કેશોદ બોર્ડિંગ નવી કારોબારી ૨૦૨૩ ૨૫ અને મીટીંગ અહેવાલ

રાજકોટ તા.૨૭.૧૧.૨૨

કેશોદ બોર્ડિંગ ની સને ૨૦૧૯ - ૨૨ ની જનરલ બોડી અને પ્રમુખ તથા કારોબારી સમિતિ ની મુદત પૂર્ણ થતાં દરેક એજી બી એસ ના પરગણા વિસ્તાર ના પ્રતિનિધિ ઓ ની ઉપસ્થિતિ માં  તા.૨૭.૧૧.૨૨ ના રોજ રાજકોટ ખાતે કેશોદ બોર્ડિંગ ની મીટીંગ યોજાઈ જેમાં

પ્રમુખ તરીકે શ્રી હિતેશ ભાઇ મહેતા,રાજકોટ ની વરણી કરવામાં આવી.તેમજ મંત્રી તરીકે શ્રી અશોક ભાઇ ભટ્ટ ની વરણી કરવામાં આવી

મીટીંગ નો આંખે દેખ્યો અહેવાલ ઉડતી નજરે કાર્યવાહી અને મુદ્દાઓ ની વિગત::

૧. પ્રમુખ તરીકે શ્રી હિતેશ ભાઇ મહેતા,રાજકોટ ની વરણી કરવામાં આવી. તેમજ મંત્રી તરીકે શ્રી અશોક ભાઇ ભટ્ટ ની વરણી કરવામાં આવી
૨.રાજકોટ આરોગ્ય અને વિદ્યાર્થી ભવન  નું ગ્રાઉન્ડ ફ્લોર તથા ત્રણ માળ નું બાંધકામ કાર્ય ચાલુ માં છે. જેમાં પ્લાસ્ટર નું કામ શરૂ થનાર છે. દરેક માળ ના નામાભિધાન માટે પણ ૧૧ લાખ ના એક માળ પર રકમ માટે નક્કી થયું.
૩.જેમાં કુલ ૧૮ રૂમ નું બાંધકામ ચાલુ છે. દરેક રૂમ પર દાતા ઓ ની તકતી માટે ₹ ૧,૧૧૦૦૦/- માં આવકાર્ય છે
૪. આ પ્રોજેક્ટ માં આશરે ૨૨૦૦ ફૂટ નું એક માળ સાથે ત્રણ માળ ના કુલ ૬૬૦૦ ફૂટ નું બાંધકામ કાર્ય ચાલુ છે જે ટેરેસ સુધી બાંધકામ સુધી તૈયાર થયેલ છે.

૫.કેશોદ બોર્ડિંગ ના નવા ૨૦૨૩ ૨૫ ના હોદેદારો  અને કારોબારી ની વિગત નીચે મુજબ છે.
૧. હિતેશ ભાઇ જે.મહેતા રાજકોટ પ્રમુખ
ઉપપ્રમુખ અને અન્ય હોદેદારો અને
૧.દલસુખ  ભાઇ જોશી ઉપપ્રમુખ
૨.અશોક ભાઇ ભટ્ટ કેશોદ મંત્રી

૩.હસમુખ ભાઇ જોશી, જેતપુર.મંત્રી શ્રી - ૨
૪. શૈલેષ ભાઇ જે.મહેતા,રાજકોટ,સહ મંત્રી
૫.વિજય ભાઇ એન. મહેતા,કેશોદ સભ્ય
૬. જયેશ ભાઇ મહેતા,જામનગર સભ્ય
૭.મહેશ ભાઇ વ્યાસ,મુંબઈ સભ્ય
૮.નીતિન ભાઇ જોશી,ઉપલેટા સભ્ય
૯.દિલીપ ભાઇ વ્યાસ, જામ ખંભાળીયા સભ્ય

કેશોદ બોર્ડિંગ ના બંધારણ મુજબ કુલ ૩૪ સદસ્યો ની સમિતિ મુજબ વિવિધ પરગણા ના સદસ્યો ઉપરાંત અમદાવાદ,વડોદરા અને સુરત ના એક એક સદસ્ય નો એમ કુલ ત્રણ સદસ્યો નો આમંત્રિત સદસ્યો નો સમાવેશ કરવા માં આવ્યો.

જેમાં નીચે વિગતે ના નામો આવેલ તે સમાવેશ કરાયો.
૧.હિતેશ કાંતિલાલ મહેતા અમદાવાદ
૨.નીતિન ભાઇ આર વ્યાસ  વડોદરા
૩.વિજય ભાઈ જોશી ,સુરત

૬.રાજકોટ ખાતે આરોગ્ય અને વિદ્યાર્થી ભવન નું બાંધકામ ચાલુ હોય આ બાંધકામ સમિતિ ની રચના કરવામાં આવી જેના સદસ્યો ની નીચે વિગતે વરણી કરવામાં આવી.
૧.કિશોર ભાઇ મહેતા,માધવપુર
૨.સુરેશ ભાઈ જોશી,વલસાડ કેશોદ
૩.જયેશ ભાઇ. વ્યાસ,રાજકોટ
૪. દેવેન્દ્ર ભાઈ જોશી,રાજકોટ
૫.જે.કે.મહેતા, રાજકોટ
૬.મુકેશ ભાઇ વોરા,રાજકોટ
૭.શૈલેષ ભાઇ મહેતા, રાજકોટ
૮.અશોક ભાઇ કામેશ્વર ભાઇ જોશી કેશોદ

૭. હાલ કુલ પાંચ ટ્રસ્ટી બંધારણ મુજબ છે તેમાં બે ટ્રસ્ટી નો વધારો કરવો તેવું વિચારણા હેઠળ લેવાયું.
૮.ટ્રસ્ટી ની મુદત પણ છ વર્ષ માટે નક્કી કરવામાં આવી તે નક્કી થયું અને તે મુજબ કાયદાકીય કાર્યવાહી કરવા નક્કી થયું.

૯.તા.૨૦.૬.૨૧ તથા છેલ્લી મીટીંગ તા.૧૩.૧૧.૨૧ ની મીટીંગ ની મિનિટ નું વાંચન કરાયું તેમજ સને ૨૧-૨૨ ના ખર્ચ ને મંજૂરી આપવા માં આવી અને છેલ્લા તા.૨૩.૧૧.૨૨ સુધી ના ખર્ચ તથા સરવૈયા ની વિગતો રજુકરવા માં આવી.

૧૦.કંઇક વિશેષ વિચાર સાથે પોરબંદર પરગણા વિસ્તાર અને એજી બી એસ પોરબંદર ની જનરલ આમ સભા ના વિચારો અને પહેલ કરી  શુભ આશય અને હેતુ સાથે સંસ્થા ઓ ના  વિકાસ અને સંચાલન અંગે ની લાગણી સાથે નો પોરબંદર પરગણા દ્વારા ના તા.૨૦.૧૧.૨૨ ના સભા અધ્યક્ષ શ્રી ઓ ની સહી સાથે પોરબંદર પરગણા તથા એજી બી એસ ની લાગણી કેશોદ એજી બી એસ તથા બોર્ડિંગ ને વિચારણા અર્થે મોકલાયેલ જેમાં કેશોદ બોર્ડિંગ નો વહીવટ સ્થાનિક સદસ્યો નો સમાવેશ કરી જે તે સ્થાનિક બોડી દ્વારા સંચાલન થાય તે પત્ર વિચાર રજૂ થયો તેને સર્વે એ તાડી ઓ સાથે વધાવ્યો અને ભવિષ્ય માં અન્ય પરગણા વિસ્તાર પણ આ અંગે વિચારે તે માટે સર્વે નો વિચાર રહ્યો જે અંગે આગળ ના ટુંક સમય માં નવી પ્રમુખ કારોબારી દ્વારા દરેક પરગણા પ્રતિનિધિ ને વિચાર અર્થે પણ આ દિશા માં યોગ્ય જણાય વિચાર કરી યોગ્ય નિર્ણય લે તે દિશા માં વિચારી નક્કર યોજના સાથે આગળ વધવા નક્કી થયું અને તે વિચારે તેવી અપીલ સાથે બંધારણ માં ફેરફાર માટે પણ વિચારવું તેવી લાગણી સાથે સર્વે માં સહમતી રહી.

૧૧. આ પ્રસંગે રૂમ ની તકતી માટે ની નવા પ્રમુખ શ્રી ની અપીલ અન્વયે

૧.શ્રી ભીખાલાલ કરશન જી વ્યાસ પોરબંદર નાઓએક રૂમ ના ૧,૧૧,૧૧૧/- ના તકતી માટે અનુદાન આપ્યું.

૨. .શ્રી કિશોર ભાઇ પી. મહેતા માધવ પુર નાઓએક રૂમ ના ૧,૧૧,૧૧૧/- ના તકતી માટે અનુદાન આપ્યું.

૩.શ્રી સંદિપ ભાઇ એચ.જોશી રાજકોટ ના ઓ એ ₹.૧૧૧૧૧/- નું રોકડ અનુદાન ખાત મુહુર્ત સમયે આપવા અંગે આગાઉ જાહેરાત કરી.

દાન ની અપીલ ચાલુ છે.

૪.રાજકોટ આરોગ્ય અને વિદ્યાર્થી ભવન ખાતે પાણી બોર માટે સબ મર્શિબલ પંપ એરડા વાળા  જોશી પરિવાર સ્વ. પોપટ લાલ ભાઈ રામજી  જોશી પરિવાર પોરબંદર તરફ થી દાન પેટે આપવા માં આવેલ છે

   ઉપરોક્ત દાતા ઓ ની જાહેરાત ને સર્વે એ તાળીઓ સાથે વધાવ્યું.


૧૨.ઉપસ્થિત અગ્રણી ઓ તથા સદસ્યો ની વિગત નીચે મુજબ છે મુંબઈ થી શ્રી પ્રકાશ ભાઇ દવે,શ્રી મહેશ ભાઇ વ્યાસ, સનત ભાઇ ,કેશોદ થી શ્રી હિતેશ ભાઇ દવે દલસુખ ભાઇ જોશી,અશોક ભટ્ટ,જગદીશ જોશી,સુરેશ ભાઈ જોશી,વિજય મહેતા,દીક્ષિત વ્યાસ,ગવ ભાઇ વ્યાસ હેમેન્દ્ર  ભાઇ જોશી 
પોરબંદર થી,શ્રી ગિરીશ ભાઇ વ્યાસ,રેવા શંકર ભાઇ જોશી,રમેશ ભાઇ પી. જોશી, રમેશ ભાઇ એસ.જોશી,કમલેશ ભાઇ જોશી, ધર્મેન્દ્ર ભાઇ એચ. જોશી,હરસુખ ભાઇ મહેતા , પ્રકાશ કુમાર જોશી જામનગર થી શ્રી જયેશ ભાઇ મહેતા,મનીષ ભાઇ વ્યાસ ઉપલેટા થી નીતિન ભાઇ જોશી જેતપુર થી શ્રી હસમુખ ભાઇ જોશી, ખંભાળિયા થી શ્રી દિલીપ ભાઇ વ્યાસ રાજકોટ અગ્રણી શ્રી ઓ  મુકેશ ભાઇ વોરા,દેવેન્દ્ર ભાઈ જોશી,રસિક ભાઈ વ્યાસ, ઉમેશ ભાઇ પંડ્યા, અનિરુદ્ધ ભાઇ વ્યાસ, જે.કે.મહેતા,આદરણીય સિનિયર સદસ્ય શ્રી જ.ન.મહેતા, રૂપેશ ભાઇ જોશી,હિમાંશુ વ્યાસ,વત્સલ વ્યાસ ,અમદાવાદ થી શ્રી હિતેશ ભાઇ મહેતા જૂનાગઢ થી શ્રી હિરેન ભાઇ વ્યાસ  ઉપસ્થિત રહ્યા હતા

ઉપરોક્ત વિગતે ના વિવિધ મુદ્દાઓ ચર્ચા માં રહ્યા.
સાવરે ૧૨.૦૦ વાગે સભા શરૂ થઈ બાદ લંચ ના બ્રેક બાદ બીજુ શેશન શરૂ થયું આમ લંચ બાદ ૫.૦૦ વાગે શેશન પૂર્ણ થયું. સભા નું પ્રમુખ સ્થાન શ્રી કિશોર ભાઇ મહેતા એ સાંભળ્યું હતું અને મિનિટ નોંધ વાંચન,હિસાબો મંત્રી શ્રી અશોક ભાઇ જોશી એ શ્રી દિલીપ ભાઇ મહેતા ની મદદ સાથે પૂર્ણ કર્યું.

એકંદરે શાંતિ પૂર્ણ માહોલ સાથે નવા આગળ ના કાર્ય ના વિકાસ રોડ મેપ સાથે મીટીંગ આનંદ પૂર્ણ માહોલ માં પૂર્ણ થઈ.

આ પ્રસંગે આઉટ ગાેઈંગ પ્રમુખ કિશોર ભાઇ મહેતા તથા મંત્રી શ્રી અશોક ભાઇ ની સેવા ને બિરદાવવા માં આવી તેમજ નવા પ્રમુખ શ્રી હિતેશ ભાઇ જે.મહેતા રાજકોટ ને શાલ ઓઢાડી આવકાર્ય.

અસ્તુ.

@નરેન્દ્ર ભાઇ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐