::મંદિર ની સ્થાપના અને ભેડા જોશી પરિવાર વિશે:: પ્રાસંગિકલેખ ::. ::પોરબંદર વિદ્યાર્થી ભવન ખાતે તા.૧૪.૧.૨૨ ના રોજ ગાયત્રી મંદિર નો પાટોત્સવ સંપન્ન થયો.::

( સને ૨૦૨૦ ના નૂતન મંદિર સ્થાપના સમયે ની તસવીર)
પોરબંદર વિદ્યાર્થી ભવન ખાતે તા.૧૪.૧.૨૨ ના રોજ ગાયત્રી મંદિર નો પાટોત્સવ સંપન્ન થયો....મંદિર ની સ્થાપના અને ભેડા જોશી પરિવાર વિશે:: પ્રાસંગિક લેખ ::
ગાયત્રી મંદિર સ્થાપના અને  પ્રતિષ્ઠાન :: 
પોરબંદર વિદ્યાર્થી ભવન પરિસર મા ગાયત્રી મંદિર આવેલ છે જેની સ્થાપના ભેડા જોશી પરિવાર દ્વારા કરવા મા આવેલ છે.

ગાયત્રી એ બ્રાહ્મણો ના આરાધ્ય દેવી છે અને વિદ્યાર્થી ભવન મા વિદ્યાર્થી ઓ દ્વારા સંધ્યા વંદન અને આરાધના સાથે વિદ્યા પ્રાપ્તિ થાય તે હેતુ થી ગાયત્રી માતા જી ની મૂર્તિ ની સ્થાપના ભેડા જોશી પરિવાર દ્વારા તેઓ ના પિતાશ્રી રામજી ભાઈ મયારામ જોશી તથા માતુશ્રી દયા બેન રામજી જોશી ના સ્મરણાર્થે  વિક્રમ સવંત ૨૦૭૬ મા પોષ વદ ૪ ના દિવસે કરવા મા આવેલ છે.

રેવા શંકર ભાઈ રામજી ભાઈ જોશી અને ભેડા જોશી પરિવાર ::

શ્રી રેવા શંકર ભાઈ રામજી જોશી અને જોશી ભેડા પરિવાર ના શ્રી કાંતિ ભાઈ, શ્રી જયંતી ભાઈ, ડો. હેમંત ભાઈ,  સુરેશ ભાઈ, દિનેશ ભાઈ વી. દ્વારા ગત સને ૨૦૨૦ મા તા.૧૪.૧.૨૦ ના પૂજન તથા નૂતન મંદિર  સ્થાપન પ્રતિષ્ઠા નું ભવ્ય આયોજન કરાયું હતું. શ્રી મૌલિક ભાઈ એચ જોશી ભેડા અને પરિવાર હવન પૂજન ના યજમાન તરીકે રહ્યા હતા.

રેવા શંકર ભાઈ જોશી ભેડા જોશી પરિવાર ના સદસ્ય છે અને તેઓ નું મૂળ પૈતૃક વતન ભોડદર તા.રાણાવાવ છે. તેઓ વર્ષો થી રાણાવાવ સ્થાયી થયા છે અને  પ્રિન્ટિંગ ના વ્યવસાય મા છે તેઓ ગાયત્રી પ્રિન્ટિંગ પ્રેસ વ્યવસાયિક એકમ ધરાવે છે.
   
શૈક્ષણિક સંસ્થા રાણાવાવ સ્થિત મજીઠીયા ગર્લ્સ હાઈસ્કૂલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી છે. 

અત્રે જણાવવા નું કે તેઓ પોરબંદર એજી બી એસ વિદ્યાર્થી ભવન પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે હાલ કારોબારી સદસ્ય છે.

તેમજ તેઓ દ્વારા પોરબંદર સમૂહ યજ્ઞોપવિત તથા લગ્નોત્સવ ના લગ્ન કંકોત્રી નિમંત્રણ કાર્ડ વી.ના પ્રિન્ટિંગ ની સેવા પણ પૂરી પાડે છે.

ભેડા પરિવાર ના શ્રી રેવા શંકર ભાઈ જોશી આજ રોજ પાટોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અને ધર્મ લાભ લઈ અને યજ્ઞ તથા પાટોત્સવ  પૂજન પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.

તા.14.1.22 ના પાટોત્સવ ની  અહેવાલ યાદી ::

એજી બી એસ વિદ્યાર્થી ભવન,પોરબંદર, પ્રમુખ શ્રી દુષ્યંત ભાઈ મહેતા ની યાદી તા.૧૪.૧.૨૨ :: વિદ્યાર્થી ભવન પોરબંદર પરિસર સ્થિત ગાયત્રી મંદિરનો પાટોત્સવ  તા.૧૪-૧-૨૦૨૨ ના રોજ સંપન્ન ::

શ્રી જે એ જોષી બ્રાહ્મણ બોર્ડિંગ (શ્રીનાથ દાદા તળ), પોરબંદર ખાતે શ્રી ગાયત્રી મંદિરનો આજ તા.૧૪-૧-૨૦૨૨ના રોજ પાટોત્સવ હોય તે નિમિતે આપણે દર વર્ષની જેમ આ વખતે પણ શ્રી ગાયત્રી યજ્ઞનું આયોજન હાલની કોરોના મહામારીના કારણે બિલકુલ ટુંકમાં કર્યુ હતુ જેમાં ગાયત્રી પરિવારના વિદ્વાન બ્રાહ્મણ આચાર્યશ્રી સુભાષભાઈ ભટ્ટ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી આ મંગલ કાર્ય સંપન કરવામાં આવ્યું હતું. યજમાન તરીકે શ્રી જે એ જોષી બ્રાહ્મણ બોર્ડિંગ (શ્રીનાથ દાદા તળ), પોરબંદરના પ્રમુખશ્રી દુષ્યંતભાઈ મહેતા દંપતી જોડાયા હતા અને વ્યવસ્થાના ભાગરૂપે કારોબારી સભ્યશ્રી રેવાશંકરભાઈ જોષી દંપતી સતત સાથે રહ્યા હતા. આ તકે ટ્રસ્ટીશ્રી ગિરીશભાઈ વ્યાસ દંપતી, ટ્રસ્ટીશ્રી રમેશભાઈ જોષી, ખજાનચીશ્રી સુરેશભાઈ જોષી પણ આ મંગલ કાર્યમાં સહભાગી બન્યા હતા..
(તે સિવાય હાલની કોરોનાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભોજન, ફરાળ વિગેરે કોઈપણ જાતની વ્યવસ્થા રાખેલ ન હતી.)
🙏🏻🚩🙏🏻🚩🙏🏻


અસ્તુ.

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐