પરશુરામ ધામ,પોરબંદર ના "અવસર નાદ" - શીલા ન્યાસ તથા ૫૧ કુંડી ગાયત્રી યજ્ઞ પ્રસંગે.... તા.૧૬.૪.૨૨.

પરશુરામ ધામ,પોરબંદર ના "અવસર નાદ" - શીલા ન્યાસ તથા ૫૧ કુંડી ગાયત્રી યજ્ઞ  પ્રસંગે.... તા.૧૬.૪.૨૨. 

શુભેચ્છા સાથે💐🙏🏻

જ્યાં અર્પણ બ્રહ્મ છે,અને જે અર્પણ કરે છે તે બ્રહ્મ છે.

સાધન, પદાર્થ, કર્તા અને કાર્ય - અર્પણ એ બધા બ્રહ્મ છે

ब्रह्मार्पणं ब्रह्म हविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् |
ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ||

બ્રાહ્મણો જ્યાં સંગઠિત થઈ પોતે ઘોંઘાટ નથી કરતા પરંતુ "નાદ" - જાગૃત કરી રહ્યા છે જે વિકાસ અને સંગઠન નો નાદ નું ગુંજન છે.

અહીં વિકાસ ની સીડી નું પોરબંદર ખાતે સોપાન - પગથિયું બનાવી રહ્યા છે.

આ સકારાત્મક કાર્ય થઈ રહ્યું છે.

જ્યાં બ્રાહ્મણો આચાર્ય છે જ્યાં બ્રાહ્મણો યજમાન છે. જે યજ્ઞ કાર્ય પણ છે અને યજ્ઞ કાર્ય નું હોમવા માટે નું હવિ પણ છે.

આ પ્રસંગ વિશે ઘણું બધું લખાઈ ચૂક્યું છે જેથી ફરી લખી " પૂનારોકિત  દોષ" નહિ કરતા  ફરી એક વખત આ સુકિત અને શ્લોક સાથે.... 

ॐ सहनाववतु।
सह नौ भुनक्तु।
सह वीर्यं करवाव है।
तेजस्वि नावधीतमस्तु मा विद्विषाव है।
ॐ शान्तिः शान्तिः शान्तिः।।

સર્વે ને જય પરશુરામ.
તેમજ આજ હનુમાન જયંતી નિમિત્તે શુભેચ્છા
તથા હનુમાન જી ને પ્રાર્થના

बल, बुद्धि, विद्या देहु मोहि, हरहु कलेश विकार


પ્રોજેક્ટ ની ટુંકી વિગત::
  સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ ટ્રસ્ટ,પોરબંદર સને ૧૯૯૨ માં ૧૮/૧૨/૧૯૯૨ થી ચેરિટી કમિશનર માં નોંધાયલ ટ્રસ્ટ છે.

ટ્રસ્ટ દ્વારા સને૨૦૧૯ માં સમાજની શૈક્ષણિક સામાજિક સાંસ્કૃતિક  અને ધાર્મિક પ્રવૃતિઓ માટે અને બ્રહ્મ સમાજનું સંગ ઠન માળખું મજબૂત બને તેવા વિવિધ હેતુઓ માટે ગુજરાત સરકાર સમક્ષ વિધિવત જમીન ની માંગણી કરવામાં આવેલ હતી. 

જે અન્વયે  ૨૦૦૦ ચો. મી. ( આશરે ૨૪૦૦ ચો.વા.,) મંજૂર થઈ છે.   
 સંકુલ  બાંધકામ પ્લાન::
    સરકાર શ્રી માં મંજૂર પ્લાન મુજબ અહી વિદ્યાર્થી માટે નું સ્કૂલ બિલ્ડિંગ,દશ રૂમ સાથે વિદ્યાર્થી છાત્રાલય, લાયબ્રેરી, કાર્યાલય, રસોડું,કોઠાર રૂમ,બે હોલ,  મંદિર, યજ્ઞ શાળા, , તથા કમ્પાઉન્ડ વોલ વી.નું બાંધકામ સાથે શૈક્ષણિક સંકુલ આકાર પામવા જઈ રહ્યું છે.

આભાર 🙏🏻💐
ડાહ્યા ભાઇ જોશી
ગીરીશ ભાઇ વ્યાસ
અશ્વિન ભાઇ દવે
ગજેન્દ્ર ભાઇ વ્યાસ
દુષ્યંત ભાઇ મહેતા

વિનીત🙏🏻💐
@નરેન્દ્ર જોશી 9427502399

Comments

  1. હર હર મહાદેવ.....આ સુન્દર કાર્ય બદલ દરેક ભૂદેવો ને પ્રણામ અને શુભેચ્છાઓ...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐