⭐મિત્રાળા પાંખી મહેતા પરિવાર નો ૩૩ મો વાર્ષિક હવન સને ૨૦૨૨ તા.૩.૧૧.૨૨ ના રોજ સંપન્ન⭐


 ⭐મિત્રાળા પાંખી મહેતા પરિવાર નો સુરાપુરા અને સતિમાનો ૩૩ મો વાર્ષિક હવન સને ૨૦૨૨, મિત્રાળા તા.પોરબંદર મુકામે તા.૩.૧૧.૨૨ ના રોજ  સંપન્ન થયો.

તા.૩.૧૧.૨૨ ના રોજ, કારતક સુદ દશમ ,ગુરુવાર ના રોજ સતિ માં દિવાળી માં તથા સુરાપુરા પ્રેમજી બાપા નો વાર્ષિક હવન  મિત્રાળા મુકામે યોજાયો થયો.
  હવન ના  મુખ્ય યજમાન તરીકે શ્રી મહેન્દ્ર ભાઇ ડા યા ભાઇ મહેતા, વડ નગર તા.કોડીનાર
 નાઓ રહ્યા હતા. આ પ્રસંગે ગોઠી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહેતા પરિવાર ની સુખ શાંતિ સમૃદ્ધિ ની કામના સાથે અને ઉન્નતિ ની ભાવના સાથે સંપન્ન થયો હતો. 

==================================

⭐હવન  આચાર્ય  શ્રી  દ્વારા પૂજન અર્ચન તા.૩.૧૧.૨૨ ના સવારે આઠ વાગ્યે  શરૂ થયું અને ૧૨.૩૦ વાગ્યું બીડુ હોમાયું અને પૂર્ણાહુતિ સાથે પૂજન શાસ્ત્રોક્ત વિધિ થી સમ્પન્ન કરાવવા માં આવેલ.

⭐બહાર ગામ થી તા ૨.૧૧.૨૨ ના રોજ હવન ની પૂર્વ સંધ્યાએ આવેલ પરિવાર સદસ્યો ની રહેવા જમવાની  વ્યવસ્થા દે રો દર મુકામે મહેર સમાજ ખાતે   મુખ્ય યજમાન તરીકે શ્રી મહેન્દ્ર ભાઇ ડા યા ભાઇ મહેતા, વડ નગર તા.કોડીનાર દ્વારા કરવા માં આવેલ  હતી.

⭐હવન તથા જમણવાર નો તેમજ બહાર ગામ થી આવેલ સદસ્ય પરિવાર રહેવા ની વ્યવસ્થા નો તમામ બન્ને દિવસ ખર્ચ મુખ્ય યજમાન  શ્રી મહેન્દ્ર ભાઇ ડા યા ભાઇ મહેતા, વડ નગર તા.કોડીનાર.  મહેતા  પરિવાર દ્વારા ઉઠાવવા માં આવેલ હતો. 

⭐વિશેષ આ પ્રસંગે મિત્રાળા ગામ સમસ્ત ગોરાણી નો જમણવાર કરવા માં આવ્યું જે નો ખર્ચ શ્રી નગીન ભાઇ ડા યા ભાઇ મહેતા તરફ થી આપવા ના આવ્યો 
 
⭐તેમજ આ પ્રસંગે લંડન થી આવેલ મહેતા પરિવાર ના સદસ્ય શ્રી શાંતિલાલ ભાઇ રામજી પરિવાર સદસ્ય ઉપસ્થિત રહેલ તેઓ ને સુરાપુરા અને સતિમાં  હવન પૂજન નો લાભ આપવા માં આવ્યો અને લંડન મહેતા પરિવાર તરફ થી આ પ્રસંગે ₹.૧૫૦૦૦/- નુ અનુદાન આપવા માં આવ્યું હતું.
==================================
⭐સર્વે ગો ઠી ભાઈ ઓ દ્વારા મીટીંગ નું આયોજન થયું જેમાં મહેતા પરિવાર  ઉતારા વ્યવસ્થા માટે  વર્તમાન મઢુલી ના રીનોવેશન કરવું આર્થિક નાણાકીય વ્યહવારું જાણતું નથી જેથી  મિત્રાળા ખાતે જગ્યા લઈ હોલ,રસોડું,ત્રણ રૂમ,સાથે નવા બાંધકામ માટે વિચારણા કરવા માં આવી. અને વાર્ષિક હિસાબો રજૂ થયા હતા 

⭐આવતા વર્ષે સને ૨૦૨૩ ના વાર્ષિક હવન ના મુખ્ય યજમાન વડનગર વાળા શ્રી તેજસ ભાઈ છેલ ભાઇ મહેતા મુ. વડનગર તા. કોડીનાર વાળા રહેશે.


==================================
⭐વાર્ષિક હવન પ્રસંગે મહેતા પરિવાર ના અગ્રણી વડીલ સદસ્યો , મહેન્દ્ર ભાઇ મહેતા,વડ નગર,  નગીન ભાઈ  મહેતા,વડનગર,હરીશ ભાઈ વી ઠ લ જી ભાઈ મહેતા,પોરબંદર, શાંતિભાઈ લંડન, કિશોર ભાઇ મહેતા બોરડી,વી. સહિત  પરિવાર ગોઠી સદસ્યો આશરે ૮૦ થી વધુ મહેતા પરિવાર સદસ્યો  (ગો ઠિ ભાઈઓ) હાજર રહ્યા હતા.
==================================
વાર્ષિક હવન સંપન્ન થયા બાદ દે રો દર મહેર સમાજ ખાતે ભોજન પ્રસાદ લઈ સર્વે છૂટા પડ્યા હતા. 

જય સુરા પૂરા બાપા
જય સતી મા 
જય કુળ દેવી માતા જી

અસ્તુ.

@નરેન્દ્ર ભાઇ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯

( ઇનપુટ્સ અને ફોટો ;; ભાવિન ભાઈ હરીશ ભાઇ. મહેતા,પોરબંદર )

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐