રામ કાજ કરિબે કો આતુર....શ્રી ગૌરાંગ વ્યાસ ,કેશોદ
राम काज करिबे को आतुर
રામ કાજ કરિબે કો આતુર....શ્રી ગૌરાંગ વ્યાસ
કેશોદ શહેર ભાજપ સક્રિય સદસ્ય અને એજી બી એસ કેશોદ પૂર્વ પ્રમુખ શ્રી ગૌરાંગ ભાઇ વ્યાસ હાલ માં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ હેતુ નિધિ સમર્પણ મહા અભિયાન સમિતિ ના કાર્યાલય પ્રમુખ તરીકે નીમાયેક છે અને આ અભિયાન માટે ખાસ સેવા આપી રહ્યા છે
તેઓ આ અભિયાન તા.૧૫.૧.૨૧ થી ૨૭.૨.૨૧ સુધી નિધિ સમર્પણ સમિતિ દ્વારા ચાલનાર આ અભિયાન માં જોડાયા છે. તેઓ પોતાના ક્રોસ વર્લ્ડ યામાહા શો રૂમ ખાતે કાર્યાલય નો પ્રારંભ કરી સેવા આપી રહ્યા છે.
આપણે સહુ જાણીયે છીએ કે 492 વર્ષ ના સંઘર્ષ બાદ અયોધ્યામાં પ્રભુ રામચંદ્રજી ના જન્મ સ્થાન પર મંદિર નિર્માણ ની પ્રક્રિયા આગળ વધી રહી છે. તેઓ હાલ 15 જાન્યુઆરી મકરસંક્રાંતિ થી લઇ ને 27 ફેબ્રુઆરી માઘ પૂર્ણિમા દરમ્યાન આ અભિયાન ચાલવાનું છે. તેમાં રામ મંદિર નિર્માણ માં ખાસ સેવા આપી રહ્યા છે.
આ સમિતિ માં કેશોદ ના ગૌરાંગ ભાઇ અને અન્ય ટીમ સદસ્ય સેવા આપી તેઓ કેશોદ શહેર તથા તાલુકા ના ગામો માં અભિયાન ચલાવી રામ ભક્ત પરિવાર ના ઘરે ઘરે જઈ તથા જન સંપર્ક કરી નિધિ સંગ્રહ માટે કામ કરવા જઈ રહ્યા છે.
કેશોદ તાલુકા અને શહેર રામ જન્મભૂમિ મંદિર નિર્માણ હેતુ નિધિ સમર્પણ મહા અભિયાન સમિતિ ::
મેહુલભાઈ ગોંડલિયા, સંયોજક
હસમુખ ભાઇ સિ ધ્ધપરા, સહ સંયોજક
મુકેશ ભાઇ ભાલાણી, હિસાબ પ્રમુખ
ગૌરાંગ ભાઇ વ્યાસ, કાર્યાલય પ્રમુખ
હમીર ભાઇ ભેડા, સંત સમિતિ સંયોજક
ભાવેશ ભાઇ ઘોડાસ રા, બેનર સમિતિ સંયોજક
પ્રવીણ ભાઈ ક રંગીયા, પ્રચાર પ્રસાર પ્રમુખ
વિશેષ માં અત્રે જણાવવા નું કે જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા ગૌરાંગ ભાઇ વ્યાસ ની આગામી નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓ ની ચુંટણી ઓ આવી રહી છે ત્યારે પક્ષ દ્વારા કેશોદ વોર્ડ નંબર ૬ ના ઇન્ચાર્જ તરીકે નીમ્યા છે અને જવાબદારી સોંપી છે.
સદસ્ય પરિચય:
નામ: ગૌરાંગ તુલસીદાસ વ્યાસ, કેશોદ
વતન: કેશોદ
માતા: ધીરજ બેન વ્યાસ
પિતા :તુલસીદાસ છગન લાલ વ્યાસ
મોસાળ: મૂળશંકર દુર્લભજી જોશી, ગેરેજ (ધેડ) તા.પોરબંદર
પરિવાર માં કુલ બે સંતાન માં એક પુત્ર ચી.આર્યન તથા એક પુત્રી કુ. મિસ્ટી
કેશોદ એજી બી એસ યુવા સદસ્ય શ્રી ગૌરાંગ ભાઇ વ્યાસ કેશોદ ( બોર્ન: ૧૯૭૩) ની સામાજિક સંસ્થાઓ તથા કેશોદ શહેર ભાજપ ના ઉપપ્રમુખ તેમજ વ્યવસાયે તેઓ ટુ વ્હીલર ડીલર તથા કંસ્ત્રકશન ના વ્યવસાય માં જોડાયેલ છે.
Comments
Post a Comment