રાજકોટ એજીબીએસ મહિલા મંડળ આયોજિત નવરાત્ર મહોત્સવ ૨૦૨૨ સંપન્ન

વિવિધ શહેરો માં વસતા એજી બી એસ સદસ્યો ના સંગઠનો ની મહિલા મંડળ વીંગ ધાર્મિક,સાંસ્કૃતિક પ્રસંગો ની ઉજવણી કરે છે
મહિલા મંડળ દ્વારા શારદીય નવરાત્રી,ચૈત્રી નવરાત્રી તથા શ્રાવણ માસ નિમિત્તે ના વિવિધ રાસ, ગરબા,શતક પાઠ, સત્ય નારાયણ પુજન કથા પાઠ તેમજ ગણેશોત્સવ તથા વિવિધ પ્રસંગો ની ઉજવણી કરવા માં આવે છે.

તાજેતર માં નવરાત્ર મહોત્સવ ની ઉજવણી ના ભાગ રૂપે એક દિવસીય નવરાત્ર મહોત્સવ રાજકોટ એજી બી એસ મહિલા મંડળ દ્વારા પ્રમુખ શ્રીમતી ભાવનાબેન વ્યાસ અને તેમની ટીમ દ્વારા  તા.૮.૧૦.૨૨ ના રોજ  રાજકોટ એજી બી એસ ભવન ખાતે યોજાય ગયો.

દીપ પ્રાગટય સાથે મહોત્સવ ખુલ્લો મુકાયો::
    મહિલા મંડળ  દ્વારા આ અંગે સ્પર્ધા એન્ટ્રી પાસ ના વિતરણ સાથે તા.૮.૧૦.૨૨ ના રોજ ક.૮.૦૦ વાગે રાત્રે મહિલા મંડળ પ્રમુખ શ્રી અને અગ્રણી સદસ્યો દ્વારા દીપ પ્રાગટય સાથે સ્પર્ધકો તથા સદસ્યો માટે રાસોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

અલગ અલગ કેટેગરી માં   "વેલ ડ્રેસ" તથા  "વેલ પ્લેયડ" ના સ્પર્ધકો માં ઈનામ વિતરણ:

મહિલા મંડળ દ્વારા અલગ અલગ વય જૂથ ના કેટેગરી માં "વેલ ડ્રેસ" તથા  "વેલ પ્લેયડ" ના સ્પર્ધકો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

૧. એ ગ્રુપ ( ૫ વર્ષ થી ૧૨ વર્ષ) 
૨. બી ગ્રુપ ( ૧૩ વર્ષ થી ૨૫ વર્ષ
૩. સી ગ્રુપ ( ૨૬ વર્ષ થી ૪૦ વર્ષ) 
૪. ડી ગ્રુપ ( ૪૧ વર્ષ થી ઉપર)

  તમામ ચાર ગ્રુપમાં  વિજેતાઓને પ્રથમ ઇનામ તરીકે વોટર જગ અને દ્વિતીય ઇનામમાં મોબાઈલ કમ કી સ્ટેન્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
૧.પહેલું ઈનામ વેલ ડ્રેસ તથા વેલ પ્લેયેડ માટે : વોટર જગ ( મેલ તથા ફિમેલ બન્ને  કેટેગરી માટે)
૨. બીજુ ઈનામ વેલ ડ્રેસ તથા વેલ પ્લેયેડ માટે :
મોબાઈલ કમ કી સ્ટેન્ડ ( મેલ તથા ફિમેલ બન્ને  કેટેગરી માટે)
 
સ્પર્ધા ના જજ તરીકે સેવા ::
    ઉપરોક્ત સ્પર્ધા ઓ માટે નિર્ણાયક તરીકે શ્રીમતી વનીતાબેન વોરા અને  શ્રીમતી ભાવનાબેન વ્યાસે  સેવા આપી હતી.

સ્ટેજ સંચાલન::
    પ્રસંગ નું સંચાલન અને ઉદઘોષ ક તરીકે તથા સ્ટેજ સંચાલન મહિલા મંડળ સદસ્ય શ્રીમતી ચાંદની બેન વ્યાસ એ કર્યું હતું.
સમાપન:
નવરાત્ર એક દિવસીય રાસોત્સવ પૂર્ણ થયા બાદ સાઉથ ઈંડિયન રેસીપી આઇટમ મસાલા ઢોસા, પેપર ઢોસા, ઇડલી સંભાર મેંદુવડા, મસાલા ઉત્તપમ વગેરે વાનગીઓ  ની ભોજન વ્યવસ્થા ના સ્વાદ માણી   હર્ષોલ્લાસ પુર્ણ પ્રસંગ સંપન્ન થયો હતો.
મહિલા મંડળ પ્રમુખ શ્રી અને આયોજક  ટીમ દ્વારા સર્વે નો આભાર સાથે સૌ છુટા પડ્યા હતા.

વિશેષ :: રાજકોટ મહિલા મંડળ ૨૦૨૨ ની  ટીમ  ::
     વર્તમાન કાર્યરત ટીમ હોદેદારો અને કારોબારી સમિતિ સદસ્યો
(૧) ભાવનાબેન પરેશભાઈ વ્યાસ પ્રમુખ શ્રી (૨)દીપ્તિબેન હિંમતલાલ વ્યાસ ઉપપ્રમુખ શ્રી
(૩) નેહાબેન ચિરાગભાઈ મહેતા ઉપપ્રમુખ શ્રી (૪)સ્મિતાબેન ઉમેશભાઈ શાસ્ત્રી મંત્રી શ્રી (૫)ધર્મિષ્ઠાબેન શૈલેષભાઈ મહેતા સહમંત્રી
 (૬)દીપાબેન દર્શિતભાઈ વ્યાસ સભ્ય શ્રી 
(૭)ચંદાબેન ઉમેશભાઈ પંડ્યા સભ્યશ્રી 
(૮)પાયલબેન વિરેન્દ્રભાઈ મહેતા સભ્યશ્રી
 (૯)ચાંદનીબેન રોનકભાઈ વ્યાસ સભ્યશ્રી
 (૧૦) કવિતાબેન કમલભાઈ વ્યાસ સભ્યશ્રી                 (૧૧)રૂપલબેન હિતેશભાઈ જોશી સભ્યશ્રી    (૧૨)કાજલબેન રૂપેશભાઈ જોશી સભ્યશ્રી
 (૧૩) ગાયત્રીબેન અશોકભાઈ જોશી સભ્યશ્રી
           ઉપરોક્ત રાજકોટ મહિલા મંડળ ૨૦૨૨ ની  ટીમ  તારીખ ૧૧.૮.૨૨ ના રોજ રક્ષાબંધન ના રોજ વરણી થયેલ છે જે  નો કાર્યકાળ બે વર્ષ નો ૨૦૨૪ સુધી નો છે

અસ્તુ.

( ઇનપુટ્સ: એજી બી એસ રાજકોટ મહિલા મંડળ મંત્રી શ્રીમતી સ્મિતા બેન શાસ્ત્રી,)

@ નરેન્દ્ર ભાઈ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐