એજી બી એસ મહિલા અગ્રણી સિનિ. સદસ્ય સુ.શ્રી ગીતા બેન વ્યાસ મહેતા,રાજકોટ ( બોર્ન:૧૯૫૪)
મહિલા અગ્રણી સિનિયર સદસ્ય સુ.શ્રી ગીતા બેન વ્યાસ મહેતા,રાજકોટ ( બોર્ન:૧૯૫૪)
ગીતા બેન એક સંનિષ્ઠ કાર્યકર,ઉત્સાહ અને સકારાત્મક વિચાર ધારા વાળું વ્યક્તિત્વ તેઓ સ્પષ્ટ વક્તા અને માર્ગદર્શક એજી બી એસ અને સમાજ તથા મિત્ર વર્તુળ માં રહ્યા છે.
::::. :::: :::: :::: :::: :::: :::: :::: :::: :::: ::: ::::
તેઓ વિશે સામાજિક સેવા માં સંપર્ક માં રહ્યા હોય તેવા રાજકોટ અગ્રણી ઓ જણાવે છે કે
રાજકોટ એજી બી એસ પૂર્વ પ્રમુખ અને અગ્રણી શ્રી દેવેન્દ્ર ભાઈ શ્રીમતી ગીતા બેન વિશે કહે છે કે
" તેઓ અમારી સાથે ના કાર્યકાળ દરમ્યાન કારોબારી સદસ્ય તરીકે તેઓ હંમેશા માર્ગદર્શક ની ભૂમિકા સાથે કામ માં મદદ રૂપ રહ્યા તેઓ નો મહિલા મંડળ ના પ્રમુખ તરીકે ઉત્સાહ થી ફરજ અદા કરી.
::::. :::: :::: :::: :::: :::: :::: :::: :::: :::: ::: ::::
રાજકોટ અગ્રણી અને ટ્રસ્ટી શ્રી જે.કે.મહેતા સાહેબ ગીતા બેન વિશે જણાવે છે કે
" તેઓ એક સારા હકારાત્મક વિચાર ધારા સાથે ના સંનિશ્ઠ કાર્યકર અને સ્પષ્ટ વક્તા રહ્યા છે."
::::. :::: :::: :::: :::: :::: :::: :::: :::: :::: ::: ::::
જામનગર અગ્રણી શ્રી કનક ભાઈ વ્યાસ છેલ્લા વીસેક વર્ષ થી તેઓ સાથે કૌટુંબિક સમધી તરીકે તેમજ સામાજિક રીતે સંપર્ક માં રહ્યા છે. તેઓ વિશે જન્મદિન નિમિત્તે શુભેચ્છા પાઠવતા ગીતા બેન ના સાદગી ભર્યા અને સ્પષ્ટ વક્તા, વાત્સલ્ય પૂર્ણ,કુટુંબ તથા સમાજ ને અગ્રેસર હિંમતવાન વ્યક્તિત્વ, વિશે કહે છે ક
મનસ્યેકમ વચસ્યે કમ :: વિચાર અને વાણી વર્તન મા ઐક્ય::
"મેં અનુભવ્યું છે કે તેઓ બહુજ વ્યવહારિક સ્વભાવ ના, નિર્ણય માં બહુજ પાક્કા અને અટલ, સ્પષ્ટ વક્તા, વાણી અને વ્યવહાર માં એક સુર, નહિ કે બોલવું અલગ અને કરવું અલગ, આવા વિશિષ્ટ સ્વભાવ નું વ્યક્તિત્વ"
ગીતા બેન ની નિયમિતતા તથા મુદત બંધી માં કાર્ય પૂર્ણ કરવા ના સ્વભાવ ને લીધે સાથી કર્મચારી ઓ માં સન્માનનીય સ્થાન::
"મેં તેઓની અમુક પોઝિટિવ ટેવો ની નોંધ લીધી છે, તેમાં એક તો તેઓ જયારે નોકરી કરતાં ત્યારે તેઓ નોકરી માં ખુબ જ નિયમિત અને તેઓના કાર્ય માટે સખત ચીવટપૂર્વક ચોકસાઈ રાખી સમયસર કાર્ય પુરુ કરતા, અન્ય ની માફક ઢીલાશ વર્તે અને સમયસર કોઈ કામ પુરું ન કરે તેવા નહિ . આવા સ્વભાવ ના લીધે તેઓના સ્ટાફ માં પણ સન્માનીય સ્થાન પ્રાપ્ત કર્યું."
જવાબદારી સાથે નું નેતૃત્વ અને પ્રતિનિધિત્વ::
"તેઓ એ સામાજિક પ્રશ્ન અને સમસ્યા માટે ના ઉકેલ ની જવાબદારી મળ્યે સફળતાપૂર્વક નિભાવી છે"
"તેઓ સે કેશોદ બોર્ડિંગ મીટીંગો માં નિયમિત હાજરી આપી રાજકોટ નું યોગ્ય પ્રતિનિધિત્વ કર્યું છે."
કૌટુંબિક વાત્સલ્ય અને સંસ્કાર ઘડતર તથા વડીલ તરીકે ની છત્ર છાયા અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ ::
વિશેષ તેઓ પૌત્ર સંતાનો ને સંસ્કાર સિંચન હોય કે પતિ શ્રી દિલીપ ભાઈ ની બીમારી હોય તેઓ એ એક વાત્સલ્ય પૂર્ણ વડીલ તરીકે અને હિંમત સાથે કુટુંબ ને પણ નેતૃત્વ અને વડીલ ની છત્ર છાયા આપી છે
વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતાં ગીતાબેન નું વ્યક્તિત્વ આજ ની યુવા મહિલા જનરેશન ને પ્રેરણાદાયી છે
::::. :::: :::: :::: :::: :::: :::: :::: :::: :::: ::: :::: :::::::
તેઓ એ એજી બી એસ રાજકોટ ના કારોબારી સભ્ય તરીકે તથા મહિલા મંડળ માં પ્રમુખ મંત્રી તરીકે પણ સેવા આપી છે. તેમજ કેેેેશોદ બોર્ડિંગ માં પણ રાજકોટ એજી બી એસ નું પ્રતિનધિત્વ. કર્યું છે.
શ્રી ગીતા બહેન નો જન્મ કેશોદ ના વ્યાસ પરિવાર ના શ્રી કલ્યાણજી કાલિદાસ વ્યાસ તથા માતા દૂધી બેન કલ્યાણજી વ્યાસ ને ત્યાં કેશોદ તાલુકા ના અજાબ મુકામે તા.૧૧.૯.૧૯૫૪ ના રોજ થયો.
શિક્ષણ:
તેઓ એ કેશોદ ખાતે હાઈ સ્કુલ અને કૉલેજ નું શિક્ષણ લીધું અને આર્ટસ માં બી. એ. વિથ ઇકોનોમિકસ માં સ્નાતક થયા
વ્યવસાય:
તેઓ એ સને ૧૯૭૫ માં ગુજરાત કૃષિ યુનિવર્સિટી,જૂનાગઢ ખાતે ઓફિસ આસિસ્ટન્ટ તરીકે જોડાયા તેઓ એ પાંચ વર્ષ સને ૧૯૭૫ થી ૧૯૮૦ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ માં ફરજ બજાવી.
બાદ કૃષિ યુનિવર્સિટી ના રાજકોટ સ્થિત તરઘડી યા ફાર્મ ખાતે ૧૯૮૦ થી ૨૦૧૨ સુધી ફરજ બજાવી નિવૃત્ત થયા.
લગ્ન અને કૌટુંબિક::
તેઓ શ્રી મોહનલાલ રાજારામ મહેતા તથા શ્રી
જમના બેન મહેતા ના પુત્ર શ્રી દિલીપ ભાઈ સાથે તા.૮.૫.૧૯૭૯ ના લગ્ન ગ્રંથીથી જોડાયા.સંતાન માં એક પુત્ર
નિવૃત્તિ અને ધાર્મિક યાત્રા અને પ્રવાસ:
તેઓ એ દ્વાદશ જ્યોતિર્લિંગ,ચારધામ યાત્રા કરી અને હાલ નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે
આપણા એજી બી એસ ના કથાકાર શ્રી નરેન્દ્ર ભાઇ વ્યાસ આયોજિત હર દ્વાર ખાતે ભાગવત કથા માં પણ યજમાન તરીકે પુણ્ય ક્ષેત્ર માં કથા નો અધ્યાત્મિક આનંદ લીધો છે.
ટુંક પરિચય::
નામ: ગીતા બેન વ્યાસ મહેતા
જન્મ તારીખ::૧૧.૯.૧૯૫૪
અભ્યાસ: બી.એ. વિથ ઇકોનોમિકસ
માતા દૂધી બેન કલ્યાણજી વ્યાસ
પિતા: કલ્યાણજી કાલિદાસ વ્યાસ
ભાઈ બહેન::
૧ રંજન બેન ગીરજા શંકર વ્યાસ,જૂનાગઢ
૨.કાંતિ ભાઈ વ્યાસ, રાજકોટ
૩.હસમુખ ભાઈ વ્યાસ મુંબઈ
મોસાળ: ઇન્દ્રજીત પ્રેમજી જોશી કડેગી તા.જી.પોરબંદર
સંતાનો::
ગીતા બેન ના લગ્ન તા. સને ના રોજ મહેતા પરિવાર માં રાજકોટ સ્થિત મેહતા પરિવાર ના શ્રી દિલીપ ભાઈ મેહતા સાથે થયા.
સંતાનો અને પારિવારિક::
૧.ચિરાગ ભાઈ મેહતા ( પુત્ર)
૨.શ્રીમતી નેહા બેન ચિરાગ ભાઈ મેહતા ( પુત્રવધૂ)
પૌત્ર:
૧) સમર્થ ભાઈ મેહતા
૨) નૈતિક ભાઈ મેહતા
સસરા પક્ષ::
દિયર:
હરિશ ભાઈ મહેતા, રાજકોટ
સુભાષ ભાઈ મહેતા,રાજકોટ
નણંદ :
કૈલાશ બેન રમેશ ભાઈ વ્યાસ,અમદાવાદ
સ્વ.દક્ષા બેન ભરત ભાઈ જાની,સુરેન્દ્રનગર
ઉપસંહાર અને સમાપન::
રાજકોટ એજી બી એસ ના અગ્રણી સદસ્ય સુ.શ્રી ગીતા બેન વ્યાસ મહેતા ને જન્મ દિન નિમિત્તે શુભેચ્છા તથા દીર્ઘાયુ માટે કામના
અસ્તુ.
@ નરેન્દ્ર ભાઇ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯
Comments
Post a Comment