તેજસ્વી તારલા સન્માન સમારોહ રાજકોટ એજી બી એસ ના મહેમાન શ્રી જીગ્નેશ ભાઈ વ્યાસ, ઉપલેટા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ શ્રી નુ ઉદબોધન તા.૪.૯.૨૨


 શ્રી જીગ્નેશ ભાઈ જે. વ્યાસ નું રાજકોટ તેજસ્વી તારલા વિદ્યાર્થી સન્માન સમારોહ નું મુખ્ય મહેમાન તરીકે આપેલ તા.૪.૯.૨૨ નું ઉદબોધન::

💥 મુખ્ય અંશ::
   💥જીવન માં બે વિકલ્પો ક્યો માર્ગ પસંદ કરી આજીવન ટેન્શન મુક્ત રહેશો
💥પોતાનો રેવન્યુ ખાતા માં નોકરી નો અનુભવ શેર કર્યો
💥"જીવન માં ક્યારેય સત્ય ના સિદ્ધાંત સાથે બાંધ છોડ નહિ કરતા"
💥પોતાના પત્ની જીજ્ઞા બેન વિશે નો જાહેર જીવન નો સંકલ્પ શું કર્યો તેની વાત કહી
💥"ગૃહસ્થાશ્રમ માં પ્રવેશી લગ્ન બાદ મા બાપ ને ભૂલી નહિ જતા" આપી શીખ
💥"જીવન માં કોઈ નિયમ રાખજો અને મા બાપ ને પ્રત્યક્ષ ભગવાન સમજી કરજો વંદના"
💥"જિંદગી માં કોઈ ટેક લઈ નિયમિત પાળજો જેથી મન સ્વસ્થ રહેશે "
💥" વ્યસન ન કરવા અંગે સલાહ"

💥"મા બાપ ને  ધાર્મિક યાત્રા પ્રવાસ કરાવજો":

💥"ટુકડો ત્યાં હરિ ઢુક ડો" - અન્નદાન મહાદાન

💥સમાપન અને આભાર

::::. :::: :::: :::: :::: :::: :::: :::: :::: :::: ::: :::: ::::

સંપૂર્ણ ઉદબોધન::

શ્રી જીગ્નેશ ભાઈ જે. વ્યાસ નું રાજકોટ તેજસ્વી તારલા વિદ્યાર્થી સન્માન સમારોહ નું મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી  તા.૪.૯.૨૨,રવિવાર નું ઉદબોધન::
      "શ્રી એ જી બી એસ બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા આયોજિત અલગ અલગ બોર્ડ ફેકલ્ટી ના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમમાં  ના મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવેલ હત.

  ::::. :::: :::: :::: :::: :::: :::: :::: :::: :::: ::: :::: ::::

   *મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો,

     આપ લોકો અલગ અલગ બોર્ડમાંથી સિલેક્ટ થયેલ છે આગળ ભણવા માટે આપને બહાર જવાનું થશે જ્યાં પણ આપ ભણવા માટે જશો ત્યાં બે પ્રકારના રસ્તા હશે એક રસ્તો ભણવાનો હશે બીજો રસ્તો મોજ મજા મસ્તી કરવાનો હશે આપ લોકો ભણવાના રસ્તે જશો તો પાંચ વર્ષ એજ્યુકેશન મેળવી સારા હોદ્દા ઉપર બિરાજમાન થશો.
     આપ મોજ મજા ના રસ્તે જશો તો પાંચ વર્ષ મોજ મજા મસ્તી કરશો પછી આપને ઘરે આવવા સિવાય બીજો કોઈ વિકલ્પ આપની પાસે હશે નહીં.
    આપના મા બાપે પોતાની તાકાત હોય કે ન હોય આપને ભણાવવા માટે ઉછી ઉધાર વ્યાજે પૈસા લઈને પણ આપને મોકલાવેલ હશે તો મહેરબાની કરી આપ લોકોને મારી નમ્ર વિનંતી છે કે પાંચ વર્ષ ભણીને આજીવન ટેન્શન મુક્ત થઈ જશો.

જીવન માં બે વિકલ્પો ક્યો માર્ગ પસંદ કરી આજીવન ટેન્શન મુક્ત રહેશો::
         *આપ જ્યારે ભણીને સારી નોકરી કે ગવર્મેન્ટ જોબમાં જશો ત્યાં પણ આપના માટે બે પ્રકારના રસ્તા હશે એક પ્રમાણિકતાથી કામગીરી કરવાની તથા બીજો રસ્તો કરપ્શન કરીને  કામગીરી કરવાની આપ કોઈપણ હોદ્દા ઉપર બેઠા હશો મનમાં થોડી ઘણી પણ લાલચ જો આપ લાવશો તો ધીરે ધીરે કરતા આપ કરપ્શન ના માર્ગે ચડી જશો એ પૈસા આવશે ત્યારે આપને સારું લાગશે પણ એ પૈસાથી આપના ઘરનું વાતાવરણ આપ ના સંતાનો અવળા માર્ગે જાશે.
    જ્યારે પણ આપના શરીરમાં બીમારી આવશે ઘરમાં આપનું કોઈ માનતું નહીં હોય વાતાવરણ ઘરનું ખૂબ જ ખરાબ હશે આપ પથારીમાં બેઠા બેઠા વિચાર કરતા હશો કે એ ભગવાન  હરામના પૈસા ઘરમાં લઈ આવેલ તેનો આ બદલો મને મળે છે ત્યારે ઘણું જ મોડું થઈ ગયું હશે

   આપે કરેલું પાપ આપે જ ભોગવવાનું રહેશે એટલા માટે આપ સૌને કહું છું કે ક્યારે પણ અને તેનો પૈસો ઘરમાં લઈ આવતા નહીં નીતિનું થોડું હશે તો પણ આપના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ હશે અને તેનો કેટલું બધું હશે તો પણ આપના ઘરમાં સુખ સાથે સમૃદ્ધિ રહેશે નહીં.

પોતાનો રેવન્યુ ખાતા માં નોકરી નો અનુભવ શેર કર્યો::
   તો આપ સર્વે ભાઈઓ તથા બહેનોને મારી નમ્ર વિનંતી છે કે મેં મારી મામલતદાર ઓફિસની 18 વર્ષની નોકરીમાં ઘણા બધા અધિકારીઓ તથા કર્મચારીઓ ને જોયા છે તેમની જાતિ જિંદગી પણ જોઈ છે કેટલા બધા આઈએસઆઈપીએસ ઓફિસરોની પણ જાતિ જિંદગી જોઈ છે તો મહેરબાની કરીને આ રસ્તે ન ચાલશો*

"જીવન માં ક્યારેય સત્ય ના સિદ્ધાંત સાથે બાંધ છોડ નહિ કરતા" : શેર કર્યો પોતાનો અનુભવ::
     *હું ઉપલેટા મામલતદાર ઓફિસમાં નોકરી કરતો હતો ત્યારે જેતપુર થી પોરબંદર સુધીનો ફોર ટ્રેકનું કામ ચાલુ હતું તે કંપનીમાં અમારી 20 ગાડી ચાલતી હતી તે કંપનીએ ખનીજ ચોરી કરેલ તેનો દંડ 50 લાખ રૂપિયા થયેલ કંપનીના મેનેજર એ મને જણાવેલ કે આપ અમને કરાવી આપો. મેં તમને ચોખા શબ્દોમાં ના પાડી દીધેલ તેમને મને જણાવેલ કે હું તમારી ગાડી છૂટી કરી આપીશ મેં કીધું જેવું આપને યોગ્ય લાગે તેવું કરો પણ હું મારા સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું કંપની હાઇકોર્ટ સુધી ગયેલ પણ છેલ્લે તેમને દંડ વ્યાજ સહિત ભરાવો પડ્યો અમારી કામગીરી એટલી સરસ હતી કે અમારી ગાડી છોડવાની તેમની હિંમત જ ન થઈ કોન્ટ્રાક્ટ પૂરો થયો ત્યાં સુધી અમારી ગાડી ચાલુ રહી તમે પ્રમાણિકતાથી કામગીરી કરશો તો કુદરત પણ તમને પૂરેપૂરો સપોર્ટ કરશે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે*

પોતાના પત્ની જીજ્ઞા બેન વિશે નો જાહેર જીવન નો સંકલ્પ શું કર્યો તેની વાત કહી::
         *મારા પત્ની સુધરાઈ સભ્ય હોવાથી નગરપાલિકામાં પ્રમુખની ચૂંટણીમાં મત આપવાના 25 લાખ રૂપિયાની ઓફર આપવામાં આવેલ પણ અમોએ ચોખા શબ્દોમાં ના પાડેલ અનીતિનો પૈસા ન લેવો એ અમારો સંકલ્પ કરેલો છે*  

"ગૃહસ્થાશ્રમ માં પ્રવેશી લગ્ન બાદ મા બાપ ને ભૂલી નહિ જતા"::
*બીજુ એજ્યુકેશન મેળવીને સારી નોકરીએ લાગી જાવ ત્યારે આપના લગ્ન માટે કોઈ પણ પાત્રને જોવા જાવ ત્યારે તેમને પહેલા જ કહી દેવાનું કે આજે હું કાંઈ પણ છું તો મારા મા બાપ થકી છું તેમને મને ના નથી મોટો કરી ભણાવી ગણાવી આ હોદા સુધી પહોંચાડેલ છે મારા મા બાપ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી આપણી સાથે રહેશે તમને આ વાત મંજૂર હોય તો જ આપણે આગળ વધીએ આ વાત આપ જણાવી દેશો તો ભવિષ્યમાં ક્યારે પણ આપના પત્ની આપને જુદા રહેવા જવાનું કે મા બાપથી રોજની ફરિયાદ કરવાની હિંમત નહીં કરી શકે

"જીવન માં કોઈ નિયમ રાખજો અને મા બાપ ને પ્રત્યક્ષ ભગવાન સમજી કરજો વંદના"::
અત્યારની સ્થિતિ જોતા ઘણા બધા મા-બાપ બિચારા મોટી ઉંમર હોવા છતાં પોતાના ગામ રહેતા હોય છે તેમનાથી કામ ન થઈ શકે તો પણ કામ કરવું પડતું હોય છે અને જેમના ઉપર તેમનો જિંદગીનો વિશ્વાસ હોય તે મોટા સિટીમાં પતિ પત્ની રહેતા હોય છે પણ આપ લોકોને ખબર નથી જીવતા મા બાપની હાય આપણી જિંદગી બરબાદ કરી નાખે છે તેમની કેપેસિટી હોય કે ન હોય તમને ભણાવવા માટે થઈ એમને પોતાનું સર્વ કુરબાન કરી આપેલું હોય છે તેથી આપ સર્વે ભાઈઓ તથા બહેનોને મારી નમ્ર વિનંતી છે કે આ પૃથ્વી ઉપર કોઈપણ જીવતા જાગતા દેવ હોય તો તે આપણા મા-બાપ છે*

"જિંદગી માં કોઈ ટેક લઈ નિયમિત પાળજો જેથી મન સ્વસ્થ રહેશે "::
       *હું મારો પોતાનો દાખલો આપને આપું છું દરરોજ સવારે બે કલાક 30 મિનિટ પૂજા પાઠ માળા બે મંદિરે જવાનું ભગવાન માટે નો દરરોજનો સમય અઢી કલાક આપવાનો જ પછી જ પાણી પીવાનું. જ્યાં સુધી પ્રાપ્ત કાર્ય ન થાય ત્યાં સુધી પાણી ન પીવાનું ટેક રાખેલ છે ત્યારબાદ માત પિતાને પગે લાગવાનું બપોરે ઘરે જમવામાં મા બાપ સાથે જમવા બેસવાનું સવારથી બપોર સુધીમાં જે પણ વાતચીત થઈ હોય તે જણાવવાની રાત્રે આવીને સાથે જમીને બપોર બાદની જે પણ વાતચીત હોય તે જણાવવાની એક પણ વસ્તુ મા-બાપથી છૂપી રાખવાની નહીં આ વસ્તુ અપનાવવાથી આપને જિંદગીમાં આપને ક્યારે પણ કોઈ પણ પ્રકારના ખોટા વિચાર નહિ આવે

વ્યસન ન કરવા અંગે સલાહ::
    બીજી વસ્તુ કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં કરવાનું. ચોરાશી લાખ યોની ફરિયા પછી મનુષ્ય અવતાર મળ્યો છે તેમાં પણ બ્રાહ્મણના ઘરે જન્મ મળ્યો છે*

"મા બાપ ને ધાર્મિક યાત્રા પ્રવાસ કરાવજો"::
          *મેં તથા મારા પત્નીએ ક્યારે પણ એકલા ગયેલ નથી મારા માત પિતા સાથે જ હોય છે હિન્દુસ્તાનનો એક પણ દેવસ્થાન એવું નહીં હોય કે અમોએ તેમને ત્યાં જાત્રા કરાવેલ ન હોય અમરનાથ યાત્રા પણ અમે ચાલીને કરાવેલ છે ચારધામ યાત્રા ગંગાસાગર યાત્રા જ્યોતિર્લિંગ યાત્રા હરિદ્વાર યાત્રા શ્રી મહાકાલેશ્વર યાત્રા આપ સર્વે ભાઈઓ તથા બહેનોને મારી નમ્ર વિનંતી છે જીવતા મા-બાપને આપ ખુશ રાખશો તો આપે ક્યાંય પણ કોઈ પણ પિતૃ કાર્ય કરવાની પણ જરૂર નહીં પડે મહેરબાની કરીને આપના માત પિતાનું ખાસ ધ્યાન રાખજો*
       *ઘણા કિસ્સામાં એવું પણ જોવા મળે છે કે દીકરો અને વહુ મા-બાપને રાખવા માગતા હોય છે પણ મા બાપનો જીવ તેમને દીકરીમાં જ હોય છે તો મા-બાપને પણ મારી નમ્ર વિનંતી છે કે આપના દીકરા વહુ ભેગા રહેશો એટલે થોડા થોડા નાના મોટા પ્રોબ્લેમ થવાના છે પણ ક્યારેય પણ આપનો બીજા દીકરાના વહુના વખાણ કરવા નહીં આપ જેની સાથે રહેતા હોય તે જ વહુના વખાણ કરવા કારણ કે જેની સાથે આપ્ રહેતા હશો તો તેની સાથે ક્યારેક ક્યારેક થોડા થોડા નાના મોટા મન દુઃખ થતા હશે પણ આપે એ યાદ રાખવાનું છે કે આ લોકો મને સાચવે તો છે ને તો જેના ભેગા રહીએ તેમના જ વખાણ કરતા રહેશો તો જિંદગીમાં ક્યારેય પણ આપને દુઃખી થવું નહીં પડે*

"ટુકડો ત્યાં હરિ ઢુક ડો" - અન્નદાન મહાદાન ::
         *અમારી ઘરે આખો દિવસ દરિદ્ર નારાયણ લોકોને જમવાનું આપવામાં આવે છે ચા તથા નાસ્તો આખો દિવસ આપવામાં આવે છે દર મકરસંક્રાંતિ ઉપર 1500 બાળકોને 40 વસ્તુ ની કીટ બનાવીને આપવામાં આવે છે ઉનાળામાં છાશ વિતરણ કરવામાં આવે છે તથા ચપ્પલ વિતરણ કરવામાં આવે છે તથા કેરીની સિઝનમાં ઈસરાના પાટીયે 1500 દરિદ્ર નારાયણને જમાડવામાં આવે છે ચોમાસામાં તાલપત્રી વિતરણ કરવામાં આવે છે નવરાત્રીમાં ગરમી મંડળની બાળાઓને જમાડવામાં આવે છે શિયાળામાં ધાબળા વિતરણ કરવામાં આવે છે દર પુનમે બાપા સીતારામ ની મઢુલીએ બટુક ભોજન કરવામાં આવે છે દ્વારકાધીશ સોસાયટીના પુલ ઉપર સબૂતરો બનાવેલ છે તેમાં દરરોજ કબુતરને ચણ નાખવામાં આવે છે તથા ગાઠીયા નાખવામાં આવે છે મેડિકલ કેમ કરવામાં આવે છે તેમાં દવા ફ્રી  આપવામાં આવે છે આ રીતની સેવાકીય પ્રવૃતિ આપનાથી થાય એટલી આપ કરતા રહેશો એનો આનંદ આપને ખૂબ જ મળશે આપના ઘરમાં ક્યારે પણ ઝઘડા નહીં થાય અને આપના ઘરનું વાતાવરણ ખૂબ જ પોઝિટિવ રહેશે જ્યારે પણ સગા વાલા તથા કોઈ પણ જગ્યાએ પૈસા આપવાનું થાય ત્યારે તમારા ઘરના મેમ્બર જણાવે તેનાથી તમારે વધારે આપવાનું કહેવાનું જેથી કરીને ક્યારેય પણ ઘરના મેમ્બરોને ખોટું બોલીને આપવાની ફરજ નહીં પડે*

::સમાપન અને આભાર ::
         *બોલવાનું તો હજી ઘણું બધું છે પણ સમયની મર્યાદા ના હિસાબે મારો વ્યક્તવ્ય પૂરું કરું છું આજરોજ એ જી બી એસ સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ ના પ્રમુખ શ્રી શૈલેષભાઈ મહેતા તથા કારોબારી ટીમ નો હું હૃદય પૂર્વક આભાર માનું છું કે આપે મને મુખ્ય મહેમાન તરીકે બોલાવી મારું સન્માન કરેલ તે બદલ આપ સર્વેનું હૃદયપૂર્વક આભાર માનું છું*
*મહાદેવ મહાદેવ મહાદેવ*

::::. :::: :::: :::: :::: :::: :::: :::: :::: :::: ::: :::: ::::

@નરેન્દ્ર ભાઇ જોશી

૯૪૨૭૫૦૨૩૯૯

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐