માદરે વતન ની મુલાકાતે જીતેન્દ્ર ભાઈ જોશી પરિવાર લંડન
માદરે વતન ની મુલાકાતે.... લંડન જોશી પરિવાર.
આપણા ગ્રુપ સદસ્ય શ્રી જીતેન્દ્ર ભાઈ એલ. જોશી લંડન મિડલસેક્ષ ખાતે સ્થાયી છે તેઓ પરિવાર સાથે ઈંડિયા આવેલ છે......
તેઓ ગુજરાત ના વિવિધ સ્થળો અમદાવાદ, મોઢેરા,પાટણ,વડોદરા,સુરત,કેવડીયા એકતા નગર - સ્ટેચ્યુ ઓફ યુનિટી, ની ટુર પૂરી કરી હાલ પોરબંદર તેઓ આવ્યા છે તેમજ પૈતૃક વતન મિ ત્રા ળા ની મુલાકાત લીધી.
તેઓ ની પોરબંદર મુલાકાત સંદર્ભે જાણ મળતા આજે તા.૧૩.૯.૨૨ શુભેચ્છા મુલાકાત લીધી.
હાલ ગુજરાત માં વરસાદી માહોલ છે.પોરબંદર અને ધેડ વિસ્તાર ની મુલાકાત સાથે જોશી પરિવારે વરસાદી માહોલ માણ્યો.
જીતેન્દ્ર ભાઈ ના શબ્દો માં ટુર અંગે
"વતન ની મુલાકાત અને ગુજરાત ની ટુર માં મિત્રો, સંબંધીઓ,એજી બી એસ સદસ્યો ને મળવાનું થયું છે"
"અહીં નો વરસાદી માહોલ અને ગાજવીજ પવન સાથે નો વરસાદ અને પ્રવાસન સ્થળો ની મુલાકાત નો આનંદદાયક પ્રવાસ રહ્યો."
અસ્તુ.
Comments
Post a Comment