ટ્રેકિંગ માં રેકોર્ડ બનાવ્યો :કુ આસ્થા મહેતા, અમદાવાદ ( બોર્ન:૨૦૧૧)

દરેક વ્યક્તિ ના જીવન માં કોઈ ને કોઈ શોખ કે હોબીઝ હોય

 હોબીઝ એ એવી પ્રવૃત્તિ,જે પોતાના વધારા ના સમય પસાર કરવા અંગે આનંદ કે રિલેક્સ થવા માટે પોતાના અનુકૂળ ફ્રી સમય માં કરતા હોય છે.

વ્યક્તિ  સ્વભાવ અનુસાર  પોતાના હોબી જીવન માં વિકસાવી પ્રવૃત્તિમય રહી અને આનંદ ઉઠાવે છે.

::::::::::. :::: :::: :::: :::: :::: :::: :::: :::: :::: ::: :::: 
કુ આસ્થા મહેતા, અમદાવાદ ( બોર્ન:૨૦૧૧)
    આપણા અમદાવાદ સ્થિત કુ. આસ્થા બેન ને  ટ્રેકિંગ નો નો શોખ છે.  તેઓ વેકેશન માં અને ફુરસદ ના સમય માં ટ્રેકિંગ કરે છે.તેઓ ની અગિયાર વર્ષ નાની વય મા અત્યાર સુધી માં જુદા જુદા ત્રણ સ્થળ પર ટ્રેકિંગ કરી ચૂક્યા છે અને લીમ્કા બુક ઓફ રેકોર્ડ માં નામ દશ વર્ષ ની નાની વયે રજીસ્ટર કરા વ્યું છે 

તેઓ એ ભૃગુ લેક ટ્રેકિંગ સમીટ - દશ વર્ષ ની વયે કરી અને લીમ્કા બુક ઓફ રેકોર્ડ માટે નામ નોધાવી રેકોર્ડ કર્યો છે.તેઓ નો આ રાજ્ય  સ્તરે નામ રજીસ્ટર કરાવેલ છે જે વેરીફીકેશન બાદ નોધાશે.

ભૃગુ લેક ટ્રેકિંગ સમીટ વિશે::
    આ ૧૪૦૦૦ ફૂટ ની ઉંચાઈ પર  ૨૫ કી.મી. ટ્રેકિંગ ૪ દિવસ માં પૂરું કરવાનું હોય છે. જેમાં સાત વર્ષ કે તેથી વધુ વય ના ટ્રેકિંગ માં ભાગ લઈ શકે છે.
      ચાર કી.મી.નું ટ્રેકિંગ ૩૦ મિનિટ માં પૂરું કરી શકવા ની ક્ષમતા હોવી  જરૂરી છે.

ભૃગુ તળાવ હિમાલયના કૂલ્લુ જિલ્લામાં રોહતાંગ ઘાટ નજીક આશરે ૧૪૨૦૦ ફૂટ ( ૪૩૦૦ મીટર) જેટલી ઊંચાઈ પર સ્થિત છે. તેની પૂર્વમાં રોહતાંગ ઘાટ અને નજીકમાં ૬ કી.મી  અંતરે  ગુલાબા ગામ (મનાલી નજીક આવેલ) છે.
     આ તળાવ પાસે અહીં આવેલ  વશિષ્ઠ મંદિર કે જે તેના ગરમ પાણીના ઝરા માટે પ્રખ્યાત છે, મનાલી નજીક આવેલા ગુલાબા ગામથી પગપાળા આરોહણ (ટ્રેકિંગ) કરી પંહોચી શકાય છે. આ પીર પંજાલ પર્વત શ્રેણીનો વિસ્તાર છે.
     આ તળાવનું નામ મહર્ષિ ભૃગુના નામ પરથી આપવામાં આવ્યું છે.    
       સ્થાનિક લોકવાયકા મુજબ મહર્ષિ ભૃગુ અહીં તળાવ કિનારે ધ્યાનમાં બેસતા હતા. આથી જ  સ્થાનિક માન્યતા મુજબ આ કારણસર આ તળાવનું જળ સંપૂર્ણપણે ક્યારેય જામી જતું નથી.

Related link::
https://youtu.be/bphuHIoRlgk

::::::::::. :::: :::: :::: :::: :::: :::: :::: :::: :::: ::: :::: 
આઠ વર્ષની વયે પ્રથમ ટ્રેકિંગ ::પોલો ફોરેસ્ટ ::
   કુ.આસ્થા મહેતા એ આઠ વર્ષ ની વયે પહેલું ટ્રેકિંગ ૨૨૦૦ ફીટ નું પોલો ફોરેસ્ટ ખાતે કર્યું.
      પોલો ફોરેસ્ટ વિજય નગર ફોરેસ્ટ તરીકે પણ ઓળખાય છે જે ગુજરાત ના સાબરકાંઠા જિલ્લા ના વિજય નગર તાલુકા મા અભાપર ગામ પાસે અરવલ્લી રેન્જ ની પર્વત માળ માં આવેલ છે
Related link:
https://youtu.be/7vEYg55dOjU
બીજું ટ્રેકિંગ::સાપુતારા ગવર્નર હિલ::
   બાદ તેણી એ બીજું ટ્રેકિંગ ૩૮૫૦ ફીટ ની ઊંચાઈ પર સાપુતારા ગવર્નર હિલ ખાતે ૯ વર્ષ ની વયે કર્યું.

Related link
https://youtu.be/L0ZSSl8s-EQ
:::::::.    :::::.    :::::::.  ::::::::: ::::::::: ::: ::::: 
 કુ. આસ્થા મહેતા,અમદાવાદ, ઉ.વ.૧૧, ધોરણ ૬ માં સાધના વિનય મંદિર સ્કૂલ મા અભ્યાસ કરે છે.
  
કુ.આસ્થા મહેતા નો જન્મ અમદાવાદ ખાતે તા.૧૧.૧૧.૨૦૧૧ ના રોજ મૂળ કેશોદ ના મહેતા પરિવાર ના પિતા શ્રી ચિરાગ પ્રફુલ ભાઈ મહેતા અને માતા શ્રીમતી સોનલ બેન મહેતા ને ત્યાં  થયો
  તેઓ ને ટ્રેકિંગ ઉપરાંત ડાંસ, ક્રફટિંગ નો શોખ છે.

તેણી નુ ભારતીય સેના માં જોડાવા નું સ્વપ્ન છે.
:::::::::::. :::: :::: :::: :::: :::: :::: :::: :::: :::: ::: :::
કુ.આસ્થા મહેતા ની  ટ્રેકિંગ ને રોકડ પુરસ્કાર સાથે પ્રોત્સાહિત કરતા શ્રી રોહિત ભાઈ જોશી :: 
   આ સિદ્ધિ અંગે ની જાણ  અમદાવાદ ખાતે યોજાયેલ સ્નેહ મિલન માં થતાં આપણા સિનિયર સદસ્ય શ્રી અને નિવૃત્ત રિઝર્વ બેન્ક ડે.મેનેજર શ્રી રોહિત ભાઈ જોશી ને  થતાં રોકડ પુરસ્કાર સાથે પ્રોત્સાહિત કરી અને કુ.આસ્થા મહેતા સાથે ફોટો ક્લિક લઈ શેર કરી.

:::::::::::. :::: :::: :::: :::: :::: :::: :::: :::: :::: ::: :::
સમાપન અને ઉપસંહાર::
 કુ.આસ્થા મહેતા  નું સ્વપ્ન સાકાર થાય  ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છા 

અસ્તુ

@ નરેન્દ્ર ભાઇ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐