વર્તમાન મા જીવો.....ભૂતકાળ ને ત્યજી...ભવિષ્ય ની ચિંતા ના કરો.
વર્તમાન માં જીવો*________'" *
તમે ક્યારેય *ફ્યુઝ બલ્બ* જોયો છે?
બલ્બ ફ્યુઝ થયા પછી, શું કોઈ જોવે છે કે બલ્બ કઈ કંપનીનો બનેલો હતો અથવા કેટલા વોટનો હતો અથવા તેમાં કેટલો પ્રકાશ કે ઝગમગાટ હતો? બલ્બ ના ફ્યુઝ થયા પછી ઊપર ની કોઈ વિગત નુ જરાય મહત્વ નથી, લોકો આવા બલ્બને કચરા ટોપલી માં નાંખે છે કે નહીં!
આપણે ક્યાં કામ કરતા હતા કે આપણે કેટલા મોટા વ્યાપારી કે ઉધોગપતિ હતા, કેટલા મોટા/નાના હોદ્દા પર હતા, આપણી સ્થિતિ/વટ શું હતો? આ બધાથી કોઈ ફરક પડતો નથી.
કેટલાક લોકો પોતાના પદ કે પ્રતિષ્ઠા,ધન, યૌવન કે બળ અથવા શક્તિ ને લઈને એટલા બધા ભૂતકાળ સાથે જોડાઈ ને જીવતા હોય છે. જેને લીધે દુઃખી થયા કરે છે.
જો તમારી પાસે ઐશ્વર્ય,શક્તિ,બળ,સત્તા હોય તો યથાશકિત સમાજ ના કે સમૂહ અથવા જરૂરિયાત મંદ ને મદદ રૂપ થજો.
જેથી નિવૃત્તિ મા આ સત્કાર્ય નો આનંદ રહેશે
આનંદ મા રહેવા ઈચ્છાતા હો કે માનસિક સુખી થવા માટે વર્તમાન મા જીવો.
અસ્તુ.
Comments
Post a Comment