વિદ્યાર્થી ભવન પોરબંદર ના ૫૦ માં વર્ષ ની સુવર્ણ જયંતિ વર્ષ: પરિચય પત્રિકા વિમોચન
વિદ્યાર્થી ભવન પોરબંદર ના ૫૦ માં વર્ષ ની સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે સંસ્થા ની પરિચય પત્રિકા વિમોચન પ્રસંગ નો આંખે દેખ્યો અહેવાલ
પોરબંદર તા.૨૩.૮.૨૨
સ્વાગત::
આમંત્રિત મુખ્ય મહેમાન ગુરુ જી પૂ.શ્રી બિપીન ભાઈ જોશી પૂ.ભાઈ શ્રી રમેશ ભાઈ ઓઝા સંચાલિત વિદ્યાલય ના ગુરુ જી તથા પૂ.શ્રી હિરેન ભાઈ મોઢા નું દુષ્યંત ભાઈ મહેતા તથા શ્રી યોગેશ ભાઈ જોશી ટ્રસ્ટી શ્રી દ્વારા પુષ્પગુચ્છ તથા ફૂલ હાર થી સ્વાગત કરવા માં આવ્યું હતું.
પ્રાસંગિક પ્રવચન::
ગીરીશ ભાઈ વ્યાસ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવા આવ્યું હતું.
પરિચય પત્રિકા વિમોચન ::
પૂ.ભાઈ શ્રી રમેશ ભાઈ ઓઝા સંચાલિત વિદ્યાલય ના ગુરુ જી પૂ.શ્રી બિપીન ભાઈ જોશી તથા પૂ.શ્રી હિરેન ભાઈ મોઢા તથા મંચસ્થ ટ્રસ્ટી શ્રી યોગેશ ભાઈ જોશી અને પ્રમુખ શ્રી દુષ્યંત ભાઈ મહેતા દ્વારા વિમોચન કરાયું.
મુખ્ય મહેમાન ગુરુ જી પૂ.શ્રી બિપીન ભાઈ જોશી નું ઉદબોધન::
મુખ્ય મહેમાન ગુરુ જી પૂ.શ્રી બિપીન ભાઈ જોશી દ્વારા બ્રહ્મ સંગઠન વિશે વાત કરી હતી તથા પ્રાતઃ અને સાયમ સંધ્યા વિશે નું મહત્વ સમજાવ્યું તથા ગીરીશ ભાઈ વ્યાસ અને એજી બી એસ બ્રહ્મ સમાજ ના સાંદિપની પૂ.ભાઈ શ્રી રમેશ ભાઈ ઓઝા ની સંસ્થા સાથે ના ઘનિષ્ઠ સંબંધ અને સેવા અંગે સ્મરણો યાદ કર્યા અને સમાજ ને બિરદાવ્યો હતો.
પરિચય પત્રિકા વિશે::
એજી બી એસ વિદ્યાર્થી ભવન ને ૫૦ વર્ષ પૂર્ણ થતાં હોય સને ૧૯૭૧ થી ૨૦૨૨ ની સફર માં સહભાગી વર્તમાન તથા દિવંગત ટ્રસ્ટી શ્રી ઓ,દાતા ઓ,પ્રમુખ શ્રી ઓ,કારોબારી સદસ્યો કાર્યકર વી.યાદ કરી તેઓ ના નામ સહિત ની જુદા જુદા સમય માં શું કાર્યવાહી થઈ તે ની કલર કોમ્પ્યુટર પ્રિન્ટ ના છ પેજ નું કમ્પાઇલેશન કરી નવી પેઢી અને સમાજ ના સદસ્યો વિદ્યાર્થી ભવન ની પ્રવૃત્તિઓ થી વાકેફ થાય તે હેતુ થી પરિચય પત્રિકા નું વિમોચન કરવા માં આવ્યું હતું.
વિદ્યાર્થી ભવન મંત્રી શ્રી અલ્પેશ ભાઈ જોશી નું અગત્ય ની જાહેરાત::
મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે આ અંગે ડિજિટલ કોપી ઉપલબ્ધ થશે. જેથી ઇલેક્ટ્રોનિક માધ્યમ પર સહેલાઇ થી લોકો સંસ્થા ની પ્રવૃત્તિ થી વાકેફ થઇ શકે.
ઉપસ્થિત અગ્રણીઓ:;
. આ પ્રસંગે જ્ઞાતિ અગ્રણી શ્રી બી.કે.વ્યાસ, મનસુખ ભાઈ મહેતા,ચંદ્રકાંત ભાઈ જોશી,પ્રકાશ ભાઈ @ બાબા કાકા જોશી, ટ્રસ્ટી શ્રી રમેશ ભાઈ જોશી અેરડા વાળા,પૂર્વ પ્રમુખ શ્રી રેવા શંકર રામજી ભાઈ જોશી ભેડા,ડૉ.હેમત ભાઈ જોશી,મુકુંદ ભાઈ એન જોશી માજી એજી બી એસ પ્રમુખ,શાસ્ત્રી શ્રી અજય ભાઈ જોશી,કર્મકાંડી મંડળ પ્રમુખ શાસ્ત્રી શ્રી ભાવિન ભાઈ જોશી,અન્ય અગ્રણી એજી બી સદસ્ય શ્રી હરીશ ભાઈ વિઠ્ઠલજી મેહતા,શ્રી દિલીપ ભાઈ વ્યાસ, વિનોદ ભાઈ જોશી,સુધીર ભાઈ જોશી,નીરવ ભાઈ જોશી,દિલીપ ભાઈ જોશી, કમલેશ ભાઈ જોશી વી.ઉપસ્થિત રહ્યા.
યુવક મંડળ સદસ્યો::
યુવક મંડળ સદસ્યો સંજય એમ.વ્યાસ,અમિત વ્યાસ,, વી.
સમસ્ત બ્રહ્મસમાજ સદસ્યો ની શુભેચ્છા ઉપસ્થિતિ::
આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજ ના શ્રી ઉદય ભાભા વાસુ શિપિંગ વાળા,શ્રી અશ્વિન ભાઈ ઠાકર ઈગલ ટ્રાવેલ્સ વાળા વી.સદસ્યો હાજર રહ્યા હતા.
મહિલા મંડળ સદસ્યો::
મહિલા મંડળ સદસ્યો શ્રીમતી પ્રફૂલા બેન જોશી, પ્રીતિ બેન જોશી,નયના બેન વ્યાસ, જીજ્ઞા બેન જોશી, દક્ષા બેન જોશી અને અન્ય મહિલા સદસ્યો ની ઉપસ્થિતિ માં કર્યું હતું.
સ્ટેજ સંચાલન:
આ પ્રસંગ નું સ્ટેજ સંચાલન વિદ્યાર્થી ભવન મંત્રી શ્રી અલ્પેશ ભાઈ જોશી એ કર્યું હતું. અને સંસ્થા નો ઇતિહાસ અને પ્રવૃત્તિ ઓ નો ચિતાર રજૂ કર્યો હતો.
માનોરથી પરિવાર નું શાલ ઓઢાડી સન્માન::
આ પ્રસંગે માનોરથી પરિવાર શ્રી બી.કે.વ્યાસ અને પ્રભા બેન નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
ઉપસંહાર અને સમાપન::
વિમોચન પ્રસંગ પૂર્ણ થયા બાદ સર્વે ઉપસ્થિત સદસ્યો આજ ના પાટોત્સવ પ્રસંગ ના મનોરથી શ્રી બી.કે.વ્યાસ દ્વારા જ્ઞાતિ ભોજન રાખવા મા આવેલ જે ભોજન પ્રસાદ લઈ સર્વે છૂટા પડયા હતા.
અસ્તુ.
@ નરેન્દ્ર ભાઇ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯
Comments
Post a Comment