ઈન્દ્રા મુકામે ઈન્દ્રા બાપા નો પીઠિયા જોષી પરિવાર આયોજિત ૩૭ મો સને ૨૦૨૨ નો વાર્ષિક હવન સંપન્ન

ઈન્દ્રા મુકામે ઈન્દ્રા બાપા નો પીઠિયા જોષી પરિવાર નો ૩૭ મો સને ૨૦૨૨ નો વાર્ષિક હવન  સંપન્ન થયો.

🏀 ઈન્દ્રા મુકામે પીઠી યા જોશી પરિવાર નો તા ૨૯/૧૦/૨૦૨૨ ને શનિવાર , વિક્રમ સંવત ૨૦૭૯ લાભ પાંચમ ના રોજ વાર્ષિક યજ્ઞ નું આયોજન કરાયુ હતુ.

🏀જોષી પરિવાર નો વાર્ષિક યજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞ માં બહોળા પ્રમાણ માં ગોઠીયો હાજર રહી દર્શન અને પ્રસાદ નો લાભ મેળવ્યો

🏀આવતા વર્ષ ૨૦૨૩ ના હવન ના યજમાન શ્રી સ્વ. મહેશ જયેન્દ્ર ભાઇ જોશી ઇસરા વાળા મુંબઈ પરિવાર છે.

🏀શાસ્ત્રી જી તરીકે શ્રી નરેન્દ્ર ભાઇ જોશી જૂનાગઢ નાઓ દ્વારા હવન - પૂજન વિધિ ના આચાર્ય પદે રહ્યા હતા.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
::::::::::
પીઠિયા જોષી પરિવાર નો૩૭ મો વાર્ષિક હવન ના મુખ્ય યજમાન શ્રી::

🏀મુંબઈ અગ્રણી શ્રી ભરત ભાઇ નાથા લાલ ભાઇ જોશી પરિવાર પીઠિયા જોષી પરિવાર ૩૭ માં વાર્ષિક હવન ના મુખ્ય યજમાન તરીકે રહ્યો હતો

🏀શ્રી સમિર ભાઈ ભરત ભાઇ જોશી અને અ. સૌ. સોનલ બેન જોશી, મુંબઈ નાઓ પીઠિયા જોષી  મુખ્ય યજમાન તરીકે હવન પૂજન કર્યું હતું.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
::::::::::
🏀યજમાન પરિવાર શ્રી સમીર ભાઇ જોશી, વિશે ટુંક પરિચય::
        શ્રી સમીર ભાઇ જોશી, ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ મા ગ્રેજ્યુએશન કરી એમ.બી.એ કર્યું અને એડ વ ર્ટ ઇ ઝિંગ ના વ્યવસાય સાથે જોડાયેલ છે અને સારા કટાર લેખક પણ  છે

તેઓ ની સામ એન્ડ એન્ડી એ માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગ ક્ષેત્રે સને ૨૦૧૮ કાર્યરત કંપની છે.
   તેઓ ની કંપની "સામ એન્ડ એન્ડી" બ્રાન્ડ મેનેજમેન્ટ, સ્ટ્રેટેજીક માર્કેટિંગ, સહિત ક્રિએટિવ માર્કેટિંગ અને ડિજીટલ સોલ્યુશન ની સેવા  પૂરી પાડે છે.
   એડવર્ટાઇઝિંગ અને બ્રાન્ડ મેનેજમેન્ટ ક્ષેત્ર માં છેલ્લા વિશેક વર્ષ થી જુદી જુદી જે. વોલ્ટર, થોમ્પસન ( જે. જેબલ્યુ.ટી.),રેડીફ ફ્યુઝન વાય એન્ડ આર., પર્સેપ્ટ હકુહોડો, મેક કેન, જેવી મલ્ટી નેશનલ એડવર્ટાઇઝિંગ  કંપની ઓ માં વાઈસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ વી.જુદા જુદા હોદ્દાઓ પર રહી ચૂક્યા છે

માર્કેટિંગ ક્ષેત્રે બ્રાન્ડ વિશે મુંબઈ સમાચાર માં તેઓ "બ્રાન્ડ પ્લેને ટ" કોલમ માં માર્કેટિંગ પર નિયમિત કોલમ લખે છે.

તેમજ  તેઓ નું લખેલ પુસ્તક પણ માર્કેટિંગ ના પુસ્તક “બ્રાન્ડ બનશે, બિઝનેસ વધશે”. પ્રકાશન પણ સને જુલાઈ, ૨૦૨૦ માં થયું છે

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
::::::::::

🏀પીઠી યા પરિવાર ના ગોત્ર, કુળદેવ,પ્રવર,વેદ વી. ની અલભ્ય માહિતી ::

૧. ગોત્ર: શાંડીલ્ય

૨.પ્રવર: ત્રી પ્રવર - (ત્રણ) પ્રવર, :: ચાંદ્રાયણ, વત્સસ, કુત્સસ

૩. શાખા: મધ્યાંદિ ની, ૪. વેદ,: યજુર્વેદ 

૫. સૂત્ર: કાત્યાયન ૬. અવટંક: પીઠી યા જોશી

૭. સુરાપૂરા: ગંગદત્ત બાપા - ઇન્દ્રા બાપા

૮. સતી આઇ : હિર બાઈ મા અને હર બાઈ મા,

૯. નાગ: ઇન્દ્રા બાપા ૧૦. કુળ દેવી: અંબાજી/ દુર્ગા દેવી

   ઉપરોક્ત સર્વે કુળદેવ બાંટવા - પજોદ પાસે આવેલ ઇન્દ્રા ગામે બિરાજે છે.

   દર વર્ષ અહીં લાભ પાંચમ ના રોજ પીઠી યા જોશી પરિવાર હવન થાય છે.


(માહિતી સૌજન્ય: સ્વ.શ્રી પ્રાણજીવન ભાઈ તુળજા શંકર ભાઈ જોશી , જામજોધપુર)

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

::::::::::

શ્રી સમસ્ત પીઠીયા ઇન્દ્રા ટ્રસ્ટ ની  સાધારણ  સભા મીટીંગ અહેવાલ ::
🏀શ્રી સમસ્ત પીઠીયા ઇન્દ્રા ટ્રસ્ટ ની સાધારણ  સભા મળી નવા ટ્રસ્ટી મંડળ અને કારોબારી સમિતિ ની રચના કરવા માં આવી
     આ પ્રસંગે ગત મુદત પૂર્ણ કરનાર ટ્રસ્ટી મંડળ તથા કારોબારી સમિતી ની મુદત પૂરી થતાં  સેવા બિરદાવી હતી.
🏀આ પ્રસંગે  સ્વ અરવિંદભાઈ રામજીભાઈ જોષી ની પીઠી યા પરિવાર માટે આપેલ અવિરત સેવા ને યાદ કરી સ્મરણાંજલિ આપી હતી.
🏀નવા ટ્રસ્ટીશ્રી ઓ, ની નિમણુક::
૧. દલસુખભાઈ ભીમજીભાઈ જોષી કેશોદ
૨. નરેન્દ્રભાઈ ચંદુભાઈ જોષી સુરત
૩. બીનાબેન કૃષ્ણભાઈ જોષી જૂનાગઢ
4. હરસુખભાઈ જીણાભાઇ જોષી જૂનાગઢ
5. યોગેશભાઈ નર્મદાશંકર જોષી જૂનાગઢ

🏀 ૨૦૨૨ થી ૨૦૨૪ ત્રણ વર્ષ માટે   નવા પ્રમુખ મંત્રી તથા હોદેદારો ની વરણી::

પ્રમુખશ્રી, દિલીપભાઈ રામજીભાઈ જોષી જૂનાગઢ
ઉપપ્રમુખશ્રી,
૧. હેમેન્દ્રભાઈ મોહનલાલ જોષી કેશોદ
૨. આશિષભાઈ મનુભાઈ જોષી નંદાણા
મંત્રીશ્રી, સુરેશભાઈ વલ્લભભાઈ જોષી કેશોદ
સહમંત્રી, આકાશભાઈ પ્રવીણભાઈ જોષી કેશોદ
🏀 કારોબારી સદસ્યો ની વરણી:
(૨૦૨૨ થી ૨૦૨૪ ના ત્રણ વર્ષ માટે ની નવી કારોબારી સમિતિ ની રચના કરવા માં આવી)
૧. પ્રમોદભાઈ ચુનીભાઈ જોષી કેશોદ
૨. મયુરભાઈ જેન્તીભાઇ જોષી વેરાવળ
૩. બલીભાઈ વ્રજલાલ જોષી કેશોદ
૪. નિખિલભાઈ જેન્તીભાઇ જોષી કેશોદ
૫. નરેન્દ્રભાઈ ગીરજાસંકર જોષી બગીચાણા
૬. વિનેશભાઈ નાથાલાલ જોષી ઇસરા
૭. દિનેશભાઈ ગોવિંદજીભાઈ જોષી અમદાવાદ
૮. અનુપમભાઈ યોગેશભાઈ જોષી મુંબઇ
૯. નીતિનભાઈ ભાનુશંકરભાઈ જોષી વેરાવળ
૧૦. આકાશભાઇ હિમાંશુભાઈ જોષી સુરત
🏀 પીઠી યા પરિવાર સદસ્યો વિશે સર્વે કરી સર્વાંગી વિકાસ માટે માહિતી ડેટા તૈયાર કરવા અંગે::
    દરેક નિમણુક પામેલ સભ્ય એ દર ત્રણ મહિને તેમની આજુ બાજુ ના પીઠિયા જોષી પરિવાર ની રૂબરૂ મુલાકાત કરી તમામ માહિતી એકઠી કરી રિવ્યૂ આપવાનો રેહશે તમામનો સર્વાંગી વિકાસ થાય તેવી કામગીરી માટે કામગીરીનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે ત્યાર બાદ થતું યોગ્ય આયોજન કરશું.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
::::::::::

અસ્તુ.
@નરેન્દ્ર ભાઇ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯

( ઇનપુટ્સ:: પીઠી યા જોશી પરિવાર ટ્રસ્ટ પ્રમુખ શ્રી હેમેન્દ્ર ભાઇ જોશી, કેશોદ, ટ્રસ્ટી શ્રી દલસુખ ભાઇ જોશી,શ્રી પ્રમોદ ભાઈ જોશી કેશોદ,કારોબારી સદસ્ય )

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐