વ્યોમ જોશી, આઈ આઈ ટી રુર્કી ( ઉત્તરાખંડ) ખાતે એન્જિનિયરિંગ માં મળ્યું એડમિશન.અભિનંદન

💐ચી. વ્યોમ જોશી, રાજકોટ અભિનંદન💐
विद्याधनं  सर्वधनं  प्रधानम्  ।।
કલાણા જોશી પરિવાર  નું ગૌરવ

શ્રી વ્યોમ ડી.જોશી રાજકોટ નાઓ એ ને JEE advance  માં પરિણામ જાહેર થયું તેમાં ક્રમાંક ૬૫૭૩ મી રેન્ક પ્રાપ્ત કરેલ છે
    તેઓ ને આઈ.આઈ.ટી.રૂર્કી ખાતે મેટલાર્જી કલ એન્ડ મટીરિયલ  એન્જિનિયરિંગ માં મળ્યું એડમિશન છે અને તેઓ એ એકેડેમી ક સત્ર join કર્યું છે.

ખુશી ની લાગણી શેર કરી
==================================
શિક્ષણ અને રમત આ બંને વચ્ચે સંતુલન કરી બન્ને  ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ

આવા લક્ષ્ય સાથે  વ્યોમ જોશી, રાજકોટ નાઓ એ સિદ્ધિ પ્રાપ્ત કરી.

વ્યોમ જોશી,રાજકોટ વિશે ટુંક પરિચય::

 ચી. વ્યોમ જોશી, રાજકોટ તેઓ નો જન્મ ૨૯.૧૦.૨૦૦૪ ના રોજ રાજકોટ સ્થિત શ્રી દુષ્યંત ભાઈ દલસુખ ભાઈ જોશી તથા ઇલાબેન (જૂનાગઢ કલાણા જોશી પરિવાર ) ને ત્યાં થયો

તેઓ  શ્રી દલસુખભાઈ અંબાશંકર જોશી, જૂનાગઢ ના પૌત્ર છે.
 
શૈક્ષણિક કારકિર્દી ગ્રાફ:
અભ્યાસ:: ધો.૧૨ સાયન્સ
   ૧.   CBSE બોર્ડધોરણ ૧૨ સાયન્સ નું જુલાઈ૨૦૨૨ માં પરિણામ જાહેર થયું તેમાં CBSE A ગ્રુપ માં 93.4 ટકા સાથે ઉત્તીર્ણ થયેલ છે.
૨  તેમજ JEE MAIN 2022 માં 99.26 પર્સેન્ટાઇલ પ્રાપ્ત કર્યો હતો.
૩. તાજેતર માં જાહેર થયેલ JEE advance  માં કોમન રેન્ક લીસ્ટ માં  ક્રમાંક  ૬૫૭૩ મી રેન્ક પ્રાપ્ત કરેલ છે
   તેઓ ને  કેમે સ્ટ્રી , ફિઝિક્સ અને મેથ્સ, માર્ક્સ કુલ સ્કોર ૧૦૬ અને પોઝિટિવ સ્કોર ૧૨૪ માર્ક્સ ના ટોટલ સાથે સી  આર એલ ૬૫૭૩ રેન્ક પ્રાપ્ત કર્યો.
==================================
રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ: રમત ગમત ખેલાડી અને  સારા તરવૈયા::
શ્રી વ્યોમ જોશી સારા તરવૈયા છે અને રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે સ્વિમિંગ સ્પર્ધા માં ભાગ લઈ ચૂક્યા છે.
સ્વિમિંગ માં પ્રાપ્ત સિદ્ધિઓ::
૧. તરણ સ્પર્ધા સને ૨૦૧૫-૧૬ માં ગુજરાત સરકાર આયોજિત ખેલ મહાકુંભ માં ૧ ગોલ્ડ,૧સિલ્વર,૧ કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કરેલ.
૨.સને ૨૦૧૬ માં  અંડર ૧૨ જૂથ ની ૫૦ મીટર ફ્રી સ્ટાઇલ માં ભાગ લઈ તેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અને બેંગલોર ખાતે  યોજાયેલ રાષ્ટ્રીય સ્પર્ધા માં ગુજરાત નું પ્રતિનિધિત્વ કર્યું હતું.
 
તેઓ ને ઉજવળ શૈક્ષણિક કારકિર્દી માટે શુભેચ્છા
==================================

આઈ આઈ ટી, હરિદ્વાર હાઈ વે, રૂર્કિ, જી.હરિદ્વાર (ઉત્તરાખંડ), વિશે::
આઈ આઈ ટી, રૂર્કિ ની સ્થાપના ૨૦૦૧ માં કરવા માં આવી છે
    આઈ આઈ ટી, રૂર્કિ, જી.હરિદ્વાર (ઉત્તરાખંડ), એશિયા ની સૌથી જૂની ટેકનિકલ યુનિવર્સિટી છે. તેના આર્કિટેક ના બેચલર કોર્સ માટે તેનું પ્રથમ ક્રમાંકે રેન્કિંગ રહ્યું છે તેમજ એન્જિનિયરિંગ કોર્સ માટે ટોપ આઈ આઈ ટી માં ૬ ઠ્ઠા ક્રમાંકે આવે છે. કુલ મળી ને આઈ આઈ ટી, રૂર્કિ નું પરફોર્મન્સ ની દ્રષ્ટીએ સ્થાન ૭ માં ક્રમાંકે  છે. અહી ૮૩ જેટલા જુદી જુદી શાખા ઓ ના કોર્સ નો અભ્યાસક્રમ ચાલે છે. 
   તેમજ જુદા જુદા ૨૨ જેટલા જુદી જુદી શિક્ષણ શાખા ના ડિપાર્ટમેન્ટ છે.

   આઈ આઈ ટી, રૂર્કિ  નું કેમ્પસ આશરે ૩૬૫  એકર જમીન વિસ્તરેલ છે. તેમજ ઉત્તરાખંડ ની પ્રથમ ક્રમાંક ની શૈક્ષણિક સંસ્થા છે. જે દિલ્હી થી રોડ રસ્તે હરિદ્વાર હાઈ વે પર  હરિદ્વાર જિલ્લા માં આવેલ છે. જે દિલ્હી થી આશરે ૧૮૯ કી.મી. રોડ માર્ગે થાય છે અને ત્યાંથી  હરિદ્વાર  ૧૪ કી.મી.ના અંતરે આવેલ છે.

    સંસ્થા નું  ક્યુ એસ વર્લ્ડ રેન્કિંગ માં તેનું સ્થાન ૩૬૯ મુ છે.

જરૂર થી પ્રશ્ન થાય કે  શું છે ?
કવકવારેલી સિમોન્ડ્સ લી. દ્વારા વિશ્વ ની ટોપ યુનિવર્સિટી નું રેન્કિંગ સને ૨૦૦૪ થી નિયત માપદંડ અને જુદી જુદી કોર્સ ની સુવિધાઓ સાથે  નક્કી માપદંડ પરિપૂર્ણ થતાં હોય અને કોર્પોરેટ જગત માં યુનિવર્સિટી નું શિક્ષણ ગુણવત્તા સભર હોય ને મોભાદાર નજર થી જોવા માં આવતી હોય અને તેનું  સ્થાન ધરાવતી હોય તેમજ ત્યાં થી અભ્યાસ કરી  ગ્રેજયુએટ વિદ્યાર્થી ઓ ને સારા વળતર સાથે જોબ મળતી હોય અને  આધારે રેન્કિંગ આપવા માં આવે છે. જેને ક્યુ એસ વર્લ્ડ રેન્કિંગ કહેવામાં આવે છે

 સને ૨૦૨૩ માં પ્રથમ ત્રણ ક્યુ એસ વર્લ્ડ રેન્કિંગ સ્થાન ધરાવતી સંસ્થા ઓ : 
૧.મેસેશુ ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનો લોજી ,યુ.એસ. નું પ્રથમ નંબર ક્યુ એસ વર્લ્ડ રેન્કિંગ માં સને ૨૦૨૩ માં છે.
૨. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ યુ.કે. બીજા ક્રમાંકે છે. 
૩.જ્યારે સ્ટેન્ડ ફોર્ડ યુનિવર્સિટી યુ.એસ.
ત્રીજા ક્રમાંકે આવે છે.

આઈ આઈ ટી, રૂર્કિ ની સ્થાપના ૨૦૦૧ માં કરવા માં આવી છે પરંતુ તે પૂર્વે  ભૂતકાળ માં નજર દોડાવી એ તો રૂર્કિ એન્જિનિયરિંગ કોલેજ  અને યુનિવર્સિટી નો  લાંબો ઇતિહાસ છે.

ભારત ની સૌથી જૂની એન્જિનિયરિંગ સંસ્થા છે
ઉત્તર પશ્ચિમ પ્રો વિન્સ  ના બ્રિટિશ ગવર્નર જેમ્સ થોમસન દ્વારા ગંગા નદી ના   કેનાલ માટે ના પ્રોજેક્ટ માટે કામ કરતા એન્જીનીયર અને સર્વેયર અને સ્ટાફ ને ટ્રેનિંગ માટે ૧૮૪૭ માં સ્થાપના કરવામાં આવી હતી.

જે ગંગા નદી ના  ૧૮૫૪ માં કેનાલ નું કામ પૂર્ણ થતાં   આ કેનાલ પ્રોજેક્ટ ના ડિઝાઈનર અને પ્રોજેક્ટ ઇન્ચાર્જ શ્રી પ્રોબી કોટલે દ્વારા સિવિલ એન્જિનિયરિંગ કોલેજ નું નામ ગવર્નર શ્રી જેમ્સ થોમસન ના મૃત્યુ બાદ તેની સ્મૃતિ માં થોમસન એન્જિનિયરિંગ કોલેજ રાખવા માં આવ્યું.

  બાદ માં ભારત ની સ્વતંત્રતા બાદ તે કોલેજ ને  યુનિવર્સિટી નો દરજ્જો સને ૧૯૪૯ માં આપવા માં આવ્યો અને રૂર્કિ યુનિવર્સિટી

સને ૧૯૯૭ માં રૂર્કિ યુનિવર્સિટી એ ૧૫૦ વર્ષ પૂર્ણ કર્યા અને તેના ભાગ રૂપે પોસ્ટલ સ્ટેમ્પ પણ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી. હાલ આશરે આ સંસ્થા ૧૭૫ વર્ષ જૂની છે.

ફરી સને ૨૦૦૧ માં રૂર્કિ યુનિવર્સિટી ને આઈ આઈ ટી, રૂર્કિ તરીકે નું નામાભિધાન કરવામાં આવ્યું અને આઈ આઈ ટી, રૂર્કિ ની સ્થાપના ૨૦૦૧ માં કરવા માં આવી. જેનું મુખ્ય કેમ્પસ આશરે ૩૬૫ એકર વિસતર માં આવેલું છે.

સા હરન પુર ખાતે ના ૨૫ એકર વિસ્તાર ના કેમ્પસ માં પોલિમર સાયન્સ, પ્રોસેસ એન્જિનિયરિંગ, પેપર ટેકનોલોજી અને પેકિંગ ટેકનોલોજી ના કોર્સ પણ આઈ આઈ ટી રૂર્કિ દ્વારા ચલાવવા માં આવે છે. ગ્રેટર નોઈડા નોલેજ પાર્ક - ૨ ખાતે ના ૧૧ એકર માં પણ આઈ આઈ ટી નું કેમ્પસ આવેલ છે જે ૨૦૧૧ માં સ્થાપવા માં આવેલ છે.
==================================
અસ્તુ.
@નરેન્દ્ર ભાઈ જોશી
9427502399

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐