એજીબીએસ ના યુ.એસ.સ્થિત ભારતીય સંસ્કૃતિ ના એમ્બેસેડર:: શ્રી વિજય જોશી અને શ્રીમતી દીપ્તિ વોરા વ્યાસ

એજીબીએસ ના યુ.એસ.સ્થિત ભારતીય  સંસ્કૃતિ ના એમ્બેસેડર:: શ્રી વિજય જોશી અને શ્રીમતી દીપ્તિ વોરા વ્યાસ

એજીબીએસ યુવા દંપતી ભારતીય  સંસ્કૃતિ ના એમ્બેસેડર:: શ્રી વિજય જોશી અને શ્રીમતી દીપ્તિ વોરા વ્યાસ


ભારતીય  સંસ્કૃતિ ના સંસ્કારો સાથે અવિરત યાત્રા ...........શ્રી વિજય કુમાર જોશી, એટલાન્ટા (યુ. એસ.)

   ગણેશોત્સવ એ મહારાષ્ટ્ર મા લોકમાન્ય બાલ ગંગાધર ટિળક દ્વારા ભારત ની સ્વતંત્રતા અને આઝાદી નો જુવાળ જગાવવા માટે ગણપતિ મંડળો ની સ્થાપના સાથે શરૂ કરાયેલ ઉજવણી આજ પણ મહારાષ્ટ્ર અને ભારત તથા દેશ વિદેશ માં જ્યાં જ્યાં ભારતીય વસે છે ત્યાં ઉજવાય છે.
 આજ પણ આ પરંપરા જાળવી રાખી ઉજવણી થાય છે. જે આપણી વૈદિક હિન્દુ સંસ્કૃતિ નું જતન,સરંક્ષણ અને સંવર્ધન થઈ રહ્યું છે.

   ભારતીય  સંસ્કૃતિ ના સંસ્કારો સાથે અવિરત યાત્રા.....અનંત ચાલુ રાખી રહ્યા છે. આપણી યુવા પેઢી જે આ યાત્રા ને આગળ વધારી રહી છે.

 આવા એક યુવા દંપતી શ્રી વિજય કુમાર જોશી અને શ્રીમતી દીપ્તિ વોરા વ્યાસ ,એટલાન્ટા (યુ. એસ.), CUMMINGS,  U.S.A(સ્ટેટ જ્યેર્જિયા) ,એટલાન્ટા શહેરના પરગણામાં સને૨૦૧૦ થી સ્થાયી છે
  તેઓ છેલ્લા દશ વર્ષ થી ( સને ૨૦૧૩ થી) ગણપતિ બાપ્પા નું સ્થાપન કરી અને મિત્ર મંડળ સાથે ગણેશોત્સવ ની ઉજવણી કરે છે.

અહીં આજુબાજુ મા વસતા ભારતીય પરિવાર તથા અને યુ.એસ. સ્થિત અન્ય શહેર પરગણા ના  તેઓ ના મિત્ર મંડળ સપરિવાર શ્રી ગણપતિ મહારાજ દર્શન કરવા પધારી સાંજે ગણપતિ અથર્વ શિર્ષના પઠન કરી દૂર્વા અર્પણ પછી બાપ્પા ની મહાઆરતી કરવામાં આવે 
     મહાઆરતી બાદ ગણપતિ બાપ્પા મોરિયા-મંગલમૂર્તિ મોરીયાના નાદ સાથે મહાઆરતીનું સમાપન અને ત્યાર બાદ સર્વ ભક્તજનો મહા પ્રસાદ ગ્રહણ કરી છુટા પડે છે.
   જે દર વર્ષ નો તેઓ નો ક્રમ રહ્યો છે.
     આ વર્ષ આપણા ગ્રુપ સદસ્ય અને વિજય ભાઈ ના માતા પિતા શ્રી ઉમાકાન્ત ભાઇ તથા શ્રીમતી કુસુમ બેન વ્યાસ જોશી પણ તેઓ સાથે યુ.એસ.માં રજા ગાળી રહ્યા છે એટલે ઉજવણી માં સોના માં સુગંધ ભળી.
   ઉમાકાન્ત ભાઈ અને પરિવાર દ્વારા blessed feelings નથી શેર કરી છે જે મહા આરતી અને પુજન ની આજ ની ક્લિપ્સ શેર કરી સાદર.
    
ટુંક પરિચય::
   વિજય ભાઈ જોશી, મુંબઈ સ્થિત માણેકલાલ પ્રભુરામ જોશી પરિવાર ના શ્રી ઉમાકાન્ત ભાઇ જોશી અને શ્રીમતી કુસુમ બેન વ્યાસ જોશી ના પુત્ર છે. તેઓ નો જન્મ સને ૧૯૭૭ માં તેઓ એ એન્જીન્યરીંગ  કરી હાલ આઈ.ટી.સેક્ટર માં કામ કરી રહ્યા છે.

શ્રીમતી દીપ્તિ બેન વોરા જોશી, નાસિક સ્થિત ભરત ભાઇ જયંતીલાલ વોરા તથા શ્રીમતી શોભાના બેન જોશી વોરા ના પુત્રી છે. તેઓ સને ૧૯૭૭ માં જન્મેલા અને કોમ્પ્યુટર માં માસ્ટર ડિગ્રી કરી અને હાલ આઈ.ટી.સેક્ટર માં કામ કરી રહ્યા છે.

સંતાનો:: બે પુત્રી
૧.પુત્રી કુ.પાર્થિવી જોષી -અભ્યાસ ધોરણ ૧૨ માં અભ્યાસ
૨.પુત્રી કુ. જયતિ બેન જોષી- અભ્યાસ ૯ માં ધોરણમાં અભ્યાસ
સમાપન: યુવા દંપતિ તથા જોશી પરિવાર ને ગણેશોત્સવ ની શુભેચ્છા

અસ્તુ.
@નરેન્દ્ર ભાઇ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐