આઝાદી ની ૧૯૪૨ ના ઓગસ્ટ ક્રાંતિ ના જૂની પેઢી ના એજી બી એસ સ્વાતંત્ર્ય વીર સદસ્યો ને વંદન.

આઝાદી ના અમૃત મહોત્સવ વર્ષ નિમત્તે શબ્દ વંદના

એજી બી એસ ના ૧૯૪૨ ના ઓગસ્ટ ક્રાંતિ માં સ્વતંત્રતા માટે આંદોલન માં ભાગ લેનાર જૂની પેઢી ના એજી બી એસ સદસ્યો ને વંદન.

કોણ હતા આ સદસ્યો ? 
     સને ૧૯૪૨ ના  ૮ મી ઓગસ્ટ ના રોજ મુંબઈ ખાતે ના ગોવાળિયા ટેન્ક મેદાન ખાતે થી પૂ. મહાત્મા ગાંધીજી એ " Quit India "ભારત છોડો" નું ચળવળ નું એલાન કરી બ્રિટિશરો ને ભારત છોડવા માટે કહ્યું હતું અને આંદોલન કર્યું હતું. 
      સ્વરાજ્ય બાદ આ મેદાન ને ઓગસ્ટ ક્રાંતિ મેદાન તરીકે નામકરણ કરવા માં આવ્યું.
     અહીં મુંબઈ તાર દેવ ખાતે ગોવાળિયા ટેન્ક મેદાન ખાતે થી જાહેર મા " Quit India "ભારત છોડો" નું ચળવળ નું એલાન કરી ભાષણ આપી આંદોલન માટે આહ્વાન કર્યું હતું.
    ભારત ને સ્વરાજ્ય અંગે ક્રીપ્સ મિશન  ની  નિષ્ફળતા ગયા બાદ ગાંધીજી એ "Do or Die" -  "કરો યા મરો" ના નારા સાથે ઓગસ્ટ ક્રાંતિ મેદાન, તાર દેવ મધ્ય મુંબઈ ખાતે થી આંદોલન ની શરૂઆત કરી હતી.
     આઝાદી ના અમૃત મહોત્સવ ઉજવણી વર્ષ અંતર્ગત આપણા એજી બી એસ ના આ આંદોલન માં ભાગ લીધો હતો તેઓ ને યાદ કરી એ.
      કોણ હતા આ સદસ્યો ? 

જરૂર થી તેઓ ને યાદ કરી શબ્દાંજલિ આપી વંદના કરી એ.

(૧)
સ્વાતંત્ર્ય સેનાની સ્વ.કરુણા શંકર ભાઈ જોશી,મુંબઈ ને સ્મરણાંજલિ ( ૧૯૦૯ - ૧૯૮૨)” 
    સ્વ.કરુણા શંકર ભાઈ જોશી,મુંબઈ નાઓ સને ૧૯૪૨ માં તેઓ  ૩૩ વર્ષ ની યુવા વયે સ્વતંત્ર ભારત આઝાદી ની ચળવળ માં સક્રિય ભાગ લીધો
      સને ૧૯૪૨ ની ભારત છોડો આંદોલન ની હાકલ વખતે ગવલિયા ટેન્ક અગસ્ત ક્રાંતિ મેદાન ખાતે ની રેલી માં ભાગ લીધો જવાહર લાલ નહેરુ, વિજયા લક્ષ્મી પંડિત,જય પ્રકાશ નારાયણ સાથે રહી ધ્વજ વંદન કાર્ય ક્રમ માં ભાગ લીધો અને આ રેલી દરમ્યાન તેઓ જય પ્રકાશ નારાયણ સાથે રહી ધ્વજ રક્ષણ કર્યું.
    જો કે આ રેલીમાં પોલીસ દ્વારા લાઠી ચાર્જ થતાં અને ટી યર ગેસ ના ફાયરિંગ માં તેઓ ને ઇજા થઇ પરંતુ રાષ્ટ્ર ધ્વજ નું રક્ષણ કર્યું અને તેઓ એ આ ધ્વજ ને અંગ્રેજ પોલીસ ના હાથ માં ન આવવા દીધો.
હાલ હજુ તે ધ્વજ તેના વારસદારો પાસે સ્મૃતિ રૂપે છે
   આ ૧૯૪૨ ની ભારત છોડો આંદોલન માં સ્વ.શ્રી કરુણા શંકર ભાઈ ના તત્કાલીન સાથીઓ આપણા એજી બી એસ ના સભ્યો પૂજ્ય શ્રી કામેશ્વર ભાઈ ગગજી વ્યાસ, રમણીક ભાઈ જોશી વી. હતા
   શ્રી કરૂણા શકર ભાઈ એ બાળ ગંગાધર તિલક, સરદાર વલ્લભ ભાઈ પટેલ, જય જય પ્રકાશ નારાયણ જેવા મહાનુભાવો સાથે  સ્વાતંત્ર્ય સંગ્રામ ભાગ લીધેલો.

શ્રી કરુણા શંકર પુરુષોત્તમ જોશી ઉર્ફે જીજી ભાઈ વિશે::
      શ્રી કરુણા શંકર પુરુષોત્તમ જોશી ઉર્ફે જીજી ભાઈ નો જન્મ તા.૩૦.૭.૧૯૦૯ માં જૂનાગઢ જિલ્લા ના માંગરોળ પાસે સંડા ગામે થયો
પોતાના ગામ સાંડાં સ્કૂલ ની વ્યવસ્થા ન હોવાથી તેઓ એ પ્રાથમિક શાળા નો અભ્યાસ માધવપુર મુકામે ત્રિભોવન દાસ બાપુ ના આશ્રમ માં રહી લીધો
    તેઓ એ બે ગુજરાતી સુધી અભ્યાસ કર્યો અને ત્યારબાદ પોતાના બહેન સંતોક બહેન મુંબઈ રહેતા ત્યાં મુંબઈ તેર વર્ષની વયે ગયા ત્યાં અંગ્રેજી નો અભ્યાસ કર્યો અને મૂળજી જેઠા કાપડ માર્કેટ માં નોકરી માં જોડાયા
     તેઓ એ દિવસ ના નોકરી અને રાત્રે અભ્યાસ કરી અંગ્રેજી જ્ઞાન પ્રાપ્ત કર્યું તેઓ પ્રથમ સર જમનાદાસ વીઠલ દાસ ને ત્યાં નોકરી માં જોડાયા ત્યારબાદ તેઓ બ્રિટિશ કંપની માં નોકરી એ રહ્યા.આજ આપને જેને મલ્ટી નેશનલ કંપની માં જોબ કરવી એ એક ગૌરવ ની વાત છે તેમ તે જમા ના માં બ્રિટિશ કંપની ઇ ડી સાસૂ ન કંપની માં પોતાના અંગ્રેજી ભાષા ના પ્રભુત્વ ને જ્ઞાન ને લીધે જોડાયા
    તેઓ સ્વભાવે દેશ ભક્તિ અને દેશ ની સ્વાત્રંતા અને આઝાદી માટે ના વિચારો ધરાવતા હતા તેમજ ગાંધી વિચાર ધારાથી રંગાયા હતા.
આમ તેઓ નું નીડર,હિંમતવાન અને ધાર્મિક વિચારો વાળું વ્યક્તિત્વ હતું
    તેઓ જીવ્યા ત્યા સુધી ખાદી ને અપનાવી અને સને ૧૯૮૨ માં તેઓ ૭૩ વર્ષ ની વયે જીવન લીલા સંકેલી કૈલાસ વાસ થયેલ
    શ્રી કરુણા શંકર ભાઈ આપણા હાલ ના મુંબઈ સેવા નિધિ ના ઉપપ્રમુખ શ્રી ભૂપત ભાઇ જોશી ના પિતાશ્રી છે.
(૨)
આદરણીય  સ્વ. શ્રી રેવા શંકર વીરજી જોશી,પોરબંદર વિશે ::
રેવા શંકર ભાઈ વીરજી જોશી (૧૯૦૮-૨૯૯૧)
જન્મ તારીખ: ૮.૩.૧૯૦૮
અવસાન તા.૨૬.૮.૧૯૯૧
 સને ૧૯૪૨ ની લડત માં ભારત છોડો આંદોલન વખતે શ્રી રેવા શંકર ભાઈ વીરજી જોશી,પોરબંદર નાઓ એ દોઢ માસ જેટલો જેલ વાસ પણ સ્વાતંત્ર્ય સેનાની તરીકે ભોગવી હતી.
સ્વાતંત્ર્ય સેનાની  અને જેલ વાસ ૧૯૪૨::
      આ પ્રસંગ ની વિગત એવી છે કે તેઓ પોરબંદર સ્ટેટ માં વડવાળા ગામ ખાતે પ્રાથમિક શાળા ના હેડ માસ્ટર હતા.
  તે સમય દરમિયાન સને ૧૯૪૨ ના  ૮ મી ઓગસ્ટ ના રોજ મુંબઈ ખાતે ના ગોવાળિયા ટેન્ક મેદાન ખાતે થી પૂ. મહાત્મા ગાંધીજી એ " Quit India "ભારત છોડો" નું ચળવળ નું એલાન કરી બ્રિટિશરો ને ભારત છોડવા માટે કહ્યું હતું અને આંદોલન કર્યું હતું. 
   ભારત ને સ્વરાજ્ય અંગે ક્રીપ્સ મિશન  ની  નિષ્ફળતા ગયા બાદ ગાંધીજી એ "Do or Die" -  "કરો યા મરો" ના નારા સાથે ઓગસ્ટ ક્રાંતિ મેદાન, તાર દેવ મધ્ય મુંબઈ ખાતે થી આંદોલન ની શરૂઆત કરી હતી.
શ્રી રેવા શંકર ભાઈ વીરજી જોશી આઝાદી અને સ્વરાજ્ય અંગે ના ગાંધીજી ના વિચારો થી રંગાયેલ હતા.
    તેઓ સ્કૂલ માં વંદે માતરમ્ ગીત વિદ્યાર્થીઓ ને ગવડાવતા અને ગાંધી વિચાર સરણી નો સત્યાગ્રહ નો પ્રચાર વિદ્યાર્થીઓમાં કર્યો  તે માટે તેઓ ની ધરપકડ  થઈ હતી અને દોઢ માસ જેલ ભોગવી હતી
   બાદ ના આ અંગે  પોરબંદર સ્ટેટ નામદાર કોર્ટ માં કેસ ચાલ્યો અને તેમાં બાદ માં તેઓ  નિર્દોષ જાહેર થયા બાદ છુટકારો થયો
   આમ આદરણીય પૂજ્ય રેવા શંકર ભાઈ જોશી ને આ આઝાદી ના અમૃત મહોત્સવ વર્ષ માં યાદ કરી શબ્દાંજલિ સહ વંદન કરી એ.

પૂ. આદરણીય શ્રી રેવા શંકર ભાઈ વીરજી જોશી વિશે:: (૧૯૦૮-૧૯૯૧)
શ્રી રેવા શંકર ભાઈ વીરજી જોશી નો જન્મ 
નેરાણા જોશી પરિવાર માં થયો. તેઓ  એ કોલેજ માં ઇન્ટર સુધી અભ્યાસ કર્યો અને શિક્ષક તરીકે નો વ્યવસાય અપનાવ્યો હતો.
   
      શ્રી રેવા શંકર ભાઈ સને ૧૯૨૮ માં કોલેજ નું ઇન્ટર વર્ષ પાસ કરી અને કૌટુંબિક સ્થિતિ ને લીધે આગળ અભ્યાસ ન કરી શક્યા અને શિક્ષક તરીકે ના વ્યવસાય માં જોડાયા અને ૧૯૩૦ માં તત્કાલીન પોરબંદર રાજવી શ્રી દ્વારા સંચાલિત ભાવ સિંહજી હાઈ સ્કૂલ મા અંગ્રેજી ના શિક્ષક તરીકે જોડાયા હતા તેઓ સ્વાતંત્ર્ય સેનાની હતા અને ૧૯૪૨ માં તેઓ પોરબંદર સ્ટેટ માં વડવાળા ગામ ખાતે પ્રાથમિક શાળા ના હેડ માસ્ટર હતા.
    તેઓ ૧૯૬૩ માં નિવૃત્ત થયા હતા અને તેઓ શિસ્ત ના આગ્રહી હતા.
અત્રે વિષયાંતર સાથે એક વાત કહું છું
       આપણા પોરબંદર બોર્ડિંગ ના મુખ્ય દાતા શ્રી ધીરુભાઈ અમૃતલાલ જોશી, લંડન મૂળ વડવાળા ના અને તેઓ સ્વ.શ્રી રેવા શંકર ભાઇ જોશી ના વિદ્યાર્થી હતા અને રેવા શંકર ભાઇ પાસે ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. જેથી ગુરુ શિષ્ય ના નાતે ધીરુભાઈ  જ્યારે પણ ઈંડિયા આવે ત્યારે જરૂર થી તેમને મળવા અને આશિર્વાદ લેવા આવતા. 
સૌરાષ્ટ્ર સ્ટેટ વખતે ભારત સરકાર દ્વારા બ્રોન્ઝ મેડલ મેળવ્યો::
       તેઓ ને સૌરાષ્ટ્ર સ્ટેટ વખતે ભારત સરકાર દ્વારા ૧૯૫૧ ની પહેલી વસ્તી ગણતરી વખતે સારી કામગીરી માટે સારી કામગીરી માટે રાષ્ટ્રપતિ શ્રી નું બ્રોન્ઝ મેડલ પણ સૌરાષ્ટ્ર સ્ટેટ ના વડા પ્રધાન @ મુખ્ય પ્રધાન  શ્રી ઢેબર ભાઇ ના હસ્તે મળેલ તેઓ ને મળેલ.જે બાર જેટલા શિક્ષક અને કર્મચારીઓ ને મળેલ તે પૈકી ના રેવા શંકર ભાઇ જોશી પણ એક હતા.
    તેઓ સારા તરવૈયા,સંગીત માં હાર્મોનિયમ ના જાણકાર હતા. 
    તેઓ પોરબંદર એજી બી એસ વિદ્યાર્થી ભવન ના પૂર્વ પ્રમુખ અને રેવા શંકર વીરજી જોશી વિદ્યોતેજક ફંડ ના ટ્રસ્ટી શ્રી નટવર ભાઈ જોશી ના પિતાશ્રી છે.

૩.શ્રી કામેશ્વર ભાઈ ગગજી વ્યાસ, મુંબઈ

 શ્રી કામેશ્વર ભાઈ ગગજી વ્યાસ,ગાંધીવાદી વિચારસણી ધરાવતા આપણા જ્ઞાતિ અગ્રણી હતા કેશોદ બોર્ડિંગ ની સ્થાપના માં તેઓ પાયા ના કાર્યકરો પૈકી ના એક હતા તેઓ ૫૦ ના દશક માં આફ્રિકા ફંડ રેજિંગ માટે ગયેલી ના એક સદસ્ય હતા તેઓ નું મૂળ વતન કુક્સવડા અને કર્મ ભૂમિ મુંબઈ રહી.
  (નોંધ:  વિશેષ વિગતો મળ્યે રાઇટ અપ ડેટ કરીશું)

૧.શ્રી કરુણા શંકર પુરુષોત્તમ જોશી ઉર્ફે જીજી ભાઈ
૨  શ્રી રેવા શંકર વીરજી જોશી,પોરબંદર
     અન્ય એજી બી એસ આદરણીય અગ્રણી શ્રી ઓ
૩.શ્રી કામેશ્વર ભાઈ ગગજી વ્યાસ, જેઓ ગાંધીવાદી વિચારસણી ધરાવતા આપણા જ્ઞાતિ અગ્રણી હતા કેશોદ બોર્ડિંગ ની સ્થાપના માં તેઓ પાયા ના કાર્યકરો પૈકી ના એક હતા તેઓ ૫૦ ના દશક માં આફ્રિકા ફંડ રેજિંગ માટે ગયેલી ના એક સદસ્ય હતા તેઓ નું મૂળ વતન કુક્સવડા અને કર્મ ભૂમિ મુંબઈ રહી.
  (નોંધ:  વિશેષ વિગતો મળ્યે રાઇટ અપ ડેટ કરીશું)
૪. શ્રી રમણીક ભાઈ જોશી પણ આ ચળવળ માં ભાગ લીધો હતો
શ્રી રમણીક ભાઈ જોશી,મુંબઈ વિશે સેવા નિધી મુંબઈ ઉપપ્રમુખ શ્રી ભૂપત ભાઈ જોશી માહિતી શેર કરતા જણાવે છે કે:

શ્રી રમણીક ભાઈ  દેશ ની આઝાદી માટે ગાંધી વિચારસરણી ધરાવતા હતા.
તેઓ ને સ્વાતંત્ર્ય સેનાની તરીકે નું સરકાર દ્વારા આઝાદી બાદ પેન્શન પણ કદર રૂપે આપવા મા આવતું હતું.
 
શ્રી રમણીક ભાઈ અને લીલા વંતી બેન બન્ને આઝાદી માટે પોતાનું જીવન સમર્પણ કર્યું હતું અને એ સ્વાતંત્ર્ય સંગ્રામ માં ભાગ લીધો હતો.

તેઓ ના સંતાન શ્રી ચેતન ભાઈ અને પુત્ર વધુ પ્રેમલતા બેન......વિશેષ માહિતી અને ફોટો મળ્યે અહીં અપડેટ્સ કરીશું.

      જો કે અનુક્રમ નંબર ૩ અને ૪ ના અગ્રણી ઓ તેઓ વિશે કોઈ અન્ય કૌટુંબિક વિશેષ માહિતી ઉપલબ્ધ નથી પરંતુ જરૂર થી તેઓ ને યાદ કરી વંદન સહ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું
      તેમજ આ અંગે કોઈ માહિતી તેઓ ના વારસદારો,અન્ય એજી બી એસ અગ્રણીઓ પાસે થી કે અન્ય સંસ્થા ના હોદ્દેદારો પાસે થી મળ્યે  શબ્દ વંદના કરીશું
ઉપસંહાર અને સમાપન::
 ૧૯૪૨ ની ઓગસ્ટ ક્રાંતિ માં સ્વતંત્ર્ય માટે ભાગ લઈ યોગદાન આપનાર આદરણીય સદસ્યો ને વંદન 
૧.શ્રી કરુણા શંકર પુરુષોત્તમ જોશી ઉર્ફે જીજી ભાઈ
૨  શ્રી રેવા શંકર વીરજી જોશી,પોરબંદર
     અન્ય એજી બી એસ આદરણીય અગ્રણી શ્રી ઓ
૩.શ્રી કામેશ્વર ભાઈ ગગજી વ્યાસ, મુંબઈ
૪. શ્રી રમણીક ભાઈ જોશી,મુંબઈ
    🌹એજી બી એસ ના જુની પેઢી ના આધ્ય વડિલો ને કોટિ કોટિ પ્રણામ....ભાવાંજલિ એવં શત શત વંદન.....*
💐🌹💐
અસ્તુ.

@ નરેન્દ્ર ભાઇ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯

નોંધ: અન્ય કોઈ સદસ્યો પાસે આપણા એજી બી એસ ના સ્વાતંત્ર્ય સેનાની અંગે માહિતી ઉપલબ્ધ હોય તો ઉરોકત નંબર પર સંપર્ક કરી વોટ્સ અપ પર મોકલી આપવા વિનંતી
અસ્તુ.

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐