આપ નિઃશુલ્ક એસ્ટ્રોલોજી ક્લાસ માં જોડાવા ઈચ્છો છો ?
આપણા મુબાઈ સ્થિત સદસ્ય શ્રી નીતિન ભાઈ ઇન્દ્રવદન ભાઇ ભટ્ટ ( વ્યાસ) વૈદિક જ્યોતિષ સંસ્થાન, કાંદિવલી સાથે ૨૦૧૩ થી જોડાયેલ છે
તેઓ એ મુંબઈ યુનિવર્સિટી સંલગ્ન નગીન દાસ ખંડવા વાલા કોલેજ મલાડ ખાતે થી એમ.એ વિથ ઇકોનોમિકસ માં પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે.તેમજ તેઓ સર્જીકલ ઇન્સ્ટ્ર મેન્ટ સપ્લાયર સાથે મુંબઈ ખાતે જોબ કરે છે.
જ્યોતિષ, હસ્ત રેખા, વાસ્તુ શાસ્ત્ર, સ્વર જ્ઞાન જ્યોતિષ અને ખગોળ તથા વૈદિક સાંસ્કૃતિક ની પ્રચાર પ્રસાર કરતી સંસ્થા માં જયોતિષ એસ્ટ્રોલોજી ના વ્યાખ્યાતા તરીકે માનદ સેવા આપે છે.
વધુ વિગત માટે શ્રી નીતિન ભાઈ ના સંપર્ક નંબર :: +91-9820657528
વૈદિક જ્યોતિષ સંસ્થાન, કાંદિવલી શું પ્રવૃત્તિઓ કરે છે ?
સંસ્થા જ્યોતિષ નું વૈજ્ઞાનિક રીતે પ્રચાર પ્રસાર કરી અંધ માન્યતા ઓ દૂર કરવા પ્રયત્નો કરે છે.
સંસ્થા શૈક્ષણિક વર્ગ ચલાવી ખોટી માન્યતા ભ્રામક વાતો વિશે શુદ્ધ વૈજ્ઞાનિક ખગોળ દર્શન સાથે માર્ગદર્શન આપે છે.
તેમજ જ્યોતિષ કુંડળી ગણિત, પંચાગ વિશે સમજણ, હસ્ત રેખા, વાસ્તુ શાસ્ત્ર,સ્વર જ્ઞાન જ્યોતિષ,ખગોળ જ્ઞાન વી.ની સાચી સમજણ લોકો માં આપે છે. તેમજ ખગોળ દર્શન વિશે ની સમજ પણ આપે છે નક્ષત્ર અને ગ્રહો વિશે ટેલિસ્કોપ થી આકાશ દર્શન પણ આયોજન તથા ટૂર નું આયોજન કરવામાં આવે છે.
સંસ્થા નો ઉદ્દેશ અને હેતુ શું ::
"જ્યોતિષ શીખો અને સ્વ અને લોકો નું કલ્યાણ કરો"
ખગોળ વિજ્ઞાન વિશે ટૂર આયોજન::
થોડા સમય પહેલા ૨૦૨૨ માં ગુજરાત ના ધરમ પુર ખાતે એ સ્ટ્રો નો મી સેન્ટર ની ટૂર નું આયોજન કરી અને ખગોળ શાસ્ત્ર નું સમજણ અને નક્ષત્ર અને ગ્રહો વિશે ટેલિસ્કોપ થી આકાશ દર્શન પણ આયોજન થયું હતું.
આવી રીતે પ્રચાર પ્રસાર માટે વિવિધ સંસ્થાઓ ની મુલાકાત અને પ્રવાસ આયોજન જે અભ્યાસુ ઓ જ્ઞાન માં વધારો થાય તે માટે કરવા માં આવે છે.
અભ્યાસક્રમ અને પાઠ્ય પુસ્તક::
સંસ્થા દ્વારા જન્મભૂમિ પંચાગ અભ્યાસક્રમ તરીકે અપનાવેલ છે.
જન્મભૂમિ પંચાગ મુજબ જ્યોતિષ અભ્યાસક્રમ નું વિવિધ વિષયો અને મુદ્દા ઓ પ્રમાણે અભ્યાસ ક્રમ માં જ્યોતિષ વિદ્યાનું જ્ઞાન આપવા માં આવે છે.
સત્ર શરૂઆત::
અભ્યાસ શૈક્ષણિક સત્ર શરૂઆત
દર વર્ષ જાન્યુઆરી માસ થી નવા સત્ર નો પ્રારંભ થાય છે
જ્યોતિષ અભ્યાસ ક્રમ ::
૧.જ્યોતિષ નો ત્રણ વર્ષ નો કોર્ષ
૨.વાસ્તુ શાસ્ત્ર નો બે વર્ષ નો કોર્ષ
૩.સ્વર જ્ઞાન જ્યોતિષ નો એક વર્ષ નો કોર્ષ
સમય ગાળો (duration of course) ::
૧. જ્યોતિષ,હસ્ત રેખા વી.
ત્રણ વર્ષ નો કોર્સ
જ્યોતિષ નો ત્રણ વર્ષ નો કોર્ષ
અભ્યાસ ક્રમ અંતે એનાયત પદવી::
પ્રથમ વર્ષ: વૈદિક હસ્ત રેખા વિજ્ઞાતા અને વૈદિક જ્યોતિષ પ્રવેશ
(અભ્યાસ ક્રમ પ્રથમ વર્ષ અંતે એનાયત પદવી)
દ્વિતીય વર્ષ: વૈદિક જ્યોતિર ભૂષણ
(અભ્યાસ ક્રમ દ્વિતીય વર્ષ અંતે એનાયત પદવી)
તૃતીય વર્ષ:: વૈદીક જયોતિષ માર્તંડ
(અભ્યાસ ક્રમ તૃતીય વર્ષ અંતે એનાયત પદવી)
૨. વાસ્તુ શાસ્ત્ર જ્યોતિષ કોર્ષ
બે વર્ષ નો કોર્સ
અભ્યાસ ક્રમ અંતે એનાયત પદવી::
પ્રથમ વર્ષ: વૈદિક વાસ્તુ પ્રવેશ
(અભ્યાસ ક્રમ પ્રથમ વર્ષ અંતે એનાયત પદવી)
દ્વિતીય વર્ષ:વૈદિક વાસ્તુ ભૂષણ(અભ્યાસ ક્રમ દ્વિતીય વર્ષ અંતે એનાયત પદવી)
૩.સ્વર જ્ઞાન
એક વર્ષ નો કોર્સ
અભ્યાસ ક્રમ અંતે એનાયત પદવી::
:: વૈદિક સ્વર જ્ઞાન જ્ઞાતા
અભ્યાસ ક્રમ ફી:: નિઃશુલ્ક
કોઈ જાત ની ફી વગર જ્યોતિષ નું શિક્ષણ આપવા માં આવે છે.
::પ્રવેશ લાયકાત::
જ્યોતિષ ના કોર્સ ના અભ્યાસ માં જોડાવા માટે
સામાન્ય જ્ઞાન ધરાવતા કોઈ પણ ઉંમર ના વ્યક્તિ ને ભેદભાવ વગર જ્ઞાન આપવા માં આવે છે.
અભ્યાસ ક્રમ નું ભાષા માધ્યમ::
હિન્દી અને ગુજરાતી બન્ને માધ્યમ માં જ્યોતિષ વર્ગ માં અપાતું શિક્ષણ
બોરીવલી કેન્દ્ર
શનિવાર બપોરે ૪ થી૬(ગુજરાતી માધ્યમ ક્લાસ)
સોમવાર સાંજે ૭ થી ૯ (ગુજરાતી માધ્યમ ક્લાસ)
મલાડ કેન્દ્ર
રવિવાર સવારે ૯ થી ૧ ( ગુજરાતી તથા હિન્દી બન્ને માધ્યમ ના ક્લાસ)
નામાંકિત માનદ સેવા આપતી ફેકલ્ટી ઓ::
૧.શ્રી હરિલાલ માલદે
૨. શ્રીમતી વર્ષા રાવલ
૩.શ્રી જયેશ વાઘેલા
૪.શ્રી પ્રદીપ જોશી
૫.શ્રીમતી પ્રતિમા પંડ્યા
૬.શ્રી નીતિન ભટ્ટ
૭.શ્રી તેજસ જૈન
૮.શ્રીમતી પ્રમીલા પંચાલ
૯.શ્રીમતી પ્રીતિ ઠાકર
૧૦.ડૉ. હિમાંશુ વ્યાસ
૧૧. શ્રીમતી વિવેક શાહ
૧૨.શ્રીમતી રૂપલ દમણિયા
સંસ્થા ના પ્રમુખ::
શ્રી આચાર્ય અશોક જી
સેલ ફોન સંપર્ક નંબર ::
૯૩૨૨૨૬૧૭૦૯
૭૦૪૫૪ ૭૦૬૬૧
ઇ મેઇલ આઇડી::
vjtvv1@gmail.com
સંસ્થાની સ્થાપના વર્ષ :: સને ૨૦૦૯ થી પ્રચાર પ્રસાર કરી રહી છે
સરનામું::
વિશ્વકુંજ સોસાયટી, ૧૨૧/૪૪ડી સેક્ટર ૧, ચારકોપ કાંદિવલી (વેસ્ટ) મુંબઈ - ૪૦૦૦૬૭
ઉપસંહાર અને સમાપન::
ખોટી ભ્રામક માન્યતાઓ ને દૂર કરી લોકો માં જ્યોતિષ વિશે સાચી સમજ આપી અને "જ્યોતિષ શીખો અને સ્વ અને લોકો નું કલ્યાણ કરો" જેવા ઉમદા હેતુ અને ઉદ્દેશ થી કામ કરતી નિઃશુલ્ક કોઈ જાત ની ફી વગર જ્યોતિષ નું શિક્ષણ આપતી સંસ્થા ની પ્રગતિ માટે શુભેચ્છા તેમજ સંસ્થા ના શ્રી આચાર્ય અશોક જી તથા પ્રાધ્યાપક ગણ ને નિઃસ્વાર્થ ભાવે કાર્યરત છે તેઓ ને અભિનંદન
Related link:
https://g.co/kgs/pwgHSf
અસ્તુ.
@નરેન્દ્ર જોશી

Comments
Post a Comment