બળેવ ઉત્સવ મુંબઈ વિદ્યાર્થી સન્માન સમારોહ સંપન્ન તા.૧૪.૮.૨૨
મુંબઈ એજી બી એસ નો બળેવ નિમિત્તે નો વિદ્યાર્થી સન્માન સમારોહ સંપન્ન....આ સાથે પ્રાપ્ત ફોટો તથા ટુંકી વિગત આ સાથે સભ્યો માટે સાદર...... - એડ મીન
મુંબઈ તા.૧૪.૮.૨૨
મુંબઈ બળેવ ઉત્સવ ના ભાગ રૂપે તા.૧૪.૮.૨૨,રવિવાર ના મુંબઈ બળેવ ઉત્સવ ના ભાગ રૂપે વિદ્યાર્થી સન્માન સમારોહ, સાંસ્કૃતિક પ્રોગ્રામ નું આયોજન કાંદિવલી ખાતે અદુકિયા સ્કૂલ માં યોજાયો. તથા જ્ઞાતિ ભોજન સંપન્ન થયું.
આ પ્રસંગે અગ્રણી સદસ્યો દ્વારા પ્રસંગ સાંજે ૫.૩૦ કલાકે શરૂ થયો જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી તારલાઓ નો સત્કાર સમારોહ, અને જ્ઞાતિ ભોજન સાથે ક.૯.૩૦ વાગ્યે રાત્રે પૂર્ણ થયો.
કાર્યક્રમ ની શરૂઆત દિવંગત સદસ્યો ને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.
તેમજ કુ.રોશની ભરત ભાઈ વ્યાસ દ્વારા ગણપતિ વંદના સ્તુતિ અને દીપ પ્રાગટ્ય સાથે શરૂઆત કરવા માં આવી હતી.
પુષ્પ ગુચ્છ આપી સ્વાગત::
શ્રી શિરીષ ભાઈ મેહતા નું પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. શ્રી પિયુષ ભાઈ એચ.જોશી નું મનીષ ભાઈ જોશી, મંત્રી શ્રી સેવા નિધિ નાઓ એ પુષ્પગુચ્છ આપી આવકાર્યા.શ્રી નરેન્દ્ર ભાઇ જે.વ્યાસ નું સેવા નિધિ ઉપ પ્રમુખ શ્રી એ પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કર્યું તેમજ શ્રી પ્રકાશ ભાઈ એલ દવે નું શ્રી ભરત ભાઈ એચ. વ્યાસ ના ઓ એ પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કર્યું.તેમજ ચંપા બેન જોશી નું શ્રીમતી પૂજા બેન જોશી દ્વારા પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું.
સાંસ્કૃતિક કાર્યક્રમ અને સ્ટેજ સંચાલન અને એન્કરીંગ::
આ સાંસ્કૃતિક મનોરંજન ની જુદી જુદી આઇટમ રજૂ વી. સ્ટેજ ડાંસ ગીત વી. રજૂ કરવા માં આવી હતી આ પ્રસંગ નું સ્ટેજ સંચાલન અને અન્કરીંગ કુ.માનસી યોગેશ ભાઈ જોશી ના ઓ એ રજૂ કર્યું હતું.
સંસ્કૃતિ કાર્યક્રમ માં ભાગ લેનાર દરેક ને રોકડ ઈનામ ₹૧૦૦ શ્રી શૈલેષ ભાઈ દિનેશ ચંદ્ર મહેતા તરફ થી આપવા મા આવેલ. તેમજ અન્ય જ્ઞાતિ અગ્રણી ઓ દ્વારા પ્રોત્સાહન રૂપે રોકડ ઈનામ આપવા મા આવેલ.
આ પ્રસંગે સેવા નિધિ દ્વારા પણ દરેક સાંસ્કૃતિક કાર્યક્રમ માં ભાગ લેનાર દરેક ને તાંબા નો ગ્લાસ આપવા માં આવે છે.
મંચસ્થ અગ્રણી શ્રી ઓ::
આ પ્રસંગે મંચસ્થ અગ્રણી શ્રી શિરીષ ભાઈ મેહતા વ્યાપાર તંત્રી, શ્રી નરેન્દ્ર ભાઇ જે.વ્યાસ જમના વડા સેવા ટ્રસ્ટ,પ્રમુખ શ્રી મુંબઈ,શ્રી પિયુષ ભાઇ એચ. જોશી,મુંબઈ આ પ્રસંગ એ વિદ્યાર્થી ઓ ને પ્રોત્સાહિત ઈનામ પૂરું પાડનાર દાતા શ્રી, અગ્રણી શ્રી અને સેવા નિધિ સદસ્ય શ્રી પ્રકાશ ભાઈ એલ.દવે,મુંબઈ એજી બી એસ પૂર્વ પ્રમુખ શ્રીમતી ચંપા બેન જોશી વી.દ્વારા પ્રસંગ એ ઉપસ્થિત રહ્યા હતા. અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
નિલેશ ભાઈ બિપીન ચંદ્ર મેહતા ની ખાસ સેવા માટે માન્યો આભાર::
*જે સ્ટુડન્ટ્સ ના રિઝલ્ટ સેવા નિધિ પાસે આવે એ રિઝલ્ટ જોવા નું ઘણા વર્ષો થી સેવાનિધિ એ શ્રી નિલેશભાઈ ને જ કામ સોંપ્યું છે*
*શ્રી નીલેશભાઈ વર્ષો થી શૈક્ષણિક નું કામ સંભાળે છે આ સેવા બદલ સેવા નિધિ મુંબઈ તેમનો ખૂબ જ આભાર મા ન્યો.
🏅 મેડલ તથા કોન્સોલેશન પ્રાઇઝ આપી દરેક નું સન્માન::
અત્રે જણાવવનું કે સેવા નિધિ દ્વારા દરેક ધોરણ મા 1st અને, 2nd રેન્ક આવ્યા હોય તે તેજસ્વી તારલાઓ ને સિલ્વર 🏅 મેડલથી સન્માનિત કરવામાં આવ્યા.
તેમજ દરેક વિધાર્થીઓ ને કોન્સોલેશન પ્રાઇઝ આપવા મા આવ્યું.
આ સન્માન સમારોહ માં આશરે ૮૧ જેટલા વિદ્યાર્થી ઓ નું મેડલ તથા કોન્સોલેશન પ્રાઇઝ વિતરણ કરવા માં આવ્યું હતું.
શ્રી પિયુષભાઈ હરસુખભાઈ જોષી ( એરડા વાળા જોશી પરિવાર)મુંબઈ નું સન્માન સમારંભ માં ખાસ આર્થિક યોગદાન ::
શ્રી પિયુષભાઈ હરસુખભાઈ જોષી મુંબઈ તરફ દ્વારા સને ૨૦૨૨ ના આજ તા.૧૪.૮.૨૨ ના વિદ્યાર્થી સન્માન ના દાતા શ્રી રહ્યા હતા અને. દરેક વિધાર્થીઓ ને સન્માનિત ઇનામો આપવા મા આવ્યા હતા
સેવા નિધિ એજ્યુકેશન ફંડ માં પણ શ્રી પિયુષભાઈ ભાઈ જોષી વર્ષો થી એજ્યુકેશન ફંડ મા સારો આર્થિક સહયોગ કરે છે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલ વિદ્યાર્થી ઓ નું સન્માન::
પ્રમુખ શ્રી મહેશ ભાઈ વ્યાસ દ્વારા તાજેતર મા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલ વિદ્યાર્થી ઓ નું બહુમાન કર્યું હતું.
મંજુલાબેન નવીનચંદ્ર શિવલાલ વ્યાસ પરિવાર તરફ થી રોકડ ઈનામ અને વિદ્યાર્થી ઓ નું સન્માન::
SSC મા 1ST આવ્યું તેને તેમજ CA ફાઉન્ડેશન,CA ઇન્ટર,CA ફાઇનલ કર્યું તે સ્ટુડન્ટ્સ ને અનુક્રમે 1000,1500,2000 નું રોકળ ઈનામ મંજુલાબેન નવીનચંદ્ર શિવલાલ વ્યાસ પરિવાર તરફ થી આપવા મા આવ્યું*
મુંબઈ સેવા નિધિ દ્વારા જ્ઞાતિ ઇતર માં પરણિત દીકરી ઓ તથા તેઓ ના કુટબ ને ખાસ આમંત્રણ::
આપની દીકરી બીજી જ્ઞાતિ મા સાસરે હોઈ એમના માતા પિતા એ દીકરી,જમાઈ, બાળકો ને આમંત્રણ આપવા માં આવ્યું હતું.
બળેવ જ્ઞાતિ ભોજન ના મુખ્ય દાતા શ્રી::
જ્ઞાતિ ભોજન ના મુખ્ય દાતા શ્રીમતિ તેજલ બેન પરેશભાઈ (શિકાગો યુએસ) નાઓ તરફ થી જ્ઞાતિ ભોજન ના દાતા રહ્યા હતા. તેઓ તરફ થી રૂ.૧,૧૧૦૦૦=૦૦ (રૂ.એક્ લાખ અગ્યાર હજાર) આપ્યા હતા*
વિદ્યાર્થી સન્માન સમારોહ જ્ઞાતિ ભોજન ના મુખ્ય દાતા શ્રીમતી તેજલ બેન વિશે વિશે::
આપણા સ્વ.શ્રી દિનેશ ભાઈ મંગળ જી મહેતા ( પૈતૃક વતન : મહિયારી તા જી. પોરબંદર) તથા સ્વ. ચંદ્રિકા બેન ના પુત્રી શ્રીમતી તેજલ બેન પરેશ ભાઈ નાઓ હાલ શિકાગો અમેરિકા સ્થિત છે.
અત્રે જણાવવાનું કે તેઓ જૂનાગઢ એજી બી એસ ટ્રસ્ટી શ્રી પ્રકાશ ભાઈ એમ. મહેતા (મહીયારી વાળા) ના ભત્રીજી છે.
તેઓ શ્રી શૈલેષ ભાઈ મહેતા તથા શ્રીમતી વર્ષા બેન મહેતા વ્યાસ ના બહેન છે.
તેઓ વિદેશ હોવા છતાં વતન અને જન્મભૂમિ ઈંડિયા સાથે નો લગાવ છે. તેઓ હાલ કર્મ ભૂમિ શિકાગો યુ.એસ.ખાતે વ્યાપાર સાથે સંકળાયેલ છે અને ત્યાં ઘણા સમય થી સ્થાયી છે આપણા એજી બી એસ ના સદસ્યો જેઓ નિર્મળ મહાદેવ ખાતે તેઓ દ્વારા એજી બી એસ મુંબઈ જ્ઞાતિ ભોજન માં પણ અગાઉ બે વાર આર્થિક સહયોગ આપી ચૂક્યા છે.
પ્રસંગ ના ચા ના ના દાતા શ્રી ::
આ પ્રસંગે ચા ની વ્યવસ્થા રાખવા મા આવી હતી જે અંગે નો ખર્ચ ના દાતા શ્રી ભૂપત ભાઈ કરુણા શંકર જોશી મુંબઈ સેવા નિધી ઉપપ્રમુખ શ્રી રહ્યા હતા.
દિવંગત સદસ્યો ને શ્રદ્ધાંજલિ અને રાષ્ટ્રભક્તિ::
આ પ્રસંગે કોરોના કાળ દરમિયાન મહામારી દિવંગત સદસ્યો ને બે મિનિટ ના મૌન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
વિશેષ સેવા નિધિ સક્રિય કાર્યકર
1 સ્વ પ્રકાશભાઈ કેશવલાલ મહેતા,
2.સ્વ રજની કાંત દયારામ વ્યાસ
ને સખેદ સ્મૃતિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
તેમજ આઝાદી ના અમૃત મહોત્સવ ૭૫ વર્ષ ની ઉજવણી દેશભર માં ચાલી રહી છે ત્યારે ત્યાં એકત્રિત સર્વે એ રાષ્ટ્ર સન્માન સાથે રાષ્ટ્રગીત નું ગાન કર્યું હતું. દેશભક્તિ નું ઉદાહરણ પૂરું પાડયું હતું.
સમાપન: અને આભાર:
આ પ્રસંગ ને સફળ બનાવવા પ્રમુખ શ્રી સેવા નિધિ મહેશ ભાઈ તથા ભરત ભાઇ વ્યાસ વી.ટીમ સદસ્યો અને કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવા માં આવી હતી.
પ્રમુખ શ્રી દ્વારા આભાર::
સેવાનિધિ પ્રમુખ શ્રી મહેશભાઈ વ્યાસ એ આભાર વિધિ કરી દાતા શ્રી ઓ તથા સર્વે નો આભાર માન્યો હતો
- એડ મીન
નોંધ:: પ્રસંગ ના ફોટો અંગે નું આલ્બમ નીચે ની લીંક પર ઉપલબ્ધ છે.
અહીં ક્લિક કરો::
https://m.facebook.com/groups/1498480080420193/permalink/3166638083604376/
@ નરેન્દ્ર ભાઇ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯
( ઇનપુટ્સ સૌજન્ય : શ્રીમતી ગીતા બેન જોશી અને શ્રી ભરત ભાઈ વ્યાસ
Comments
Post a Comment