કીર્તિ બેન જોશી એ જન્મદિન નિમિત્તે શું સ્મૃતિ ઓ યાદ કરી ?


મુંબઈ સ્થિત ગ્રૂપ સદસ્ય શ્રીમતી કીર્તિ બેન જોશી ને જન્મદિન નિમિત્તે શુભેચ્છા💐
==================================
ટુંક પરિચય:
મુંબઈ મહિલા મંડળ ના પ્રથમ પ્રમુખ શ્રીમતી કીર્તિદા બહેન જોશી જન્મ જામજોધપુર ખાતે જોશી પરિવાર ના શ્રી પ્રાણજીવન ભાઈ અને હીરા બેન ને ત્યાં સને ૧૯૬૮ માં ૮ મી નવેમ્બર ના રોજ થયો.
   અત્રે જણાવવાનું કીર્તિ બેન ના પિતાશ્રી શ્રી પ્રાણજીવન ભાઇ ટી.જોશી ( બોર્ન ૧૯૩૯) નુ સને ૨૦૨૧ ની  તા.૨.૬.૨૧ ના રોજ ૮૨ વર્ષ ની વયે અવસાન થયું.
   કીર્તિ બેન ના ઓ એ જન્મ દિન નિમિત્તે પિતા શ્રી સાથે ની તેઓ ના મક્કમ મનોબળ તથા સેવાકીય સ્મૃતિઓ યાદ કરી ભાવુક થયા.
    તેઓ ના લગ્ન મુંબઇ સ્થિત શ્રી જયેશ ભાઈ ભાણજી ભાઈ જોશી ( દે રો દર જોશી પરિવાર) મુંબઇ થયા સંતાનો મા બે પુત્રી દિપાલી બેન પરણિત જીવન માં સ્થાયી, રિદ્ધિ બેન પણ થોડા સમય માં પ્રભુતા માં પરણિત જીવન પગલાં માંડશે . એક પુત્ર :શ્રી અંકિત ભાઈ
અંકિત ભાઈ જોશી( બોર્ન ૧૯૯૭):  કોમર્સ માં માસ્ટર ડિગ્રી કરી છે અને મેનેજમેન્ટ ડિપ્લોમા કર્યો છે.તેઓ અગાઉ એચ ડી એફ સી બેંક માં જોબ કરતા હતા.
      હાલ બેંગલોર સ્થિત કંપની નુ બ્રાંડી ગ અને માર્કેટિંગ નુ કામ મુંબઈ બેઝ વર્ક ફ્રોમ હોમ કરે છે

     તેઓ મુંબઈ મહીલા મંડળ સને૨૦૦૯ માં અસ્તિત્વ માં આવ્યું. જેના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે નુ શ્રેય જાય છે.

==================================
    જન્મ દિન નિમિત્તે તેઓ એ મહિલા મંડળ ની સ્મૃતિઓ તાજી કરી:
     સને ૨૦૦૯ માં તા ૧૭.૯.૨૦૦૯ ના  ના રોજ મહિલા મંડળ ની સ્થાપના થઇ જે.સ્મૃતિઓ યાદ કરતા શ્રીમતી કીર્તિ બેન જોશી જણાવે છે કે
   " મારા લગ્ન સને ૧૯૮૮ માં તા.૧૪.૧૨.૮૮ ના રોજ  હું મુંબઈ આવી ત્યારે મુંબઈ એજી બી એસ પરિવારો માં મહિલાઓ ની જુદી જુદી પ્રવૃત્તિઓ માટે કીટી પાર્ટી, શોપિંગ ગ્રુપ, ધાર્મિક તહેવારો અને પ્રસંગો નું ઉજવણી કરતું કીર્તન ભજન સત્સંગ મંડળ ગ્રુપ વિગેરે કાર્યરત હતા"

     "સને ૨૦૦૯ માં તત્કાલીન એજી બી એસ.મુંબઈ પ્રમુખ શ્રી રાજેન ભાઇ જોશી અને પ્રકાશ ભાઇ દવે  અને  મુંબઇ એજી બી એસ દ્વારા મહિલાઓ પણ સમાજ ના વિકાસ અને સેવા કાર્ય માં પોતાનું યોગદાન રહે અને મહિલાઓ પણ વિવિધ તહેવારો,સામાજિક પ્રસંગો ની ઉજવણી માં ભાગ લઈ અને સેવા આપે તે સમાજ માટે જરૂરી સમજ્યું અને ૨૦૦૯ માં આ અંગે સમાજ ની મહિલાઓ ને માટે સ્વતંત્ર મહિલા મંડળ ની રચના કરવા માટે વિચારણા થઈ"

"મહિલા મંડળ ની સ્થાપના કરવી તેવા ઉદ્દેશ્ય સાથે સર્વે મુંબઈ મહિલા સભ્યો ને આહ્વાન કરી અને સેવાકીય કર્યો માં સક્રિય થવા માટે જણાવ્યું."

આ અંગે ની મહિલા મંડળ રચના માટે પ્રથમ મીટીંગ ની સ્મૃતિ યાદ કરતા કીર્તિ બેન કહે છે કે
  "આ અંગે ની મીટીંગ  શ્રીમતી જ્યોતિ બેન પ્રકાશ ભાઈ મહેતા ને ત્યાં એક મીટીંગ  મહિલા સદસ્યો દ્વારા કરવામાં આવ્યું જેમાં તમામ મહિલા સદસ્યો એ આ વિચાર ને વધાવ્યો"

" વિધિવત મુંબઈ મહિલા મંડળ ની સ્થાપના ૧૭.૯.૨૦૦૯ ના  ના રોજ થઈ"

કીર્તિ બેન કહે છે કે તેઓ અને મહિલા મંડળ ટીમ દ્વારા આ અંગે
    "મુંબઇ પરિવાર ની ડોર ટુ ડોર મુલાકાત લઈ અને નોંધણી કરી સઘન પ્રયાસો કરી મંડળ રચના કરવા માં આવી.
==================================
પ્રથમ મહિલા મંડળ ના તેઓ ના સહ હોદેદારો ને યાદ કરતા જણાવે છે કે
શ્રીમતી શીલા બેન કે. વ્યાસ * ઉપ પ્રમુખ - તેમજ  મંત્રી તરીકે - જ્યોતિબેન પી
મહેતા. તથા સહ મંત્રી શ્રીમતી મીતા બેન પી દવે
તેમજ ખજાનચી શ્રીમતી હીના બેન આર જોષી તથા સહ ખજાનચી - પુજા બેન એમ જોષી વી.હતા
==================================
"સેવા દંપતિ"  કીર્તિ બેન અને જયેશ ભાઇ જોશી :
   કીર્તિ બેન અને જયેશ ભાઈ બંન્ને દ્વારા એજી બી એસ ના સેવા કાર્ય માં યોગદાન રહ્યું છે શ્રી જયેશ ભાઈ સેવા નિધિ કારોબારી સદસ્ય છે અને છેલ્લા ૧૨ વર્ષ થી મુંબઈ એજી બી એસ માં સાતત્ય પૂર્ણ રીતે સેવા કરે છે
ઉપસંહાર અને સમાપન
જન્મદિન નિમિત્તે શુભેચ્છા::
💐 શ્રીમતી કીર્તિ બેન જોશી ના જન્મદિન નિમિત્તે શુભેચ્છા 🙏🏻
==================================
અસ્તુ.
@ નરેન્દ્ર ભાઇ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯


( ઇનપુટ્સ: શ્રીમતી કીર્તિ બેન જોશી,મુંબઈ )

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐