પોરબંદર પરશુરામ ધામ ખાતે વૃક્ષ સ્મૃતિ વન માં ભૂદેવો દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ તા.૩૧.૮.૨૨ ના સંપન્ન

પોરબંદર ખાતે નિર્માણાધિન પરશુરામ ધામ ખાતે "વૃક્ષ સ્મૃતિ વન -  વૃક્ષ મંદિર" કરતા ભૂદેવો ::
બ્રહ્મ પરિવાર નું ભવન પરશુરામ ધામ  પોરબંદર ખાતે નિર્માણાધિન છે ત્યાં વૃક્ષા રોપણ નો " વૃક્ષ સ્મૃતિ વન - વૃક્ષ મંદિર" નું આજ તા.૩૧.૮.૨૨ ના રોજ પૂ.ભાઈ શ્રી રમેશ ભાઈ ઓઝા ના જન્મદિન નિમિત્તે ૩૧ઓગેસ્ટ ગણેશ ચતુર્થી સવંતસરી ના દિવ્ય અને મંગલ દિવસ સવારે ૧૦થી ૧૧ પરશુરામ ધામ સંકુલ, પોરબંદર - વ નાણા ખાતે વૃક્ષરોપણ દ્વારા પુજ્ય ભાઈશ્રી ને જન્મદિવસ ની બધાઈ આપવા સર્વે બ્રહ્મસમાજ ના સદસ્યો દ્વારા કરવા માં આવ્યું.

આ પ્રસંગે પૂ.ભાઈ શ્રી રમેશ ભાઈ ઓઝા ના પ્રતિનિધિ સાંદિપની વિદ્યાલય ના ગુરુજી પ્રધાન આચાર્ય પૂ. શ્રી બિપીન ભાઈ જોશી તથા ફાલ્ગુન ભાઈ મોઢા ની ૪૦ જેટલા ઋષિકુમાર ની ઉપસ્થિતિ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે આશરે ૪૦ જેટલા વૃક્ષો નું વૃક્ષ સ્મૃતિ વન વૃક્ષ મંદિર માં વૃક્ષા રોપણ કરવા માં આવ્યું.
બ્રહ્મ અગ્રણી શ્રી ઓ ની ઉપથીતી::
આ પ્રસંગે ટ્રસ્ટી શ્રી રમણીક ભાઈ પુરોહિત, બ્રહ્મ અગ્રણી શ્રી બી.કે.વ્યાસ ( નિવૃત્ત એ.ટી.આઈ. એસ.ટી.વિભાગ), ટ્રસ્ટી શ્રી દિનેશ ભાઈ કોઠારી ( નાગરિક બેંક વાળા),ટ્રસ્ટી શ્રી હરીશ ભાઈ પુરોહિત (એલ આઈ. સી વાળા)  યુ એસ.સ્થિત દાતા શ્રી રમેશ ભાઈ મહેતા  ના પ્રતિનિધિ તરીકે શ્રી દિનેશ ભાઈ દવે, આર.જી. ટી.કોલેજ ના પ્રાધ્યાપક શ્રી ઉપેન્દ્ર ભાઈ મહેતા,ભીમ ભાઈ જોશી, યુવા શહેર ભા.જ.પ.મંત્રી શ્રી મનસુખભાઈ વ્યાસ, દેવુ ભગત ના શિષ્ય અને શિક્ષક શ્રી સુભાષ ભાઈ દવે, ભરત ભાઈ જા ની ( ભાવ. હાઈ સ્કુલ શિક્ષક શ્રી) વી. ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગ ને સફળ બનાવવા પરશુરામ ધામ પોરબંદર પ્રમુખ શ્રી ડા યા ભાઈ જોશી તથા મંત્રી શ્રી ગીરીશ ભાઈ વ્યાસ અને બ્રહ્મ કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
આ પ્રસંગે ફોરેસ્ટ વિભાગ ના સહયોગ પ્રાપ્ત થયો હતો અને ડી.એફ.ઓ.શ્રી પંડ્યા સાહેબ ના સહકાર થી આસોપાલવ, આંબો, પીપળો વી વૃક્ષ ના રોપા પૂરા પાડવા માં આવ્યા હતા.

આ તકે મંત્રી શ્રી ગીરીશ ભાઈ વ્યાસ એ સર્વે નો આભાર માન્યો હતો.

પરશુરામ ધામ પોરબંદર પ્રોજેક્ટ ની ટુંકી વિગત::
  સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ ટ્રસ્ટ,પોરબંદર સને ૧૯૯૨ માં ૧૮/૧૨/૧૯૯૨ થી ચેરિટી કમિશનર માં નોંધાયલ ટ્રસ્ટ છે.
ટ્રસ્ટ દ્વારા સને૨૦૧૯ માં સમાજની શૈક્ષણિક સામાજિક સાંસ્કૃતિક  અને ધાર્મિક પ્રવૃતિઓ માટે અને બ્રહ્મ સમાજનું સંગ ઠન માળખું મજબૂત બને તેવા વિવિધ હેતુઓ માટે ગુજરાત સરકાર સમક્ષ વિધિવત જમીન ની માંગણી કરવામાં આવેલ હતી. 
જે અન્વયે  ૨૦૦૦ ચો. મી. ( આશરે ૨૪૦૦ ચો.વા.,) મંજૂર થઈ છે.   
 સંકુલ  બાંધકામ પ્લાન::
    સરકાર શ્રી માં મંજૂર પ્લાન મુજબ અહી વિદ્યાર્થી માટે નું સ્કૂલ બિલ્ડિંગ,દશ રૂમ સાથે વિદ્યાર્થી છાત્રાલય, લાયબ્રેરી, કાર્યાલય, રસોડું,કોઠાર રૂમ,બે હોલ,  મંદિર, યજ્ઞ શાળા, , તથા કમ્પાઉન્ડ વોલ વી.નું બાંધકામ સાથે શૈક્ષણિક સંકુલ આકાર પામવા જઈ રહ્યું છે

અસ્તુ.

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐