અંબાજી ભાદરવી પૂનમ પદયાત્રા પૂર્ણ કરતા સિનિયર સદસ્ય શ્રી મુકેશ ભાઈ વોરા,રાજકોટ

સાતમી અંબાજી ભાદરવી પૂનમ  પદયાત્રા પૂર્ણ
કરતા સિનિયર સદસ્ય શ્રી મુકેશ ભાઈ વોરા

અંબાજી ભાદરવી પૂનમ ની પદયાત્રા સાતમી યાત્રા પ્રવાસ નું વર્ણન શેર કરતા શ્રી સિનિયર સદસ્ય શ્રી મુકેશ ભાઈ વોરા,રાજકોટ

તા.૬.૯.૨૨.
અંબાજી પદ યાત્રા પૂર્ણ કરતા મુકેશ ભાઈ વોરા
તેઓ એ તા.૫.૯.૨૨ ના રોજ પૂર્ણ કરી. સર્વે માટે સુખ સમૃદ્ધિ ની કરી કામના.
    તા૩૧.૮.૨૦૨૨ ના રોજ  ગાંધીનગર થી શરૂ કરી અને તા ૫.૯.૨૨ ના અંબાજી ધજા ચડાવી દર્શન પુજન સાથે પૂર્ણ કરી.
   મુકેશ ભાઈ વોરા, સને ૧૯૫૨ માં જન્મેલા  રાજકોટ સ્થિત સદસ્ય યુવા ને શરમાવે તેવી સ્ફુર્તિ, તાજગી અને સ્વાસ્થ્ય .
   તાજેતર મા ૧લી જુલાઇ ૨૦૨૨ માં ૭૦ વર્ષ પૂર્ણ કરી ૭૧ માં પ્રવેશ કર્યો પરંતુ સ્ફૂર્તિ એક યુવાન જેવી.
    તેઓ છેલ્લા સાતેક વર્ષ થી ગાંધીનગર થી અંબાજી ભાદરવી પૂનમ ના મેળા માં જાય છે.

   તેઓ ગાંધીનગર સ્થિત અંબાજી યાત્રા પ્રવાસ કરતું માઈ ભક્તો નું " જય અંબે ગ્રુપ" સાથે જોડાયેલા છે. તેઓ અને ગ્રુપ સદસ્યો આશરે ૨૦૦ જેટલા નિયમિત દર વર્ષે સેક્ટર ૧૩ બી ખાતે થી ધજા નું પૂજન કરી નીકળે.


   જય અંબે ગ્રુપ દ્વારા યાત્રા છેલ્લા ૩૪ વર્ષ થી સદસ્યો સાથે આયોજન કરે છે

  તેઓ સાથે ગ્રુપ સદસ્યો માટે રસોઈ માટે કિચન ટીમ પદ યાત્રા દરમિયાન સાથે હોય છે. જેના દ્વારા  ગ્રુપ ના પદ યાત્રી સદસ્યો માટે   ભોજન વ્યવસ્થા પણ કરવા માં આવે છે
   પદ યાત્રા ની શરૂઆત ભાદરવા સુદ સાંબા પાંચમ ના રોજ થી શરૂ કરે અને દશમ ના અંબાજી પહોંચે અને ભાદરવા સુદ અગિયારસ ના ધજા ચડાવે.
    દરરોજ ૩૦ કી.મી. નો પગ પાળા પ્રવાસ કરે અને ધ્વજા  ચડાવે.
   અંબાજી દર વર્ષ ની ભાદરવી ૧૧ અગિયારસ ના ધજા ચડાવી માતા જી ના પુજન અર્ચન કરીને સર્વે આનંદ ઉલ્લાસ સાથે પદ યાત્રા પૂર્ણ કરે.


સને ૨૦૨૨ ની અંબાજી પદ યાત્રા નું પ્રવાસ વર્ણન શ્રી મુકેશ ભાઈ વોરા ના શબ્દો માં ::

   *ગાંધીનગર થી અંબાજી પદયાત્રા 31-08-2022  થી 06-09-2022:*

   "જય અંબે પરિવાર ટ્રસ્ટ, ગાંધીનગર ની 34 મી પદયાત્રા માં જોડાયેલ, અંદાજિત અમો 200 સભ્યો હતા."

પદયાત્રા પ્રશ્થાન :
પદ યાત્રી ઓ સાથે તા.૩૧.૮.૨૨ ના સવારે ૧૧ વાગ્યે પ્રસ્થાન કરી તા. ૫.૯.૨૨ ના ૮.૪૫ સવારે અંબાજી પહોંચ્યા"

"તા.૬.૯.૨૨ ના અંબાજી ધજા ચડાવી"

મુકેશ ભાઈ વોરા દ્વારા સાતમી પદ યાત્રા::
  " આ ગાંધીનગર થી અંબાજી (અંદાજિત 172 kms) ની મારી  અંગત  7મી પદયાત્રા  જય અંબે પરિવાર સાથે છે."

ટ્રસ્ટ પદયાત્રી સદસ્યો દ્વારા જાતે ભોજન વ્યવસ્થા સાથે ફરતું રસોડું::
    "જય અંબે પરિવાર ટ્રસ્ટ તરફથી રાત્રી રોકાણ, જમવાની, પાણી, મેડિકલ, અમારા અંગત સમાન  માટે ટ્રક વિગેરે ની  વ્યવસ્થા કરવામાં આવેછે. બધી જગ્યાના  રાત્રી રોકાણ પહેલેથી  નક્કી થયેલ હોય છે. અમારું પાણી અને કીચન સાથેજ હોય છે."
પદ યાત્રા નો ચાલવા નો ક્રમ::
   "સાધારણ અમો રાત્રીના 2-00/3-00 (વહેલી સવારના) વાગ્યાથી થી સવારના 8-30/9-00  વાગ્યા સુધી અને બપોરના 3-00  થી 6-00  વાગ્યા સુધી ચાલતા."
  તેઓ સરેરાશ ૩૦ કી.મી. યાત્રા કરે

" માતાજી નો રથ સાથે હોવાથી દિવસમાં માં બે વાર  આરતી  થતી હોય છે."

અંબાજી તા. દાંતા જી.બનાસકાંઠા વિશે::
     અંબાજીનો મેળો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી મુકામે યોજાય છે. પાલનપુરથી ૫૦ કિલોમીટર દુર અંબાજીમાં દર પૂનમે મેળા જેવું જ વાતાવરણ સર્જાય છે.
     ભાદરવી પુનમનો આ મેળો તેરસ, ચૌદસ અને પૂનમ એમ સતત ત્રણ દિવસ સુધી ભરાય છે. આ દિવસે લાખો લોકો માતાના દર્શન માટે ઉમટી પડે છે.
    આ સમયે અસંખ્ય લોકો અહીં પગપાળા યાત્રા કરીને આવે છે.
શ્રી વીસા યંત્ર નું પૂજન ::
     અહી મંદિરમાં કોઈ પ્રતિમા કે ચિત્રની પૂજા કરવામાં આવતી નથી પણ 'શ્રી વિસાયંત્ર'નું પૂજન કરવામાં આવે છે.
પૂર્ણિમાના દિવસે માતાજીને વિવિધ શણગારો::
      અહીં ભક્તો માતાજી ની સ્તુતિ  ઊંચા અવાજે શક્રાદય સ્તુતિનું પઠન કરી માતાજીને પ્રાર્થના કરે છે. પૂર્ણિમાના દિવસે માતાજીને વિવિધ શણગારો સજી શોભાયમાન કરવામાં આવે છે.
     ત્યારે બ્રાહ્મણો સપ્તશતીનું પઠન કરતા હોય છે.

જય અંબે ગ્રુપ વિશે::
   આ ગ્રુપ એક રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે અને ગાંધીનગર સ્થિત છે.
  "જય અંબે ટ્રસ્ટ" ,ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. જે ગાંધીનગર  ૯૭૬/૨,   સેક્ટર ૧૩ બી માં શક્તિ ચોક સામે આવેલ છે.
  વર્તમાન પ્રમુખ શ્રી લલિત ભાઈ એસ.પટેલ છે અને મહામંત્રી તરીકે શ્રી વિષ્ણુ ભાઈ પટેલ કાર્યરત છે.
ટ્રસ્ટ ના સંપર્ક ફોન નંબર :
૯૮૨૪૩ ૪૯૯૪૦
૯૯૨૫૧૯૪૧૦૦

ઈ મેઈલ આઈ ડી : jayambeparivargnr@gmail.com

   ગાંધીનગર સ્થિત આ માઈ ભક્તો નું ગ્રુપ નિવૃત્ત સરકારી કર્મચારી ઓ અને ખાસ કરીને  નિવૃત્ત  એન્જિનિયર્સ વી.જોડાયેલ છે.
   ગ્રુપ માતા અંબાજી ના પ્રાગટ્ય દિન પોષી પૂનમ ના પણ ધામધૂમ પુર્વક ઉજવણી કરે છે.

તેમજ નવરાત્રી માં ગાંધીનગર ના કલ્ચર ગ્રુપ સાથે ભવ્ય રાસ ગરબા નું આયોજન કરે છે અને આઠમ ના રોજ નવરાત્રી નિમિત્તે હવન નું પણ આયોજન કરે છે.

જય અંબે

અસ્તુ.

@ નરેન્દ્ર ભાઇ જોશી
૯૪૨૭૫૦૨૩૯

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐