પોરબંદર એજી બી એસ વિદ્યાર્થી ગણપતિ સ્થાપન ૨૦૨૨

પોરબંદર વિદ્યાર્થી ભવન ખાતે આજે ગણેશ ચતુર્થી નિમિત્તે કોરોના મહામારી સંક્રમણ સમાપ્તિ બાદ બે વર્ષ બાદ તા.૩૧.૮.૨૨ ના રોજ સાંજે ૫.૦૦ વાગે ગણપતિ બાપ્પા નું સ્થાપન કરવા માં આવ્યું.

છેલ્લા ૧૨ વર્ષ ની પરંપ રાં::

છેલ્લા બારેક વર્ષ થી ગણપતિ બાપ્પા ની શ્રી મૂર્તિ પધરાવી સ્થાપના કરી પર્વ ને ધામધૂમ થી ભક્તિ ભાવ સાથે ઉજવવા માં આવે છે.

પુજન અને યજમાન અને ઉપસ્થિતિ:

   આજ સ્થાપન નિમિત્તે વિદ્યાર્થી ભવન ના મંત્રી શ્રી અલ્પેશ ભાઈ જોશી તથા ટ્રસ્ટી શ્રી ગીરીશ ભાઈ યજમાન તરીકે બેઠા હતા અને બાપ્પા નું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અન્ય ટ્રસ્ટી શ્રી યોગેશ ભાઈ જોશી,શ્રી રમેશ ભાઈ જોશી તથા બિલેશ્વર મંદિર સંચાલક મંડળ ના બાબા કાકા @ શ્રી પ્રકાશ ભાઈ જોશી  પણ પુજન માં ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસંગ માટે જહેમત ઉઠાવી:: 

   આ પ્રસંગ ને સફળ બનાવવા વિદ્યાર્થી ભવન કેર ટેકર શ્રી મહેશ ભાઈ જોશી તથા સ્ટાફ શ્રી કાનાભાઈ એ જહેમત ઉઠાવી હતી તથા અન્ય ભાવિક ભક્તો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે મંત્રી શ્રી અલ્પેશ ભાઈ જણાવ્યું હતું કે
   "પોરબંદર વિદ્યાર્થી ભવન ની પરમ્પરા મુજબ જ્ઞાતિ અને સર્વ લોકો ના કલ્યાણ ની ભાવના સાથે ગણપતિજી ની પધરામણી પૂજા અને ભાવ સાથે કરવામાં આવી"
     " સર્વત્ર સુખીનન સંતું ની ભાવના સાથે ગણપતિજી ના ચરણો માં નમન🙏🙏"

ગં ગણતયે નમઃ
ગણપતિ બાપ્પા મોરિયા

અસ્તુ

@નરેન્દ્ર ભાઇ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐