે "ભાવ વંદના"

આભપરા ના યોગી પૂ.સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુ
 દેવભૂમિ દ્વારકા જીલ્લા ના ઘુમલી  ,ભાણવડ ગામ ખાતે આવેલ  સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુ (બાપુ ની વાવ)  દર્શન, ગાયત્રી આશ્રમ વી. શ્રદ્ધા અને આસ્થા નું કેન્દ્ર રહ્યા છે. લોકો દર્શન કરી ધન્યતા અનુભવે છે.

આભપરા ના કુદરતી દ્રશ્યો નયન રમ્ય છે અને બરડા વિસ્તાર ના  પાંચ રત્નો વિશે કહેવાય છે કે.

"ગોરખ,રત્ન., અને ઘુમલી 
  આભપરો અને ભાણ, 
ધરા વખાણું બરડા તણી 
જ્યાં પાંચે રત્ન પરમાણ.".

પૂ. ત્રિકમાચાર્ય બાપુ એ આભપરો અને ગિરનાર ને પોતાની તપોભૂમિ બનાવી 
પૂજ્ય બ્રહ્મલીન ત્રિકમાચાર્ય બાપુ વિશે કઈ પણ લખીએ તે આપણે તેઓ ની વંદના થી વિશેષ કંઇ ન હોઈ શકે. મહા પુરુષ ના જીવન ચરિત્ર વિશે લખવું તે આપણા જેવા સામાન્ય માણસ નું ગજુ ન હોય.

ટૂંકી હકીકત :

પૂ.ત્રિકમાચાર્ય બાપુ ના પિતા પોરબંદર ના કુણવદર ના રાણા સાહેબ ના ગોર હતા. તેઓ નો જન્મ બર્ડાઈ બ્રાહ્મણ ઔદિચ્ય સહસ્ત્ર યજુર્વેદ બ્રાહ્મણ કુળ માં સવંત ૧૯૨૦ માં પોષ સુદ સાતમ ના રોજ થયો. તેઓ એ કોઈ અભ્યાસ કર્યો ન હતો પરંતુ ના યોગી જીવન અને જ્ઞાન ને લીધે અધ્યાત્મ શક્તિ વડે બ્રહ્માંડ વિશે આત્મ બોધ થી જ્ઞાન પ્રાપ્તિ કરી હતી. તેઓ આત્મ જ્ઞાની હતા અને અનંત નું જ્ઞાન તેઓ પાસે હતું.

તેઓ આલેચ બરડા ડુંગર તથા ગિરનાર પર વિચારતા  રેવતાચલ ક્ષેત્ર માં પરિભ્રમણ કર્યું
 
પૂર્વ જન્મ ના સંસ્કારો જાગૃત થતાં તેઓ ને ૨૦ વર્ષ ની વયે વૈરાગ્ય ની જાગૃતિ થઈ અને તીર્થાટન તથા તપોમાય જીવન વિતાવવા ગૃહ ત્યાગ કર્યો. 

કૌટુંબિક જીવન::
પરંતુ માતા પિતા અને કુટુંબ નાં આગ્રહ થી તેઓ ફરી તેઓ ને પાછા બોલાવતા આગ્રહ ને વશ પરત આવ્યા અને ખેતી કામ માં કુટુંબ ને મદદ કરતા. તેઓ ના સાંસારિક જીવન માં કોઈ સંતાન ન હતું તેઓ ના પત્ની સવંત ૧૯૫૭ માં અવસાન થયું.
     તેઓ માનતા હતા કે તેઓ નું જીવન ૫૦ વર્ષ નું છે તેઓ એ જીવન દરમ્યાન પોતાના દેહ ને યોગ અગ્નિ માં તપોબળ થી તપ દ્વારા શરીર ને હોમવા આકરી તપશ્ચર્યા કરી.
આકરી તપશ્ચર્યા અને યોગ અગ્નિ માં દેહ ને તપાવ્યો :
તેઓ એ આકરી તપશ્ચર્યા કરી અને દેહ ને બ્રહ્મ અગ્નિ માં હોમવા તેઓ એ તપશ્ચર્યા કરી પરંતુ ભક્તો ની વિનવણી થી તેઓ એ દેહ ટકાવ્યો.
૧. સવંત ૧૯૬૪ માં આકરું તપ કર્યું પરંતુ વિપ્ર નરભેરામ માસ્તર ની વિનવણી થી જીવન ટકાવ્યું.

૨ સવંત ૧૯૬૯ માં આકરું તપ કર્યું બરડા ડુંગર અભાપરા ખાતે આકરું તપ કર્યું પરંતુ ભગત દવા રામ બાપા ની જગ્યા માં તેડી લાવ્યા અને વલ્લભ દાસ, ગોકળ દાસ, વિઠ્ઠલ દાસ ની વિનવણી થી જીવન ટકાવ્યું.

૩.સવંત ૧૯૭૪ માં આકરું તપ કર્યું ગીર  માં આકરું તપ કર્યું પરંતુ મુરું પટેલઅને સાજ ણ પટેલ ની વિનવણી થી જીવન ટકાવ્યું.

૪.સવંત ૧૯૭૫ માં આકરું તપ આભાપરા ખાતે કર્યું પરંતુ વિપ્ર કરશન જી ધનજી તેડી લાવ્યા અને તેઓ ની વિનવણી થી જીવન ટકાવ્યું.
 
તેઓ રચિત " જ્ઞાન પ્રકાશ" સરળ વાણી માં વેદાંત જેવો ગ્રંથ જેમાં બ્રહ્માંડ, જ્યોતિષ વિષે, દિશા શૂળ, દિગ્ધા ફળ, સવંત્સર વર્ષ ફળ, સ્વર જ્ઞાન, પિંડ અને બ્રહ્માંડ નો સંબંધ તથા ગ્રહસ્થશ્રમ વિશે સરળ ભાષા માં સમજાવેલ છે. 

તેઓ ના ભક્તો એ ભક્તો ના પરચા પૂર્યા છે  ને આજ પણ પરચા પુરે છે અને મનોકામના પૂર્ણ કરે છે.


નામ: ત્રિકમ રાય જી
પિતા નું નામ: હરિદાસ ભાઇ
માતા નું નામ: લાછ બાઈ જી 
જન્મ: સવંત ૧૯૨૦ બ્રહ્મલીન :૧૯૮૬ મહા વદ ૧૩,( મહા શિવરાત્રી)

પૂ. બાપુ ના મંદિર ની ધ્વજારોહણ ના પણ મનોરથ ભક્ત ગણ અને પરિવાર દ્વારા માં રાખવા માં આવે અને પોતાનો મનોરથ પૂર્ણ કરે.

તેઓ વિશે માહિતી "જ્ઞાન પ્રકાશ" ગ્રંથ આધારિત સૌજન્ય અને સાભારથી અહીં ભાવ વંદના કાલી ઘેલી ભાષા માં કરી પૂજ્ય શ્રી ત્રિકમાચાર્ય બાપુ ની ૧૫૭ મી જન્મ જયંતી પ્રાગટ્ય દિન નિમિત્તે "ભાવ વંદના" કરી છે. કોઈ ભૂલ ચૂક હોય તો ક્ષમ્ય ગણશો.

અસ્તુ.

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐