ફેડરલ માળખું આજ ની એજી બી એસ ની તાતી જરૂરિયાત :: લેખક :: શ્રી નટવર લાલ આર.જોશી,પોરબંદર એજી બી એસ પૂર્વ પ્રમુખ
ફેડરલ માળખું આજ ની એજી બી એસ ની તાતી જરૂરિયાત
- લેખક :: નટવરલાલ રેવા શંકર ભાઈ જોશી
પોરબંદર એજી બી એસ પૂર્વ પ્રમુખ
સેલ ફોન નંબર:: 91066 08937
::::. :::: :::: :::: :::: :::: :::: :::: :::: :::: :::
સંઘીય ઢાંચાની રચના સાથે એક ફેડરલ માળખા ની આજ ની તાતી જરૂર છે.
સને ૫૦ ના દાયકા માં કેશોદ બોર્ડિંગ ની રચના થઈ અને તેના પ્રમુખ આદરણીય શ્રી કામેશ્વર ભાઈ ગગજી ભાઇ વ્યાસ, મુંબઈ હતા જેના લોકાર્પણ પ્રસંગ નો હું સાક્ષી છું.
ત્યારે સમાજ માં શિક્ષણ માટે સરકાર તરફ થી શાળા ઓ ની સંખ્યા મર્યાદિત હતી આજ ની જેમ ગામે ગામ પ્રાથમિક શિક્ષણ થી આગળ સ્કુલ ની સગવડતા ન હતી..જેથી હાઇસ્કુલ
ની સગવડતા માટે શહેર માં જવું પડે અને કેશોદ એ આજુ બાજુ ના ઘેડ અને ભાદર કાંઠા વિસ્તાર ના ગામો ને સગવડ મળે અને અહીં જ્ઞાતિ પરિવાર ની સંખ્યા પણ બહોળી જેથી કેશોદ ખાતે બોર્ડિંગ ની સ્થાપના થઇ.
કેશોદ બોર્ડિંગ એ આપણી સર્વે પરગણા ની સંઘીય ભાવના સાથે કામ કરતી સંસ્થા જ્યાં આજ પણ જુદા જુદા પરગણા ના પ્રતિનિધિ ઓ ને સ્થાનિક શહેર યુનિટ પરગણા માંથી કારોબારી અને ટ્રસ્ટી તથા જનરલ બોડી માં સ્થાન આપી આપણે સંઘીય ભાવના સાથે કામ કરી એ છીએ.
મને યાદ છે ત્યાં સુધી કેશોદ બોર્ડિંગ પ્રમુખ એ આપણા સમસ્ત એજી બી એસ ના પ્રમુખ તરીકે કામ કરતા અને દરેક પરગણા કેશોદ બોર્ડિંગ પ્રમુખ ના આદેશ નું પાલન થતું અને આવી મજબૂત નેતાગીરી કે જે સમાજ ને આપી અને સંઘીય ભાવના સાથે કામ કરે તેવું નેતૃત્વ હતું. પરંતુ ધીરે ધીરે આ સંઘ ભાવના કરતા સ્થાનિક એકમ ની જરૂરિયાત ને મહત્વ આપી નવી પેઢી ની નેતાગીરી દ્વારા દરેક શહેર સ્તરે વિવિધ વિકાસ ના અને ભવન બાંધકામ અંગે કામગીરી થતી રહી છે. જે અંગે આપણે સર્વે વાકેફ છીએ. તે પણ એક તંદુરસ્ત વિકાસ ની નિશાની છે અને પરગણા ને બદલે શહેર પૂરતો આ સિલ સિલો સીમિત થઈ ગયો.
જેથી ગ્રામ્ય વિસ્તાર માં રહેતા પરિવારો સંગઠિત રહ્યા નહિ ફક્ત જે તે શહેર પૂરતી નેતાગીરી ની કામગીરી સીમિત રહી.
હું પોરબંદર માં વસુ છું જેથી પોરબંદર શહેર એજી બી એસ નો સભ્ય અને મને કોઈ મુશ્કેલી કે પ્રશ્ન હોય તો સ્થાનિક પોરબંદર શહેર મદદ કરે.
પરંતુ આપણા ગ્રામ્ય વિસ્તાર માં રહેતા પરિવારો અંગે શું ? તેઓ કોઈ પ્રશ્ન ની રજૂઆત કરવી હોય તો ક્યાં જાય કોઈ સેન્ટ્રલ ફેડરલ બંધારણ વળી સંસ્થા ખરી કે ત્યાં જઈ ને રજૂઆત થઈ શકે ?
આ પ્રશ્ન ને ધ્યાને રાખી ને આપણા વડવા ઓ એ એક સંઘીય માળખું રાખી સંસ્થા ઓ ઉભી કરી હતી અને કેશોદ બોર્ડિંગ તથા પોરબંદર વિદ્યાર્થી ભવન આ અંગે ના જાગતા ઉદાહરણ છે.
આ બન્ને સંસ્થા ના બંધારણ આ સંઘીય વિચાર સાથે કાર્યરત છે.
જો હું ભૂલતો ન હોઉં તો કેશોદ એ આવી સંઘીય ભાવના સાથે સને ૧૯૫૦માં એક ફેડરલ નેતૃત્વ પૂરું પાડ્યું અને તેના પ્રમુખ એ સમસ્ત એજી બી એસ ના પ્રમુખ તરીકે નો તેઓ નો રોલ અદા કર્યો. જે ઘણા વર્ષો સુધી એક ટ્રેડિશન અને પ્રથા રહી.
પરંતુ નવી નેતાગીરી સ્થાનિક શહેર યુનિટ કાર્ય રત થતાં હવે કેશોદ બોર્ડિંગ પ્રમુખ ફક્ત બોર્ડિંગ પ્રમુખ પૂરતા સીમિત રહી ગયા. તેનું કાર્ય ક્ષેત્ર ફક્ત બોર્ડિંગ પૂરતું સીમિત થઈ ગયું.
જેથી આજ ની તાતી જરૂરિયાત છે એક સંઘીય માળખા ની અને તે માટે આપણે ફેડરલ બંધારણ સાથે સમસ્ત એજી બી એસ નેતૃત્વ આપી શકે તેવા ફેડરલ પ્રમુખ હોદ્દા ની બંધારણીય જરૂર છે.
જે આપણા શિક્ષણ નું મદદ માટે ના સેન્ટ્રલ ફેડરલ ફંડ તેમજ મેડિકલ હેલ્પ માટે મેડિકલ ફેડરલ ફંડ અંગે નિર્ણય લઈ શકે અને ફક્ત શહેર યુનિટ નહિ પરંતુ સમસ્ત એજી બી એસ ના કોઈ પણ પરિવાર ને મદદ રૂપ થઈ શકે તેવા માળખા ની જરૂર છે.
ભલે સર્વે સ્થાનિક સ્તરે ની નેતાગીરી એજી બી એસ તેઓ ના શહેર યુનિટ સદસ્યો ની સગવડ માટે પુસ્તક વિતરણ,શૈક્ષણિક પ્રવૃત્તિઓ, કોમ્યુનિટી હોલ કે ભવન માટે માળખું ઉભુ કરે તે માટે કોઈ પ્રશ્ન નથી
પરંતુ આ બધા ને એક કેન્દ્રીય નેતૃત્વ મળે અને સૌ યુનિટ પોત પોતાની રીતે કામ કરે છે પરંતુ જેમ ભારત સરકાર અને જુદા જુદા રાજ્યો ની સરકાર કાર્ય સ્વતંત્ર રીતે કરે છે પરંતુ એક concurrent list ની યાદી મા સમાવાય - ફેડરલ માળખા સાથે કામ કરે છે તે રીતે "સમસ્ત એજી બી એસ - એક પ્રમુખ " વાળું એક ફેડરલ બંધારણ તેમજ કોમન વિષયો પર એક concurrent list ની યાદી સાથે આ ફેડરલ માળખાકીય વ્યવસ્થા એ આજ ની તાતી જરૂરિયાત છે.
અન્યથા આજ પણ આપણે જોઈ એ છીએ તેમ ગોહિલ વાડી સમાજ ની પણ ત્રણ તડ છે ૧. ઘેલા રામજી ગોહિલ વાડી સમાજ ૨. નથુ તુલસી ગોહિલ વાડી સમાજ ૩. નાથ દાદા તડ ગોહિલ વાડી સમાજ જે કદાચ એક જ ગોહિલ વાડી સમાજ હશે પરંતુ કાળ ક્રમે સામાજિક વ્યહવાર એક બીજા સાથે બંધ થતાં અને સર્વે અગ્રણી ઓ પોતાના સર્કલ પૂરતું વિચારતા થયા હોય અને ત્રણ તડ ગોહિલ વાડી સમાજ ના અસ્તિત્વ માં આવ્યા તેવું બને.
તે રીતે અલગ અલગ જગ્યા ના વસતા પરિવાર તેઓ પૂરતું વિચારતા થઈ જશે તો નવા તડ ગોહિલ વાડી સમાજ ના અસ્તિત્વ માં આવે તો નવાઈ નહિ.
જેથી આજ સમાજ માટે કાર્યકર્તા અગ્રણી ઓ, શ્રેષ્ઠીઓ,ટ્રસ્ટીઓ,જુદા જુદા શહેર ના પ્રમુખ શ્રી ઓ,કારોબારી સદસ્યો,વી.આ અંગે ગંભીરતા પૂર્વક વિચારે અને ફેડરલ માળખું તૈયાર કરવા અંગે અને તેનું બંધારણ નક્કી કરવા અંગે તથા કાર્યક્ષેત્ર માં કયા કોમન વિષયો પર એક concurrent list ની યાદી મા શિક્ષણ અને મેડિકલ ઉપરાંત સમાવેશ કરવો તે દિશા માં વિચારે.
મહાદેવ હર
લી. નટવરલાલ રેવા શંકર ભાઈ જોશી
પોરબંદર એજી બી એસ પૂર્વ પ્રમુખ
સંપર્ક સેલ ફોન નંબર:: 91066 08937
Comments
Post a Comment