નેપાળ પ્રવાસ ની ખુશી શેર કરતા સિનિયર સિટીઝન પ્રફુલ્લ ભાઇ જોશી
"ભાઇ,મહાદેવ ની કૃપા અને વડીલો ના આશીર્વાદ અને મિત્રો ની શુભેચ્છાઓ થી સ્વાસ્થ્ય અને તંદુરસ્તી આજ ૭૪ વર્ષ ની વયે નેપાળ પ્રવાસ કર્યો ભગવાન પશુપતિ નાથ ના દર્શન કર્યા."
"નેપાળ નુ કુદરતી સૌન્દર્ય સને નૈસર્ગિક વાતાવરણ નો આનંદ પૌત્ર ધાર્મિક સાથે અને પરિવાર સાથે માણ્યો."
"અગાઉ અમરનાથ જેવી કઠિન યાત્રા પણ કરી. કુલ બાર જ્યોતિર્લિંગ માંથી આઠ ના દર્શન પણ કર્યા."
સંતોષ ના સૂર અને આનંદ ના ભાવ સાથે કહ્યું
"બસ મહાદેવ ની કૃપા અને વડીલો ના આશીર્વાદ"
ઉપરોક્ત સવાંદ આપણા સિનિયર સદસ્ય શ્રી પ્રફુલ્લ ભાઇ જોશી,કેશોદ ના રહ્યા. તેઓ જીવન ની અમૃત કાલ માં પ્રવેશી ચૂક્યા છે
તાજેતર માં દિવાળી દરમિયાન તા.૩૧.૧૦.૨૨ ના રોજ કેશોદ સ્થિત શ્રી પ્રફુલ ભાઇ જોશી અને શ્રીમતી રમાબેન જોશી એ પૌત્ર ધાર્મિક અને પરિવાર સદસ્યો ક્રિષ્નાબેન,વીણાબેન સાથે પૂર્ણ કરી ૪.૧૧.૨૨ ના પરત આવ્યા.
==================================
"તા.૩૧.૧૦.૨૨ ના અમદાવાદ થી દિલ્હી અને દિલ્હી થી કાઠમંડુ હવાઈ પ્રવાસ કર્યો પરત તા.૪.૧૧.૨૨ કાઠમંડુ થી દિલ્હી અને દિલ્હી થી અમદાવાદ"
પાંચ દિવસ નો નેપાળ પ્રવાસ:
૧.એક દિવસ કાઠમંડુ રાત્રી રોકાણ
૨.બીજા દિવસે બાય કાર પોખરા હિલ્સ સ્ટેશન તેમજ વારાહી દેવી ની આરતી કરી
૫૦૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલમનોકામના દેવી દર્શન તથા ગુપ્તેશ્વર મહાદેવ ના દર્શન
૩.તેમજ ડેવિઝ ફોલ્સ નામ ના ધોધ નો કુદરતી નજારો પણ માણ્યો.
૪.કાઠમંડુ રોકાણ અને મુલાકાત સાથે તા.૪.૧૧.૨૨.પરત.
==================================
સિનિયર સીટીઝન શ્રી પ્રફુલ્લ ભાઇ જોશી અને શ્રીમતી રમા બેન વિશે ટુંક પરિચય::
શ્રી પ્રફુલ્લ ભાઇ જોશી,મૂળ વતન કળેગી ઘેડ ખાતે કરશનજી ઈન્દ્રજી જોષી પરિવાર માં તા ૧૧/૬/૧૯૪૮ ના રોજ જન્મેલા અને વ્યવસાયે શિક્ષક હાલ કેશોદ ખાતે નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે.તેઓ વાંચન,પ્રવાસ, તથા ગેમ્સ માં ઇન્ડોર ચેસ તેઓ ની ફેવરિટ ગેમ રહી અને તેમાં પણ તેઓ ચેમ્પિયન છે
શ્રી પ્રફુલભાઈ અને શ્રીમતી રમાબેન જોષી તાજેતર માં તા.૨૭.૩.૨૨ ના રોજ તેઓ ના લગ્ન જીવન ની ૫૦ મી વર્ષ ગાંઠ ગોલ્ડન જ્યુબીલી પૂર્ણ કરી.
તેઓ તલગાજરડામાં પ.પૂ. મોરારીબાપુની પાવન નિશ્રામાં પ્રતિવર્ષ માફક યોજાતા અસ્મિતા પર્વ માં સને ૨૦૧૩ ના અસ્મિતા પર્વ - '૧૬ - મહુવા અને ગુજરાત સમાચાર- " સમન્વય" માં વિશેષ આમંત્રણ સાથે ની ઉપસ્થિત પૂ.મોરારી બાપુ ના સાથે એક નિવૃત્ત શિક્ષક તરીકે રહી.
તેઓ ને સ્વાસ્થ્ય અને તંદુરસ્તી સાથે ફિટનેસ ખરી જેથી અમરનાથ જેવી કઠિન યાત્રા પણ કરી. તેમજ કુલ જ્યોતિર્લિંગ માંથી આઠ ના દર્શન પણ કર્યા.
મિત્રો અને કુટુંબીજનો સાથે ત્રણ વખત ઉત્તર ભારત ના યાત્રા પ્રવાસ પણ કર્યો છે.
તેઓ ના પુત્ર શ્રી રાજુ ભાઇ પી.જી.વી.સી. અેલ.માં જોબ કરે અને સારા ક્રિકેટ અને કબ્બડી પ્લેયર છે.
પ્રફુલ ભાઇ સંતાનો ક્રિષ્નાબેન , વીણાબેન , રાજુભાઈ ની સફળતા માટે નું સંચાલક બળ રહ્યા છે.
કેશોદ ને કર્મભૂમિ બનાવી નિવૃત જીવન ગાળી રહેલ સિનિયર સદસ્ય અને આદરણીય શ્રી પ્રફુલ્લ ભાઇ જોશી ના દીર્ઘાયુ તથા સ્વસ્થ સુખાકારી જીવન માટે શુભેચ્છા અને કામના
==================================
કાઠમંડુ અને ભગવાન પશુપતિ નાથ પ્રાગટ્ય કથા:
ભગવાન પશુપતિ નાથ નેપાળ ખાતે આવેલ છે. ગૌશાળા રોડ, કાઠમંડુ ખાતે બાગ મતી નદી ના કિનારે આજુ બાજુ માર્કેટ થી ભરચક વિસ્તારમાં આવેલ છે.
જે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે સને ૧૯૭૯ માં જાહેર થયેલ છે.
દર્શન નો સમય
મંદિર ને ચાર દરવાજા આવેલ છે પરંતુ સામાન્ય દિવસો માં ફક્ત પશ્ચિમ બાજુ નો ગેટ યાત્રાળુ માટે ખુલ્લો રાખવા માં આવે છે અન્ય દ્વાર તહેવાર માં ખોલવા માં આવે છે.
મંદિર સવારે ૪.૦૦ વાગ્યે ખુલે છે જે રાત્રી ના ૯.૦૦ વાગ્યા સુધી દર્શનાર્થી ઓ માટે દર્શન માટે ખુલ્લું રહે છે.
સવારે ૮.૩૦ ભગવાન પશુપતિ નાથ ને શૃંગાર કરવા માં આવે છે અને સાંજે ૫.૩૦ વાગે સાંધ્ય આરતી થાય છે.
તેમજ અહી આવેલ નદી બાગમતી ગંગા ની આરતી પણ સાંજે ૬.૦૦ વાગે ભવ્ય રીતે કરવા માં આવે છે.
અભિષેક તથા નિજ મંદિર પ્રવેશ દર્શન:
૫.૦૦ વાગ્યા થી ૧૨.૦૦ સુધી અને સાંજે ૫.૦૦ થી ૭.૦૦ શિવ લીંગ ના નિજ મંદિર માં જઈ દર્શન થઈ શકે છે. સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ શિવ અભિષેક પણ કરી શકાય છે.
અહીં આજુ બાજુ માં માં મુખ્ય પશુ પતિ નાથ ના મંદિર ઉપરાંત આશરે ૪૫૦ થી વધુ નાના મોટા મંદિર આવેલ છે. જેમાં ગુહયેશ્વરી માતાજી નું મંદિર,વત્સલા માતાજી મંદિર સતી ગેટ મંદિર તથા ગોરખનાથ મંદિર કોમ્પલેક્ષ માં સમાધિ ઓ ના મંદિર આવેલાં છે.
વિશેષ કામ અને મૃત્યુ ને જીતનાર ના દેવ શિવ ભગવાન પશુ પતિ નાથ મંદિર થી થોડા અંતરે સ્મશાન આવેલ છે અને મંદિર મા આર્ટવર્ક ની કોતરણી વાળું કામ પણ છે.
પશુપતિ નાથ પ્રાગટ્ય કથા:
પૌરાણિક કથા મુજબ ભગવાન શિવ અને પાર્વતી પૃથ્વી પર સાબર હરણ ના રૂપ માં અહીં આવ્યા અને તેઓ ને અહી નુ અલૌકીક વાતાવરણ જોઈ અને પ્રાણી ના રૂપ માં વિહાર કરી રોકાયા. લાંબો સમય વિતી જતા દેવતા ઓ ને ચિંતા થતા ભગવાન શિવ અને પાર્વતી ને ફરી કૈલાસ માં દેવ લોક માં આવવા વિનંતી કરી પરંતુ તેઓ નહિ આવતા તેઓ ને જબર જસ્તી થી આગ્રહ થી લઇ જવા ના પ્રયાસ માં સાબર હરણ નુ શીંગ તૂટી જતા તેની અહી શિવલિંગ તરીકે પૂજા કરવા માં આવી બાદ માં પ્રગટ શિવ લીંગ થતાં તેની ભગવાન પશુપતિ નાથ તરીકે સ્થાપના કરી પૂજવા માં આવે છે.
આ મંદિર પાંચમી સદી પૂર્વે સ્થપાયેલ છે. જે બાદ માં પુનરુદ્ધાર કરવા માં આવ્યો.પાંચ માળ નુ મંદિર કાષ્ઠ ( લાકડા) માંથી બનાવવા માં આવેલ છે.
==================================
પોખરા શહેર::
પોખરા એ જોવાલાયક સ્થળ પૈકી નુ એક છે જેની આજુ બાજુ હિમ આચ્છાદિત શિખરો આવેલા છે અને તળાવ ના કિનારે આવેલ શહેર છે.અહી ના લેન્ડ સ્કેપ ના દૃશ્યો જોવા લાયક છે. અહી પારા ગ્લાય ડીંગ,ટ્રેકિંગ ના શોખીન તથા કુદરતી વાતાવરણ માણવાલાયક છે. અહીં વ્યક્તિ દીઠ નેપાળી ₹૮૦૦૦ જેટલો પારા ગ્લાય ડીંગ, નો ચાર્જ આશરે ૨૦ મિનિટ નો છે.
કાઠમંડુ થી ૨૦૦ કીમી ના અંતરે આવેલ છે અને આશરે સાડા છ કલાક જેટલો રોડ રસ્તે પહોંચતા સમય લાગે છે. કાઠમંડુ થી હવાઈ માર્ગે પણ જઈ શકાય છે. નેપાળ ની રોડ સ્થિતિ અને ભૌગોલિક સ્થિતિ જોતાં પ્રવાસીઓ હવાઈ રસ્તે જવું પસંદ કરે છે.
==================================
ડેવિસ ફોલ : પોખરા શહેર જી. કસ્કી નેપાળ:
ડેવિસ વોટર ફોલ ને અહીં નેપાળી ભાષા માં સ્થાનિક લોકો "પાતાલે છાંગો" કહે છે. જે ફુસરે નદી પર આવેલ છે.
ડેવિસ ફોલ ૪૮ મીટર ઊંચાઇ તથા ૧૪૭૯ મીટર ની લંબાઈ ધરાવતો એશિયા નો સૌથી ઊંચો વોટર ફોલ છે.
વોટર ફોલ ના ટનેલ આશરે ૫૦૦ ફૂટ લંબાઈ અને ૧૦૦ ફૂટ ના પરિઘ ધરાવે છે.
"પાતાલે છાંગો" વોટર ફોલ "ડેવિસ ફોલ" ના નામ વિશે ખાસ પ્રસંગ જોડાયેલ છે
સને ૧૯૬૧ માં સ્વીસ દંપતિ અંહી તરવા માટે આવેલ જેમા શ્રીમતી ડેવિડ અહી વોટર ફોલ માં તણાઈ જતા અવસાન થયું અને ત્રણ દિવસ બાદ તેમનું શબ (dead body) મળ્યું
તેણી નુ પાણી ના ઓવર ફ્લો ને લીધે તણાઈ જવા થી મૃત્યુ થયું અને ડેવી ના પિતા ની ઈચ્છા ને માન આપી નેપાળ પ્રશાસન દ્વારા ડેવિસ વોટર ફોલ નામ આપવા માં આવ્યું છે.
==================================
અહી બંજી જમ્પિંગ નો રોમાંચક અનુભવ માણવા જેવો છે.નેપાળ નુ પહેલું અનેસૌથી વધુ ઊંચાઈ બંજી જમ્પિંગ ટાવર આવેલ છે. વ્યક્તિ દીઠ ₹૫૫૦૦ ચાર્જ છે. જે ૧૬૦ મીટર ૩ સેકન્ડ નો જમ્પ માણવા લાયક હોય છે.
==================================
કોપાન બૌદ્ધ મોનેસ્ટરી : બૌધનાથ:
જો આપ કોપાન બૌદ્ધ મોનેસ્ટરી પણ બૌધનાથ ખાતે જોવા લાયક છે જ્યાં બૌદ્ધ ધર્મ સાહિત્ય સંસ્કૃતિ અને ધ્યાન તથા બૌદ્ધ સાધુ ઓ દેવી દેવતાઓ વિશે જાણવા લાયક સુંદર પવિત્ર ધાર્મિક સ્થળ છે.
==================================
સ્વયંભૂનાથ, નેપાળ મંદિર કાઠમંડુ ખાતે પશુપતિ નાથ મંદિર થી ૮ કી. મી.ના અંતરે આવેલ છે.
દરબાર સ્ક્વેર કાઠમંડુ ખાતે હેરિટેજ સાઈટ જોવાલાયક છે.
==================================
અસ્તુ
@નરેન્દ્ર ભાઇ જોશી
9427502699
Comments
Post a Comment