સ્વિમિંગ કોચ:: શ્રી ધ્રુવ વ્યાસ,અમદાવાદ ( બોર્ન: ૨૦૦૦)
સ્વિમિંગ કોચ:: શ્રી ધ્રુવ વ્યાસ,અમદાવાદ ( બોર્ન: ૨૦૦૦)
Proud Moment for AGBS
Proud Moment for AGBS..Dhruv Vyas, Swimming coach.
::::. :::: :::: :::: :::: :::: :::: :::: :::: :::: ::: :: ::: ::
સ્વિમિંગ વિશે યાદ કરીએ તો યુવા સ્વિમ ર શ્રી વ્યોમ જોશી રાજકોટ તેમજ આપણા સિનિયર સદસ્ય સ્વિમિંગ કોચ શ્રી મયુર ભાઈ વ્યાસ જેઓ આંતર રાષ્ટ્રીય સ્તરે સ્વિમિંગ સ્પર્ધા માં જજ તરીકે ફરજ બજાવી પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. અને તેઓ ના પુત્રી ભૂમિ વ્યાસ નું પણ યોગદાન ની સ્મૃતિ થાય.
આવા એક એજી બી એસ યુવા સદસ્ય શ્રી ધ્રુવ વ્યાસ, અમદાવાદ નાઓ કોચ તરીકે હાલ ૩૬ મી નેશનલ ગેમ માં સ્વિમિંગ કોચ તરીકે ફરજ બજાવી રહ્યા છે
:::: :::::. :::: :::: :::: :::: :::: :::: :::: :::: :::: ::: :: :
ધ્રુવ વ્યાસ સ્વિમિંગ કોચ વિશે::
ધ્રુવ વ્યાસ, અમદાવાદ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ખાતે હાલ ૩૬ મી નેશનલ ગેમ્સ ૨૦૨૨ ખાતે ટ્રેનિંગ કેમ્પ સ્વિમિંગ કોચ તરીકે ફરજ બજાવે છે. તે પણ આપણા એજી બી એસ નું જરૂર ગૌરવ છે.
"Proud Moment for AGBS"
:::: :::::::. :::: :::: :::: :::: :::: :::: :::: :::: :::: ::: ::
૩૬ મી નેશનલ ગેમ્સ નું ગુજરાત સરકાર યજમાન છે. ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી આ અંગે તડામાર તૈયારી કરી રહી છે.
:::::::::::. :::: :::: :::: :::: :::: :::: :::: :::: :::: ::: ::
ગુજરાત ના ૧૮ જેટલા સ્વિમિંગ માં ભાગ લઈ રહેલ ખેલાડીઓ સ્વિમિંગ ની વિવિધ ૪૨ ઇવેન્ટ જેવી કે ફ્રી સ્ટાઇલ, બટર સ્ટ્રોક, બેક સ્ટ્રોક, બ્રેસ્ટ સ્ટ્રોક, વી.૫૦,૧૦૦,૨૦૦,૫૦૦ અને ૧૦૦૦ મીટર ની સ્પર્ધાઓ રાજકોટ ખાતે યોજાનાર છે જેમાં ગુજરાત ના ખેલાડીઓ ઝળ ક શે.
:::: :::::::. :::: :::: :::: :::: :::: :::: :::: :::: :::: ::: ::
કોચ એટલે ખેલાડી ની મિત્ર, માર્ગદર્શક અને શુભેચ્છક છે.
ધ્રુવ ભાઈ ખેલાડીને સકારાત્મક વિચાર સાથે હકારાત્મક રહેવા અંગે જણાવે છે કહે છે કે
"જો તમને ભરોસો છે કે તમે કરી શકો છો તો તમે અડધા સફળ થઈ ગયા."
"કોચ આમ તો પડદા ની પાછળ રહે છે પરંતુ તમને વિજેતા બનાવે છે."
"એ તો બસ એમના ખેલાડીઓ ને જીતતા જોવા માગે છે."
:::::::::::::. :::: :::: :::: :::: :::: :::: :::: :::: :::: ::: :
પરિચય :: ટુંકી વિગત::
સ્વિમિંગ કોચ:: શ્રી ધ્રુવ વ્યાસ,અમદાવાદ
શ્રી ધ્રુવ વ્યાસ નો જન્મ વ્યાસ પરિવાર મા પિતા હરીશ ભાઈ તથા માતા સરોજ બેન મહેતા વ્યાસ ને ત્યાં સને ૨૦૦૦ ના ૨૫ મી ડિસેમ્બર ના રોજ થયો.
તેઓ નું પૈતૃક વતન વેરાવળ છે.પરંતુ વ્યાસ પરિવાર પિતાશ્રી હરીશ ભાઈ મોહન લાલ વ્યાસ છેલ્લા પંદરેક વર્ષો થી અમદાવાદ સ્થાયી છે.
મોસાળ: મહેતા પરિવાર કેશવલાલ દલપત રામ મેહતા તથા ઊર્મિલા બેન કેશોદ
તેઓ એ થી ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે થી કોમર્સ માં ગ્રેજ્યુએશન કર્યું છે.
તેઓ પ્રોફેશનલ સ્વિમર અને કોચ છે.
સ્વિમિંગ ની તાલીમ::
તેઓ એ સને ૨૦૧૨ માં હાલ ના સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી કમલેશ નાણાવટી પાસે તાલીમ લીધેલ છે.
સ્વિમિંગ સ્પર્ધા માં ખેલાડી તરીકે પ્રતિનિધિત્વ કર્યું::
તેઓ એ સ્કૂલ તથા કોલેજ સ્તરે વિવિધ સ્વિમિંગ સ્પર્ધા માં કવોલીફાય થયા અને પ્રતિનિધિત્વ કર્યું
૧. સને ૨૦૧૬ માં અંડર ૨૦ એજ ગ્રુપ ની નેશનલ ચેમ્પિયન શિપ માં બેંગલોર ખાતે ભાગ લીધો.
૨.સને ૨૦૧૬ - ૧૭ માં ૬૨ મી સ્કૂલ ગેમ્સ નેશનલ ચેમ્પિયન શિપ માં રાજકોટ ખાતે ભાગ લીધો.
૩.સને ૨૦૧૮ - ૧૯ માં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ગેમ્સ માં બેંગલોર ખાતે ભાગ લીધો.
૪.સને ૨૦૧૯ - ૨૦ માં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ગેમ્સ માં ચંદીગઢ ખાતે ભાગ લીધો.
૫ તેઓ દુબઈ ખાતે નેશનલ સ્ટુડન્ટ ટ્રેનિંગ કેમ્પ માં વિદ્યાર્થી ઓ ને ડિસેમ્બર ૨૦૨૧ થી જૂન ૨૦૨૨ તરીકે કેમ્પ આયોજન માં મુખ્ય કોચ તરીકે છ માસ ફરજ બજાવી છે
સ્વિમિંગ કેરિયર તરીકે ::
તેઓ જુદી જુદી સ્પર્ધાઓ માં ભાગ લીધો અને પોતે ટ્રેનિંગ પણ સ્વિમિંગ ની ચાલુ રાખી.
બાદ સને ૨૦૧૮ થી સ્વિમિંગ કોચ તરીકે શ્રી કમલેશ નાણાવટી સર ની નીચે તાલીમ શરૂ કરી.
બાદ માં સને ૨૦૨૨ માં તેઓ કોચ તરીકે તથા વિવિધ રાજ્યો ના સ્વિમિંગ સ્પર્ધાઓ ના ટેકનીકલ ઓફિસિયલ તરીકે પસંદ થયા.
આગામી ૩૬ મી નેશનલ ગેમ્સ માં રાજકોટ ખાતે સ્વિમિંગ સ્પર્ધા યોજાનાર છે જેમાં ટ્રેનિંગ કેમ્પ ના કોચ તરીકે નિમણુક થઈ છે.
તેઓ ની કોચ તરીકે નિમણુક માં અને ટ્રેનિંગ માટે શ્રી કમલેશ નાણાવટી સર પ્રત્યે આભાર વ્યક્ત કરતા કહે છે કે " નાણાવટી સર નો મારી સ્વિમિંગ ફિલ્ડ માં ટ્રેનિંગ તથા કોચ ટ્રેનિંગ માં મહત્વ નું યોગદાન રહ્યું છે."
ઉપસંહાર અને સમાપન::
શ્રી ધ્રુવ વ્યાસ ને ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છા
અસ્તુ.
@ નરેન્દ્ર ભાઇ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯
( Inputs:: Mayur Bhai J. Vyas,Mumbai , J J VYAS family member )
Comments
Post a Comment