એજી બી એસ ના પ્રથમ એમ બી બી એસ ડૉક્ટર કોણ?
ચાલો આજ એક વિશેષ વ્યક્તિ પરિચય અંતર્ગત એજી બી એસ ના પ્રથમ એમ. બી. બી.એસ. ડોકટર ને મળીએ...
જી હા,એજી બી એસ ના પ્રથમ એમ. બી. બી.એસ. ડોકટર ભેડા જોશી પરિવાર ના શ્રી હેમંત ભાઈ રામજી ભાઈ જોશી,પોરબંદર
તેઓ નો જન્મ સને,૧૯૫૧ માં ૧૧ ફેબ્રઆરી ના ભેડા જોશી પરિવાર માં પિતાશ્રી રામજી ભાઈ મયારામ જોશી તથા માતુશ્રી દયા બેન રામજી જોશી ને ત્યાં થયો.
સ્વભાવ - લો પ્રોફાઈલ - તેઓ હંમેશા પ્રસિદ્ધિ થી દુર રહેવા નો સ્વભાવ ધરાવે.
સરળ અને શાંત અને નિડર થઈ કામ કરવા માં માને.
છેલ્લે તેઓ ભાવસિંહજી ગવર્ન મેન્ટ સીવીલ હોસ્પિટલ ખાતે થી આર.એમ. ઓ. વર્ગ - ૧ ની ફરજ માંથી ફેબ્રુઆરી ૨૦૧૨ માં નિવૃત્તિ લીધી
હાલ તેઓ પોરબંદર સ્થિત વિવિધ સંસ્થાઓ સાથે જરૂર પડ્યે મેડિકલ સેવા આપી પોતે યથા શક્તિ મદદ રૂપ થાય
તેઓ પોરબંદર સ્થિત ભિમેશ્વર મહાદેવ મિત્ર મંડળ સિનિયર સિટીઝન ના ગ્રુપ સદસ્ય તરીકે એક ડૉક્ટર મિત્ર તરીકે સેવા કાર્ય કરતા રહે છે.
તેઓ ના ક્લિનિક પર નિયમિત સવારે ૧૦ થી ૧ સુધી ફેમિલી ડૉક્ટર તરીકે દર્દી ઓ માટે સમય ફાળવે તેમજ જરૂરિયાત મંદ ને નિઃશુલ્ક સારવાર અને દવા આપી મદદ રૂપ થાય છે
સાદગી પૂર્ણ સંતોષ ની લાગણી સાથે ની નિવૃત્ત જીંદગી જીવી રહ્યા છે
તેઓ ની મુલાકાત કરી ત્યારે તેઓ સાથે ની મુલાકાત માં તેઓ એ એક ડોક્ટર તરીકે પોતે શબ્દો માં લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે
"પબ્લિક અને પેશન્ટ નું હિત જોવાનું તે મુખ્ય ઉદ્દેશ અને તેઓ ને સેવા ના ભાવ સાથે સંતોષ આપવો અને એ મુખ્ય હેતુ"
તેઓ કહે છે કે "શરૂઆત નું શિક્ષણ ભોડદર ગામ અને સરકારી શાળા પ્રાથમિક શિક્ષણ રાણાવાવ લીધું"
બાદ માં હાઈસ્કૂલ નો અભ્યાસ ભાવનગર કર્યો.
તેઓ કહે કે "મોટા ભાઈ જયંતિ ભાઇ ટેકસટાઇલ એન્જી.તરીકે ભાવનગર મીલ માં જોડ્યા જેથી તેઓ ની સાથે તેઓ ભાવનગર રહ્યા અને હાઈસ્કૂલ નું શિક્ષણ તેઓ સનાતન વિવિધ લક્ષી હાઈસ્કૂલ ભાવનગર ખાતે થી લીધું."
નેશનલ સ્કોલાર::
તેઓ એસ.એસ. સી. માં
ડીસ્ટીકશન સાથે પાસ થયા હતા અને તેઓ અવલ્લ માર્ક સાથે પાસ થયા હોય નેશનલ સ્કોલરશીપ હાયર એજ્યુકેશન માટે મળી આમ તેઓ નેશનલ સ્કોલાર રહ્યા.
અભ્યાસ::
પોરબંદર ખાતે સાયન્સ કોલેજ માં એફ. વાય. બી. એસ. સી. સાયન્સ ઉચ્ચ માર્ક સાથે પૂર્ણ કર્યું અને જામનગર ખાતે એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ માં ૧૯૭૨ માં પ્રવેશ મળ્યો. તેઓ એ ૧૯૭૭ માં એમ.બી.બી.એસ. નો અભ્યાસ પૂર્ણ કર્યો.
મેડિકલ નું શિક્ષણ મોંઘુ પરંતુ તેઓ ને સરકારી ક્વોટા માં એડમીશન મેરીટ. આધારે મળ્યું.
" સરકાર દ્વારા મેડિકલ શિક્ષણ ફી માફી રહી. જેને આપણે બીજા શબ્દો માં કહી એ મફત આટલું શિક્ષણ મળ્યું."
તેઓ જણાવે છે કે "મેડિકલ માં પ્રવેશ મળ્યો અને આર્થિક સલામતી વાળું જીવન અને વ્યવસાય જેથી તેઓ નો ઉદ્દેશ સેવા નો રહ્યો."
તે માટે જરૂર થી આ અંગે gratitude વ્યક્ત કરતા જણાવ્યું કે સમાજ ને કંઇક પાછું સેવા ના રૂપ માં જરૂર થી આપવું તેવો ભાવ વ્યક્ત કર્યો .
સૌરાષ્ટ્ર ના હાલ જે નવી પેઢી ના મેડિકલ ડૉક્ટર છે જે મોટા ભાગ ના તેઓ પાસે અન્ડર ઇન્ટર્ન શીપ કરી ચૂક્યા છે.જેથી તેઓ નું સૌરાષ્ટ્ર મેડિકલ ડૉક્ટર વર્તુળ માં એક સન્માન વાળું સ્થાન.
સરકાર ની ખાસ મેડિકલ ટીમ ના અધિકારી તરીકે હોનારત અને સંકટ સમયે વિશેષ સેવા ::
તેઓ એ મેડિકલ ઓફિસર તરીકે ૧.મોરબી હોનારત વખતે મોરબી ખાતે ખાસ ફરજ બજાવી.
૨. વિશેષ જૂનાગઢ શહેર ના ૮૦ દસક માં આવેલ કોલેરા તથા
૩. પોરબંદર ના ફ્લડ વખતે સને ૧૯૮૩ માં ખાસ ફરજ દસ દિવસ બજાવી.
૪.રાધનપુર મેલેરિયા રોગચાળો કંટ્રોલ માટે જૂનાગઢ જિલ્લા ની ખાસ ટીમ માં પણ ફરજ બજાવી.
સાદગી પૂર્ણ સંતોષ ની લાગણી સાથે ની નિવૃત્ત જીંદગી ::
તેઓ ના ક્લિનિક પર નિયમિત સવારે ૧૦ થી ૧ સુધી ફેમિલી ડૉક્ટર તરીકે દર્દી ઓ માટે સમય ફાળવે તેમજ જરૂરિયાત મંદ ને નિઃશુલ્ક સારવાર અને દવા આપી મદદ રૂપ થાય છે
સાદગી પૂર્ણ સંતોષ ની લાગણી સાથે ની નિવૃત્ત જીંદગી જીવી રહ્યા છે
ટુંક પરિચય::
નામ: હેમંત ભાઈ રામજી ભાઈ જોશી
હાલ:: પોરબંદર
પૈતૃક વતન:ભોડદર તા.રાણાવાવ
જન્મ તારીખ: ૧૧.૨.૧૯૫૧
અભ્યાસ: એમ.બી.બી.એસ. (પ્રવેશ : ૧૯૭૨ - પાસ આઉટ વર્ષ: ૧૯૭૭)
નોકરી માં જોડ્યા:તા. ૩.૨.૭૯
નિવૃત્ત તા.:: ૨૮.૨.૨૦૧૨
માતા: શ્રીમતી દયા બેન રામજી જોશી
પિતા:શ્રી રામજી ભાઈ મયારામ જોશી
મોસાળ:: કેશોદ હરજીવન કાલિદાસ ભાઈ વ્યાસ પરિવાર
મામા: વૃજલાલ ભાઈ, કૃષ્ણ કાંત ભાઇ,ચંદુભાઇ વ્યાસ
ભાઈઓ::
શ્રી કાંતિ ભાઈ, શ્રી જયંતી ભાઈ, રેવાશંકર ભાઈ, સુરેશ ભાઈ, દિનેશ ભાઈ વી.
અભ્યાસ::
પોરબંદર ખાતે સાયન્સ કોલેજ માં એફ. વાય. બી. એસ. સી. સાયન્સ ઉચ્ચ માર્ક સાથે પૂર્ણ કર્યું અને જામનગર ખાતે એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ માં ૧૯૭૨ માં પ્રવેશ મળ્યો. તેઓ એ ૧૯૭૭ માં અભ્યાસ પૂર્ણ કર્યો.
અભ્યાસ બાદ ઇન્ટર્ન શીપ પોરબંદર ભાવસિંહજી સરકારી સીવીલ હોસ્પિટલ ખાતે કરી.
તેઓ ની પ્રથમ પોસ્ટિંગ મેડિકલ ઓફિસર તરીકે જૂનાગઢ જિલ્લા ના વિસાવદર ખાતે તા.૩.૨.૭૯ ના રોજ થઈ.
લગ્ન અને સંતાનો::
યોગનું યોગ કે સંજોગ તેઓ ના લગ્ન ૧૧ ફેબ્રુઆરી ૧૯૭૮ ના રોજ જામનગર સ્થિત મહેતા પરિવાર ના શ્રી રસિક લાલ ચુનીલાલ મેહતા ( ધીરુ ભાઈ વ્યાસ ગાંજા વાળા ના ભાણેજ) અને વિજયા બેન ના પુત્રી દીપુ બેન સાથે થયા.
સંતાનો::
તેઓસંતાનો માં એક પુત્ર મૌલિક ભાઈ અને બે પુત્રી ફાલ્ગુની બેન અને દર્શના બેન અને પરણિત જીવન માં સ્થાયી.
તેઓ ની પ્રથમ પોસ્ટિંગ જૂનાગઢ જિલ્લા ના વિસાવદર ખાતે તા.૩.૨.૭૯ ના રોજ થઈ.
છેલ્લે તેઓ ભાવસિંહજી ગવર્ન મેન્ટ સીવીલ હોસ્પિટલ ખાતે થી આર.એમ. ઓ. વર્ગ - ૧ ની ફરજ માંથી ફેબ્રુઆરી ૨૦૧૨ માં સ્વૈચ્છિક નિવૃત્ત થયા.
તેઓ ની નોકરી ની શરૂઆત જ્યાં તેઓ એ ઇન્ટર્ન શીપ કરી તે સ્થળે થી નિવૃત્તિ થઈ જે ખાસ સંજોગ રહ્યો.
સ્ટાફ નો પ્રેમ::
તેઓ એ સરકારી નોકરી દરમિયાન સબોર્ડીનેટ સ્ટાફ નો પ્રેમ સંપાદન કર્યો અને હાલ નિવૃત્તિ બાદ પણ પણ તેઓ નો સીવીલ હોસ્પિટલ નો સ્ટાફ તેઓ ને યાદ કરે છે.
સરળ સ્વભાવ::
તેઓ ભાગ્યે કોઈ ને ડૉક્ટર તરીકે ની ઓળખાણ આપે.
તમો તેની સાથે વાત ચીત માં જરા પણ ખ્યાલ ન આવે કે તમે કોઈ ડૉક્ટર શ્રી સાથે વાત કરો છો. તદ્દન સરળ સ્વભાવ તેઓ ના વતન માં પણ આવી એક સરળ વ્યક્તિ તરીકે ની છાપ.
પોરબંદર વિદ્યાર્થી ભવન પરિસર મા ગાયત્રી મંદિર સ્થાપના::
ભેડા જોશી પરિવાર દ્વારા ગાયત્રી મંદિર સ્થાપના પિતાશ્રી રામજી ભાઈ મયારામ જોશી તથા માતુશ્રી દયા બેન રામજી જોશી ના સ્મરણાર્થે વિક્રમ સવંત ૨૦૭૬ મા પોષ વદ ૪ ના દિવસે સ્થાપના કરવા મા આવેલ છે.
ઉપસંહાર અને સમાપન:
આપણા પોરબંદર સ્થિત એજી બી એસ ના પ્રથમ એમ બી બી એસ ડૉક્ટર શ્રી હેમંત ભાઈ જોશી
સમાજ માટે સેવા ઉપયોગી કાર્યો અને હેલ્થ ના ક્ષેત્ર માં અને અન્ય રીતે મદદ રૂપ થતા રહે તેવી અભ્યર્થના સહ તેઓ ની દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય પ્રદ જીવન માટે ભગવાન સોમનાથ પાસે કામના.
અસ્તુ.
@નરેન્દ્ર ભાઇ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯
Comments
Post a Comment