"બેઠા ગરબા"... જુની પ્રાચીન ગરબા પરંપરા ને કોણે સાચવી છે ?
જામનગર મહિલા મંડળ નો "બેઠા ગરબા" ૨૦૨૨ નો સફળ પ્રયોગ: જબ્બર પ્રતિસાદ
પ્રાચીન ગરબા ભલે ચલણ ઓછું થતું જાય પરંતુ હજુ તે જીવંત છે અને આજ કાલ ઘોંઘાટ ભર્યા વાતાવરણ સામે અવાજ પ્રદૂષણ વિના સાયલન્ટ ફરી થી પ્રાચીન ગરબા નું આગમન થઈ રહ્યું છે.
==================================
જામનગર મહિલા મંડળ નો "બેઠા ગરબા" સફળ ૨૦૨૨ નો પ્રયોગ સાથે ૨૦૨૩ ત્વરિત બુકિંગ રજીસ્ટ્રેશન એ આ અંગે નો પુરાવો છે.
આવી પારંપરિક ગરબા અંગે ના નવતર પ્રયોગ હાથ જામનગર એજી બી એસ મહિલા મંડળ દ્વારા જીવંત કરાયો છે.
==================================
પ્રાચીન ગરબા V/S (વર્સીસ) અર્વાચીન ગરબા અને ડી જે ::
પ્રાચીન ગરબાનું ચલણ આજ કાલ ઓછું થઈ રહ્યું છે પરંતુ ગરબા હજુ ટકી રહ્યા છે કારણ એ સાંસ્કૃતિક વારસો છે.
પ્રાચીન ગરબાનું ચલણ આજ કાલ ઓછું થઈ રહ્યું છે પણ માહાત્મ્ય ઘટયું નથી
"આહિર ભૈરવ ખૂબ લોક પ્રિય રાગ રહ્યો છે. અને ......*તારા વિના શ્યામ મને એકલડું લાગે*
જેવા ગરબા ની લોકપ્રિયતા દેશદેશાવરમાં કેટલી બધી છે એ કહેવાની જરૂર નથી.
ડી.જે. કલ્ચરને લીધે સોસાયટીઓમાં નાને પાયે થતાં ગરબા અને ગૃહિણીઓનું ઇન્વોલ્વમેન્ટ સાવ ઘટી ગયાં છે.
પહેલાં "સાચી રે મારી સત રે ભવાની મા " ના ગરબા ગવાતા હતા, જે પારંપરિક ગરબા લોકપ્રિય અને લોક જીભે વારસાગત ગવાતા.
પાંચ દસ હજારના ગ્રાઉન્ડમાં કાલા કૌઆ કાટ ખાયેગા કે પછી નગાડા સંગ ઢોલ બાજે ભલે ગવાતાં હોય પણ હજુ પારંપરિક ગરબા સાંસ્કૃતિક વારસો હજુ પણ સચવાઈ રહ્યો છે.
==================================
નાગર ગૃહિણીઓએ "બેઠા ગરબા" દ્વારા પ્રાચીન ગરબાઓને જીવંત રાખ્યા ::
આજ પણ નાગર ગૃહિણીઓએ ગરબાની પરંપરા "બેઠા ગરબા" દ્વારા પ્રાચીન ગરબાઓને જીવંત રાખ્યા છે અને સચવાઇ રહ્યા છે
ગુજરાત અને મુંબઈમાં તો આ ગરબા થાય જ છે તદ ઉપરાંત અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ નાગરોએ "બેઠા ગરબા"ની પરંપરા સાચવી રાખી છે.
==================================
આવી પારંપરિક ગરબા અંગે ના નવતર પ્રયોગ હાથ જામનગર એજી બી એસ મહિલા મંડળ દ્વારા જીવંત કરાયો છે.
જામનગર મહિલા મંડળ દ્વારા પ્રાચીન ગરબા સંસ્કૃતિ ને જાળવણી માં યોગદાન:
તાજેતર માં જામનગર મહિલા મંડળ દ્વારા તેઓ ના નવ નિયુક્ત પ્રમુખ શ્રીમતી શીલા બેન કનક ભાઈ વ્યાસ તથા ઉપપ્રમુખ શ્રીમતી ડૉ.પૂર્વી બેન વિરલ ભાઈ વ્યાસ ના વડપણ હેઠળ નવલા નોરતા ની ઉજવણી નો "બેઠા ગરબા" પ્રોજેક્ટ અંતર્ગત ધામ ધૂમ સાથે નવ દિવસ જુદા જુદા મહિલા સદસ્યો ના રહેઠાણ પર ઉજવણી કરવામાં આવી.
જેમાં દરેક દિવસે અલગ અલગ ડ્રેસ કોડ સાડી કલર ની પરિધાન કરી જે તે રંગ નું અધ્યાત્મિક મહત્વ હોય તેને ધ્યાને લઇ નક્કી કર્યો હતો.
આ પ્રોજેક્ટ નો વિચાર સિનિયર સદસ્ય અને પ્રમુખ શ્રીમતી શીલા બેન કનક ભાઈ વ્યાસ દ્વારા પ્રસ્તાવિત થતાં સર્વે મહિલા મંડળ સદસ્યો એ વધવ્યો હતો જે ખૂબ સફળ રહ્યો.
આગામી ૨૦૨૩ ના વર્ષ ના નવરાત્રી ઉજવણી માટે ફૂલ રજીસ્ટ્રેશન બુકિંગ:
અત્યારથી જ સદસ્યો એ તેઓ ના ઘરે *"બેઠા ગરબા"* ના કાર્યક્રમમા નામ આગામી ૨૦૨૩ ના વર્ષ ના નવરાત્રી ઉજવણી માટે પણ રજીસ્ટ્રેશન પણ કરાવી લીધું છે. જે નવ દિવસ નું બુકિંગ પણ થઈ ગયું છે.
આગામી નવરાત્રી 2023 માટે ના યજમાન મહિલા સદસ્યો ની યાદી :
૧ હેતલબેન ઠાકર
૨ રેખાબેન મહેતા
૩ એકતાબેન મહેતા
૪ ભાવના બેન વ્યાસ
૫ વર્ષાબેન વ્યાસ
૬ કાજલબેન મહેતા
૭ હેતલબેન વ્યાસ
૮ કિરણબેન મહેતા
૯ વિભૂતિબેન મહેતા
==================================
"નો રીપીટ" થિયરી::
ઉપરોક્ત બુકિંગ માં મહિલા મંડળ દ્વારા ખાસ તકેદારી રાખી અને આ વખતે ૨૦૨૨ માં જે કોઇના પણ ઘરે *"બેઠા ગરબા"* હતાં એ કોઇના સદસ્યો ને રીપીટ કર્યા નથી.
જેથી કરી અન્ય સદસ્યો ને લાભ મળી શકે આમ "નો રીપીટ" થિયરી અપનાવી છે.
અભિનંદન મહિલા મંડળ::
પ્રાચીન સાંસ્કૃતિક ગરબા ની જાણવણી માટે આ નવતર પ્રયોગ ના પ્રણેતા શીલા બેન તથા ડૉ. પૂર્વી બેન વ્યાસ ને અભિનંદન
અસ્તુ.
@ નરેન્દ્ર ભાઈ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯
Comments
Post a Comment