મંદિર બહાર દર્શન કરી પ્રવેશ દ્વાર પાસે બેસવા નું મહાત્મ્ય શું ? ત્યાં બેસી ક્યો શ્લોક બોલી પ્રાર્થના કરવી ? વાંચો
🙏🏻દર્શન કરી મંદિર બહાર નીકળી મંદિર પરિસર ના ઓટે બેસવું શા માટે ? અને ભગવાન પાસે શું માંગવું ?
🙏🏻તમે મંદિર માં દર્શન કરો ત્યારે આંખ ખુલ્લી રાખવી કે બંધ ?
🙏🏻અહીં મંદિર પરિસર ના પ્રવેશ દ્વાર બહાર દર્શન કરી બેસી કયા શ્લોક સાથે ભગવાન ને પ્રાર્થના કરવાની*________'" *
આ અંગે વિચારી એ તો જરૂર થી થાય કે દર્શન શબ્દ સંસ્કૃત દૃષ ... દૃષ્યતે - પરથી આવેલ છે. જેના પરથી વિવિધ શબ્દો જેવા કે દૃશ્ય, દૃષ્ટિ,દૃશ્યમાન, દ્રષ્ટિકોણ,દર્શન વિ શબ્દો ની વ્યુત્પત્તિ થઇ છે.
જેથી "દર્શન" વિશે ઘણા બધા અર્થ થઇ શકે જેમ કે "vision" પણ એક અર્થ છે અને દર્શન શાસ્ત્ર
દર્શન એ વ્યક્તિ ની બહાર થી અંદર તરફ જવા ની પ્રક્રિયા છે.
આંતર યાત્રા જરૂરી છે જેથી બાહ્ય,ભૌતિક પદાર્થ પર સાથે ની મમતા અને અહંતા મૂકી અંદર તરફ પ્રયાણ કરે એટલે શાંતિ પ્રાપ્ત થાય.
જેથી મંદિર માં ભગવાન ના દર્શન કરી જ્યારે પ્રવેશ દ્વાર બહાર આવી ઓટે બેસી આંખ બંધ કરી જે તમે પરમાત્મા ના દર્શન કર્યા છે તેને વિનંતી કરવા ની છે. જે આ પ્રથા છે તેથી બહાર આવી મંદિર ના પ્રવેશ દ્વાર ના ઓટે બેસવા નું માહત્મ્ય છે.
ત્યાં બેસી નીચે ના શ્લોક સાથે પરમાત્મા ને વિનંતી અને પ્રાર્થના કરવાની છે.
अनायासेन मरणं विना दैन्येन जीवनम्।
देहान्ते तव सान्निध्य देहि मे परमेश्वरम॥🙏
સહજતા થી મૃત્યુ, કષ્ટ વિના નું જીવન અને મૃત્યુ અંતે પરમાત્મા નું સાંનિધ્ય (કોઈ જગ્યા એ શ્લોક માં સાયુજ્ય ની વાત એટલે કે પરમાત્મા સાથે એકરૂપતા ની વિનંતી છે) ની વિનંતી
અન્ય એક શ્લોક: થોડા ફરક સાથે ::
अनायासेन मरणं विना दैन्येन जीवनम् ।
देहान्ते तव सायुज्यं देहि मे पार्वतीपते ॥
અનાયાસ મરણ::give me death without pain જ્યારે પણ મૃત્યુ થાય તે તકલીફ અને દુઃખ વિના નું મરણ થાય તેવી વિનંતી ઈશ્વરે ને કરાઈ છે.
દૈન્ય વિના નું જીવન::grant me a life where I am not dependent on anyone એવું આત્મ નિર્ભર જીવન દે કે જેમાં હું કોઈ પર આધારિત ન રહું.
હું પોતે જાતે મારી દૈનિક ક્રિયા સ્વયં સ્વસ્થ રહી કરી શકું. ઉઠું, બેસું,બોલું,ભોજન કરું.
તે ક્રિયા ઓ માટે કોઈ ની પર આધારિત ન રહું તેવી પરમાત્મા પાસે માંગણી અને વિનંતી છે.
દેહાંત પછી પરમાત્મા નું સાંનિધ્ય :: તેમજ મૃત્યુ સમયે પરમાત્મા નું સાનિધ્ય ની માંગણી કરી તે પાસે રહે અને તેનું દર્શન થાય તેવી વિનંતી છે.
અહીં જે શ્લોક છે તેમાં વ્યક્તિ ની અનંત ઈચ્છાઓ ગાડી,બંગલો,સંતાનો,બેંક બેલેન્સ,મિત્રો,સ્વાસ્થ્ય વી. માંગણી પૂર્ણ કરવા માટે ફક્ત ત્રણ વિનંતી સાથે થોડા શબ્દો માં ઘણી માંગણી ની વિનંતી કરાઇ છે. લાંબુ લિસ્ટ બનાવી માંગણી નથી કરાઈ precise request છે.
જેથી મંદિર પરિસર માં દર્શન કરી બહાર પરિસર ના પ્રવેશ દ્વાર ના ઓટા પર બેસો ત્યારે જરૂર થી બંધ આંખ રાખી પ્રાર્થના કરજો
अनायासेन मरणं विना दैन्येन जीवनम्।
देहान्ते तव सान्निध्य देहि मे परमेश्वरम॥🙏
આ છે મંદિર પરિસર ના પ્રવેશ દ્વાર બહાર દર્શન કરી બેસવા નું મહાત્મ્ય.
અસ્તુ.
©️નરેન્દ્ર જોશી
Comments
Post a Comment