::પોરબંદર વિદ્યાર્થી ભવન સ્થિત યજ્ઞ શાળા:: દાતા જોશી પરિવાર,લંડન::

પૂ.શ્રી લાલજી ભાઈ અને ત્રિવેણી બેન જોશી લંડન જેની સ્મૃતિ માં જોશી પરિવાર દ્વારા પોરબંદર એજી બી એસ વિદ્યાર્થી ભવન સ્થિત બિલેશ્વર મંદિર પરિસર માં યજ્ઞ શાળા માટે આર્થિક યોગદાન આપવા મા આવ્યું છે.

સ્વ.ત્રિવેણી બેન લાલજી ભાઈ જોશી,લંડન
ની સ્મૃતિ માં યજ્ઞ શાળા::દાતા શ્રી જીતેન્દ્ર ભાઈ જોશી અને પરિવાર::

     હાલ પોરબંદર વિદ્યાર્થી ભવન ખાતે બિલેશ્વર મંદિર પરિસર માં યજ્ઞ શાળા છે. તેનું બાંધકામ  લંડન સ્થિત શ્રી જીતેન્દ્ર ભાઈ જોશી લંડન દ્વારા તેઓ ના માતા પિતા સ્વ. ત્રિવેણી બેન તથા સ્વ.લાલજી ભાઈ અને ની સ્મૃતિ માં બંધાવેલ છે.
::::. :::: :::: :::: :::: :::: :::: :::: :::: :::: ::: :::: ::::
આદરણીય સદગ્રહ સ્થ સ્વ. શ્રી લાલજી ભાઈ કાલિદાસ જોશી વિશે::
      સ્વ. લાલજી ભાઈ નો જન્મ મિત્રાળા તા.પોરબંદર ખાતે જોશી પરિવાર મા શ્રી કાલિદાસ ભાઈ ને ત્યાં થયો હતો. તેઓ ના કુટુંબ માં પાંચ ભાઈ બહેનો તેઓ ના પિતાશ્રી કાલિદાસ ભાઈ એ મિત્રાળા ખાતે સીમાંત ખેડૂત  નાનો એવો પરિવાર હતો.
    શ્રી લાલજી ભાઈ એ પ્રાથમિક શાળા નું શિક્ષણ લઇ લગ્ન બાદ નાની વયે તેઓ ના બહેન શ્રીમતી નંદુબેન અમૃતલાલ વ્યાસ ના આગ્રહ ને વશ થઈ ૧૯૪૦ માં કેન્યા - આફ્રિકા ખાતે  વ્યવસાય અર્થે ગયા. 

     જ્યાં તેઓ કરિયાણા ની જથ્થા બંધ અને વિતરણ કરતી  પેઢી માં  સેલ્સ મેન તરીકે કારકિર્દી શરૂ કરી
   તેઓ ના લગ્ન વડવાળા સ્થિત વેણી શંકર વ્યાસ ના પુત્રી ત્રિવેણી બેન સાથે થયા.
      સ્વ.લાલજી ભાઈ ના પુત્ર સંતાનો માં સ્વ. પ્રવીણ ભાઈ  શ્રી જીતેન્દ્ર ભાઈ અને દિનેશ ભાઈ જોશી જેઓ હાલ લંડન સ્થાયી છે.  અને બે પુત્રી ઓ શ્રીમતી જય બેન યુએસએ અને હેમા બેન ,લંડન 

અત્રે વિષયાંતર સાથે જણાવવાનું કે સ્વ. શ્રી લાલજી ભાઈ ના બહેન નંદુ બેન અમૃતલાલ વ્યાસ નાઓ ના લગ્ન માહિયારી વ્યાસ પરિવાર માં થયા હતા અને ૧૦૮ વર્ષ ની વયે તા.૧૧.૧૧.૧૪ ના રોજ લંડન ખાતે તેઓ નું અવસાન થયું હતું.

     સ્વ. લાલજી ભાઈ કાલિદાસ જોશી સ્વભાવ અને વ્યક્તિત્વ તથા વતન પ્રેમ ::
     જીતેન્દ્ર ભાઈ જોશી તેઓ ના પિતાજી ના સ્વભાવ ને  વિશે સ્મૃતિ યાદ કરતા કહે છે કે
"તેઓ મહેનતુ અને કૌટુંબિક ભાવના વાળા અને અન્ય ને મદદ રૂપ તથા જરૂરિયાત મંદ ને મદદ રૂપ થવા ના સ્વભાવ વાળા હતા"

"તેઓ ને વતન પ્રત્યે ખૂબ લગાવ અને પ્રેમ હતો"

"દેશ પ્રેમ અને રાષ્ટ્ર ભક્તિ ના ગુણો ધરાવતા સ્વ.શ્રી લાલજી ભાઈ દ્વારા સને ૧૯૬૨ ના યુદ્ધ વખતે ફંડ એકત્ર કરી ગરમ કપડાં,મોજા વી ભારતીય સેના માટે ખરીદી કરી અને  ઇન્ડિયા મોકલ્યા હતા તે પ્રસંગ ને યાદ કરતા જીતેન્દ્ર ભાઈ એ તેઓના પિતાશ્રી લાલજી ભાઈ ના વતન પ્રેમ ના સ્મરણો યાદ કર્યા.

"તેઓ ની શિક્ષણ પ્રત્યે નો પ્રેમ તથા બ્રાહ્મણ જ્ઞાતિ પ્રત્યે નો ખાસ લગાવ રહ્યો હતો અને તે અંગે હંમેશા આર્થિક મદદ માટે યથા શક્તિ તેઓ મદદ રૂપ પણ થતાં રહ્યા હતા"

તેઓ એ દ્વારા કેશોદ અને પોરબંદર બોર્ડિંગ માં પણ આર્થિક સહાય પણ કરી હતી.

સ્વ શ્રી લાલજી ભાઈ પોતાના વતન માટે,જ્ઞાતિ અને બ્રાહ્મણ સમાજ ની એકતા અને તેના ઉત્થાન અને વિકાસ ના હિમાયતી રહ્યા હતા.

શ્રીમતી ત્રિવેણી બેન વિશે::
   લાલજી ભાઈ ના પત્ની શ્રીમતી ત્રિવેણી બેન એ વડવાળા સ્થિત વેણી શંકર ભાઈ વ્યાસ ના પુત્રી હતા. તેઓ ના પિતાશ્રી વેણી શંકર ભાઈ વ્યાસ આજુ બાજુ ના વિસ્તાર માં જાણીતા કેળવણીકાર અને વડવાળા પ્રાથમિક સ્કૂલ ના પ્રિન્સીપાલ હતા.

ત્રિવેણી બેન ના ભાઈ ભાન્ડુ::

વડવાળા વ્યાસ પરિવાર ના શ્રી વેણી શંકર રેવા શંકર વ્યાસ ના સંતાનો

૧.ત્રિવેણી બેન

૨. મહા શંકર ભાઈ

૩. કાન્તાબેન

૪. નંદુ બેન

૫.શાંતા બેન

૬. મુળ શંકર ભાઈ

તેઓ આપણા જામનગર એજી બી એસ પ્રમુખ ઈલા બેન યોગેશ ભાઈ મેહતા ના ફઈ બા થાય.

ત્રિવેણી બેન અને લાલજી ભાઈ જોશી ના સંતાનો અને ઉછેર ::

   ત્રિવેણી બેન ના પાંચ સંતાનો ત્રણ પુત્ર અને ને બે પુત્રીઓ. તેઓ એ સંસ્કાર સાથે ઉછેર કર્યો.

તેઓ એ આફ્રિકા ખાતે સંઘર્ષ ના દિવસો દરમિયાન મક્કમતા સાથે સંતાનો નો ઉછેર અને કુટુંબ ની જવાબદારી વહન કરી અને બાદ માં યુકે સ્થાનાંતરિત થયા. તેઓ આફ્રિકા ખાતે ભારતીય બ્રહ્મ પરિવાર વર્તુળ માં માનભર્યું સ્થાન ધરાવતા હતા.

શ્રી જીતેન્દ્ર ભાઈ જોશી તેઓ ના માતુશ્રી  પૂજ્ય ત્રિવેણી બેન ના વ્યક્તિત્વ અને સ્વભાવ વિશે આલેખન કરતા કહે છે કે

"તેઓ મજબૂત ઈચ્છા શક્તિ સાથે મક્કમ મનોબળ અને મુશકેલીઓ નો સામનો દૃઢતા થી કરે તેવું મજબૂત વ્યક્તિત્વ ધરાવતા હતા."

  "તેઓ કૌટુંબિક મૂલ્યો પ્રત્યે ખૂબ આદર ધરાવતા હતા અને શિક્ષણ ના આગ્રહી હતા."

"તેઓ ને ગુજરાતી સંસ્કૃતિ અને મૂલ્યો માટે હંમેશા આદર હતો"

ત્રિવેણી બેન જોશી ના આ વારસા ને તેઓ ના આ મૂલ્યો નો કુટુંબ દ્વારા આદર સાથે જાળવી રાખ્યો છે.

અસ્તુ.
@ નરેન્દ્ર ભાઇ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯

( ઇનપુટ્સ: જીતેન્દ્ર ભાઈ લાલજી જોશી લંડન)

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐