શ્રદ્ધાંજલિ:: સ્વ.કાંતિ લાલ બી. મહેતા, (જન્મ:૧૯૩૧ અવસાન: ૨૦૦૯)
"બોઘા બાપા ની લીલી વાડી": શ્રદ્ધાંજલિ:: સ્વ.કાંતિ લાલ મહેતા (જન્મ:૧૯૩૧ અવસાન: ૨૦૦૯)
કાંતિ ભાઇ મહેતા @ ભીખુ ભાઇ તેઓ નું મૂળ વતન ખાખી જાળીયા
પૂ. બોઘા બાપા અને રંભા મા ને ત્યાં કાંતિ ભાઇ નો જન્મ સને ૧૯૩૧ માં તા.૧૬.૧૧.૧૯૩૧ ના રોજ થયો.
કાંતિ ભાઇ નો શૈશવ ની સાત વર્ષ ની નાની વયે ૧૯૩૮ માં પિતા શ્રી નું અવસાન થતાં પિતા ની છત્રછાયા ગુમાવી. જેથી માતા રંભા બેન અને પુત્ર કાંતિ ભાઇ તથા બહેનો સાથે મોસાળ ખાખી જાળીયા માં આવી વસ્યા અને સંઘર્ષ સાથે તેઓ જીવન માં આગળ વધ્યા
અહીં કાંતિ ભાઇ એ ધોરણ સાત સુધી અભ્યાસ કર્યો તેઓ એ શાલાંત પરીક્ષા પાસ કરી અને શિક્ષણ ને વ્યવસાય તરીકે અપનાવ્યો.
તેઓ એ કેશોદ તાલુકા ના નાની ઘંસારી ખાતે શિક્ષક તરીકે જોડાયા અને ગેલાણા રેવાદ્રા, ભાટ સિમરોલી, દીવ રાણા, ચંદીગઢ, કરેની વી.સ્થળો એ પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવી. અને તેઓ ચંદીગઢ ખાતે સ્થાયી થયા હતા. તેઓ છેલ્લે કેશોદ ખાતે કેળવણી નિરીક્ષક તરીકે છેલ્લે ફરજ બજાવી તા.૩૦.૧૧.૮૯ ના રોજ નિવૃત્ત થયા.
તેઓ નું અવસાન તા.૧.૧૨.૨૦૦૯ ના રોજ થયું.
=============================
::શ્રી કાંતિભાઈ મહેતા : બોઘા વાઘજી મહેતા પરિવાર ના સૌથી નાના સંતાન::
બોઘા વાઘજી મહેતા જેની સાંસારિક લીલી વાડી ના ત્રણ સંતાનો સવિતા બેન, જયા બેન અને કાંતિલાલ ભાઇ પૈકી ના સૌથી નાના સંતાન એ શ્રી કાંતિભાઈ મહેતા
=============================
થોડા વિષયાંતર સાથે મહેતા પરિવાર ના શ્રી બોઘા ભાઇ વીરજી મહેતા::
"બોઘા બાપા ની લીલી વાડી" - મહેતા પરિવાર
બોઘા ભાઇ વીરજી મહેતા વિશે::
આજ પણ જે નામ ત્રીજી પેઢી એ પણ નાની વાવડી તા.ઉપલેટા ની સીમ માં જગ્યા - ખેતી ની જમીન - ખેતર સાથે નામ જોડાયેલ છે. જે બોઘા બાપા ની વાડી - "બોઘલા વાડી" તરીકે જાણીતી છે. આમ નાની વાવડી ની સીમ માં આ જેને કહેવાય રેવન્યુ રેકર્ડ માટે લેન્ડ માર્ક પ્લેસ તરીકે જાણીતી જગ્યા છે
તે બોઘા બાપા એટલે આજ આપણે જેને ફોજદાર કહી એ તેવો માન ભર્યો હોદ્દો "પોલીસ પટેલ" જે ગામ ની રેવન્યુ અને કાયદા ની અને પ્રજા ની સલામતી ની ન્યાય ની જવાબદારી તેના શિરે રહે. શ્રી બોઘા ભાઇ વીરજી મહેતા એ ગોંડલ સ્ટેટ માં પોલીસ પટેલ તરીકે ફરજ બજાવતા.
તેઓ નો રાજાશાહી ગોંડલ સ્ટેટ ની કચેરી માં મોભાદાર સ્થાન.
મહેતા પરિવાર ના શ્રી બોઘા વાઘજી મહેતા જેની સાંસારિક લીલી વાડી ના ત્રણ સંતાનો સવિતા બેન, જયા બેન અને કાંતિલાલ ભાઇ
બોઘા બાપા અને રંભા મા એ ધાર્મિક બ્રાહ્મણ દંપતિ બોઘા બાપા એ ગાયત્રી ઉપાસક પરંતુ તેઓ ને ત્યાં વરસો સુધી સંતાન નહિ શેર માટી ની ખોટ.
. જેથી રંભા મા એ ધાર્મિક વ્રત વી.કરે તેઓ ને વળી કોઈ એ જ્યોતિષી એ કહ્યું કે ગામ સાથે લેણાદેણી ઓછી છે " તમો સંતાન ની પ્રાપ્તિ માટે ગામ છોડી અન્ય ગામ વસાવો અને ત્યાં રહો"
શ્રીમતી રંભા બેન એ ભવાની શંકર ઠાકર ના દીકરી જે કાંતિ ભાઇ ના માતુશ્રી.
રંભા બેન બે પુત્રી સવિતા બેન, જયા બેન પરંતુ પુત્ર સંતાન નહિ જેથી એ જ્યોતિષ સલાહ અને વડીલો ના આગ્રહ ને વશ થઈ ખાખી જાળીયા મોસાળ માં આવી પરિવાર સાથે વાસ્યા અહીં તેઓ ને એક પુત્ર કાંતિલાલ ભાઇ @ ભીખુ ભાઇ. આમ કુલ ત્રણ સંતાન
સંતાન નું નામ ભીખુ શા માટે રાખવા માં આવે છે ? ભિક્ષા પર થી અપભ્રંશ શબ્દ ભીખુ :
ભીખુ શબ્દ ભિક્ષા પર થી અપભ્રંશ થયેલ છે જેમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના સાથે પરમાત્મા ને અરજ કરવા માં આવે છે અને તેના જન્મ બાદ એક વર્ષ સુધી નવજાત શિશુ માટે એક વર્ષ માટે તેના વસ્ત્રો અને કપડાં માતા પિતા ખરીદતા નથી પરંતુ તે અન્ય પાસે માંગી અને તે માંગેલા કપડાં પહેરાવવા માં આવે છે. આમ આ સંતાન નું હુલામણું નામ ભીખુ રાખવા ના આવે છે.
=============================
કાંતિભાઈ ના માતુશ્રી રંભા બેન ::
પિતા બોઘા ભાઇ વાઘજી મહેતા જૂના ગોંડલ સ્ટેટ ના પોલીસ પટેલ એટલે આજ ના ફોજદાર સાહેબ કહીએ અતિશયોક્તિ નહિ.
માતા શ્રીમતી રંભા બેન એ ભવાની શંકર ભાઇ ઠાકર ના દીકરી જે કાંતિ ભાઇ ના માતુશ્રી.
બીજી ઓળખ જણાવી એ તો કાંતિભાઈ ના માતુશ્રી રંભા બેન જે આપણા એજી બી એસ રાજકોટ થી ૧૯૮૧ની ડિરેક્ટરી ના સંયોજક કેશવલાલ મણિશંકર ઠાકર@ કેશુ ભાઇ ઠાકર ના ફઈ
મણિશંકર ભાઇ તથા ડાયાલાલ ભાઇ ના બહેન
=============================
કાંતિ ભાઇ મહેતા વ્યવસાયિક સફર અને જીવન વૃતાંત::
કાંતિ ભાઇ નો શૈશવ ની સાત વર્ષ ની નાની વયે ૧૯૩૮ માં પિતા શ્રી નું અવસાન થતાં પિતા ની છત્રછાયા ગુમાવી. જેથી માતા રંભા બેન અને પુત્ર કાંતિ ભાઇ તથા બહેનો સાથે મોસાળ ખાખી જાળીયા માં આવી વસ્યા
ત્યાં કાંતિ ભાઇ એ ધોરણ સાત સુધી અભ્યાસ કર્યો તેઓ એ શાલાંત પરીક્ષા પાસ કરી અને શિક્ષણ ને વ્યવસાય તરીકે અપનાવ્યો.
તેઓ ના સમકાલીન શ્રી ધીરુ ભાઇ મહેતા ઓસા વાળા રહ્યા. તેઓ પણ શિક્ષક તરીકે ફરજ બજાવી હાલ નિવૃત્ત છે.
કાંતિ ભાઇ મહેતા નું હુલામણું શૈશવ કાળ નું નામ ભીખુ ભાઇ અંતરંગ નજીક ના વર્તુળ માં ભીખુ ભાઇ તરીકે જાણીતા.
સાત ધોરણ ની પરીક્ષા પાસ કરી શિક્ષક તરીકે નોકરી કરી અને ચંદીગઢ ખાતે સ્થાયી થયા હતા.
મોસાળ:
ઠાકર પરિવાર ખાખી જાળીયા એ કાંતિ ભાઇ નું મોસાળ મણિશંકર ભાઇ ઠાકર તથા ડાયાલાલ ભાઇ ઠાકર તેઓ ના મામા.
વ્યવસાયિક:::
પ્રથમ નિમણુક::
સૈા પ્રથમ તેઓ નાની ઘંસારી તા.કેશોદ ખાતે પ્રાથમિક શાળા ના શિક્ષક તરીકે જોડાયા.
સને ૫૦ અને ૬૦ ના દશક માં સાક્ષરતા નું પ્રમાણ ઓછું હતું અને સરકાર દ્વારા પણ શિક્ષણ ના પ્રચાર પ્રસાર પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. જેથી અહી નાની ઘંસારી નવી સ્કુલ ખુલતા તેઓ એ આચાર્ય તરીકે ની જવાબદારી સંભાળી નિમણુક બાદ માંગરોળ ખાતે પ્રાથમિક શિક્ષક તરીકે ની તાલીમ લીધી.
બાદ માં તેઓ એ કેશોદ તાલુકા ના ગેલાણા રેવાદ્રા, ભાટ સિમરોલી, દીવ રાણા, ચંદીગઢ, કરેની વી.સ્થળો એ પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવી.
કેળવણી નિરીક્ષક તરીકે ;;
તેઓ ને બાદ માં પ્રમોશન મળતા કેશોદ ખાતે કેળવણી નિરીક્ષક તરીકે છેલ્લે ફરજ બજાવી તા.૩૦.૧૧.૮૯ ના રોજ નિવૃત્ત થયા.
સામાજિક મોભો અને માન:
તેઓ નું માન જ્યાં ફરજ બજાવી તે ગામ ઉપરાંત ચંદીગઢ ખાતે જ્યાં તેઓ એ તેઓ ની સર્વિસ ના વર્ષો વિતાવ્યા ત્યાં રહ્યું.
તેઓ શિક્ષક અને આચાર્ય એટલે "મોટા સાહેબ" તરીકે લોકો માન થી જુએ અને આદર અને સન્માન નો ભાવ
રાયજાદા પરિવાર માં ખાસ માન સાથે નું સ્થાન::
તેઓ ના પુત્ર શ્રી જે.કે.મહેતા સાહેબ સ્મૃતિ ઓ શેર કરતા કહે છે કે,
"ચંદીગઢ ના રાજાશાહી વખતના રાયજાદા પરિવાર માં તેઓ નું એક પૂજનીય અને સન્માનીય સ્થાન રહ્યું ગામ ના અને રાયજાદા પરિવાર ના કોઈપણ જાહેર પ્રસંગ માં તેઓ ને માનનીય શ્રી હઠીસિંહ રૂપસિંહ રાયજાદા જેઓ માનનીય માજી ધારાસભ્ય શ્રી હમીર સિંહ જી ના ના પિતાશ્રી તથા ગોંડલ ના પૂર્વ ધારાસભ્ય માનનીય શ્રી જયરાજ સિંહ જાડેજા ના નાના શ્રી થાય તેઓ કાંતિ ભાઈ ને ખાસ આમંત્રણ આપી પોતાની પાસે ખાસ બેઠક વ્યવસ્થા સાથે નિમંત્રણ રહે."
==================================
સ્મૃતિઓ અને પ્રસંગો ::
શ્રી કાંતિ ભાઈ નો સને ૧૯૭૨ નો પ્રસંગ યાદ કરતા તેઓ ના પુત્ર જે.કે.મહેતા યાદ કરતા કહે છે કે, "તેઓ એ મિત્ર બહુ ઓછા બનાવેલ પરંતુ જેઓ સાથે મિત્રતા રાખી તેઓ સાથે ભાઈ થી પણ વિશેષ સંબંધો રહ્યા."
"તત્કાલીન ૧૯૭૨ ના દીવરાણા ગામ ના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મૂળ વતન મેંદરડા ના ડૉ.નરોત્તમ ભાઈ કુબાવત સાહેબ સાથે તેઓ ખાસ મિત્રતા રહી"
શ્રી જે.કે.મહેતા સાહેબ જણાવે છે કે આ મિત્રતા ની અને હૃદય ની લાગણી ની તેઓ એ ૧૯૭૨ માં અનુભવી તે વર્ણવતા કહે છે કે
" પિતા શ્રી ના ડૉ નરોત્તમ ભાઈ સાથે હૃદય થી લાગણી ના સંબંધો અને કાંતિ ભાઈ ના માતુશ્રી ના ૮૦ વર્ષ ની વયે ૧૯૭૨ માં અવસાન થયું ત્યારે તેઓ ડૉ. નરોત્તમ ભાઈ સાથે દિલ ખોલી અને રડ્યા"
કાંતિ ભાઈ એ મિત્ર ડૉ.નરોત્તમ ભાઈ ની આગળ પોતે માતા ના ઉંમર જોતા તેઓ શોક નું કોઈ કારણ ન હતું પરંતુ આ અંગે રડવા નું કારણ મિત્ર ડૉ.કુબાબત સાહેબ એ પૂછતા તેઓ એ કહ્યું, સમાજ માં "મોટા સાહેબ" કહી સન્માન મળશે પરંતુ તેઓ એ "છત્ર" ગુમાવ્યું અને "તું" કહી ને બોલાવનાર મા ખોયા નું દુઃખ હતું." તેઓ આ પ્રસંગે ધ્રુસકે ધ્રુસકે રડ્યા.
દિવ રાણા ના ઠુમર તથા કોટડીયા પરિવાર સાથે ના આજીવન સંબંધો::
દિવ રાણા ના સર્વિસ કાળ દરમિયાન ની પુ.પિતાશ્રી સ્વ.કાંતિ ભાઈ ની સ્મૃતિ યાદ કરતા શ્રી જે.કે.મહેતા સાહેબ કહે છે કે
"હરિ ભાઈ ઠુમર અને પરિવાર તથા રણ છોડ ભાઈ કરમશી ભાઈ કોટડીયા અને પરિવાર દ્વારા તેઓ ના પિતાશ્રી કાંતિ ભાઈ એ જ્યાં સુધી ફરજ બજાવી ત્યાં સુધી રહેણાક વ્યવસ્થા કરી આપી હતી અને કોઈ મકાન ભાડું વસૂલ કર્યું ન હતું."
"આ પરિવાર સાથે સબંધો જીવન ભર રહ્યા"
==================================
અધ્યાત્મ નો વરસો અને જ્યોતિષ ના જ્ઞાતા ::
તેઓ ના પુત્ર શ્રી જે. કે. મહેતા સાહેબ કહે છે કે
"તેઓ નવરાત્રિ માં મા દુર્ગા ના અનુષ્ઠાન કરતા. તેમજ હનુમાન જી ના ઉપાસક હતા આજ પણ મારી પાસે તેઓ નિજ મંદિર પૂજા માં તેઓ એ પ્રતિષ્ઠા કરેલ હનુમાન જી ની મૂર્તિ છે જે અધ્યાત્મ વરસો મળ્યો છે.
ગેલણા ના નાનજી ભાઈ અને પરિવાર જેઓ જૂનાગઢ ખાતે નાગેશ્વર ડેરી ધરાવે છે તેઓ જણાવે છે કે "અમારો પરિવાર પૂ.કાંતિ ભાઈ ના ખાસ અધ્યાત્મ આશીર્વાદ માટે કૃપા પાત્ર રહ્યા"
"તેમજ કેશોદ ના શ્રી કે.કે. જોશી પણ ખાસ અધ્યાત્મ આશીર્વાદ સાથે કૃપા ના અધિકારી રહ્યા."
==================================
હઠ આગ્રહી સહ કાર્યકર ને સમજાવટ અને આચરણ દ્વારા સુધર્યા::
સ્વ. કાંતિ ભાઈ ની દિવ રાણા ના કાર્યકાળ ના કિસ્સા ની સ્મૃતિ શેર કરતા તેઓ ના પુત્ર જે.કે.મહેતા સાહેબ વર્ણવતા કહે છે કે
"તેઓ ( સ્વ.કાંતિ ભાઈ) દિવ રાણા ની આચાર્ય તરીકે ની ફરજ દરમિયાન સહ શિક્ષક શ્રી પ્રવીણ ચંદ્ર ભટ્ટ પોતે કોઈ નિર્ણય વિધ્ર હઠ આગ્રહી રહે પરંતુ તેઓ ને પણ શ્રી કાંતિ ભાઈ સમજાવટ અને આચરણ દ્વારા સાચા નિર્ણય માટે સમજાવી લેવા ની ફાવટ વાળા આમ ગમે તેવા હઠ આગ્રહી ને પણ પોતાના નિર્ણય સાથે સહમતી કરવી લે તેવું વ્યક્તિત્વ. અને પ્રવીણ ભાઈ ભટ્ટ એ કદી કાંતિભાઈ ના નિર્ણય સામે હઠ કે આગ્રહ રાખ્યો ન હતી."
==================================
ડૉ.શ્રી બી.કે.મહેતા,રાજકોટ તેઓ ના પિતાશ્રી ને શ્રદ્ધાંજલી સાથે સ્મૃતિઓ શેર કરી::
કોમળ હૃદય અને શિસ્ત તથા સમય પાલન ના આગ્રહી : શ્રી કાંતિ ભાઇ ના જ્યેષ્ઠ પુત્ર શ્રી ડૉ. બી.કે.મહેતા એમ.ડી.( આયુર્વેદ) નાઓ કહે છે "પિતાજી ની પાસેથી સમય પાલન,સદાચાર અને શિસ્ત પાલન એ મુખ્ય ગુણ મળ્યા".
"આ ગુણો તેઓ ના જીવન માં વણાયેલ રહ્યા"
"તેઓ સવારે ૪.૦૦ વાગ્યે બ્રહ્મ મુરહત ઊઠી પૂજા પાઠ નિત્ય ક્રમ પતાવી ૭.૦૦ વાગ્યે નિયમિત સ્કુલ માં હાજરી આપે. જે તેઓ નો ક્રમ રહ્યો"
"તેઓ શિક્ષક અને આચાર્ય એટલે તેઓ ના વિદ્યાર્થી ઓ ને જે કંઈ શીખવે જે પોતે આચરણ માં રહે તેની કાળજી રહી"
તેઓ કહેતા " आचरती इति आचार्य: l"
આમ શિસ્ત ના આગ્રહી એટલે શિક્ષક તરીકે તેઓ કઠોર પરંતુ હૃદય થી કોમળ "वज्राद अपि कठोराणी मृदुनी कुसुमदपी ll
આમ કોમળ હૃદય વાળુ વ્યક્તિત્વ.
વિશેષ તેઓ સહ કાર્યકર શિક્ષકો ને મદદ રૂપ થવા ની ભાવના વાળા.
તેઓ એ જ્યાં ફરજ બજાવી ત્યાં ઘણા લોકો હજુ યાદ કરે. છે.
વિદ્યાર્થી નું હિત અને કલ્યાણ::
વિશેષ વિદ્યાર્થી ઓ ને અને તેઓ ના વાલી ઓ ને તેઓ ના સંતાન અભ્યાસ કરાવવા આગ્રહ રાખતા.
આવા એક કિસ્સા માં તો એક વિદ્યાર્થી ને જ્યારે સાત ધોરણ બાદ અભ્યાસ છોડવાનું તેના પિતાશ્રી એ કર્યું ત્યારે તેઓ એ તેમને સમજાવી અને આગળ અભ્યાસ કરવા આગ્રહ રાખ્યો અને આગળ જતાં આ વિદ્યાર્થી રેવન્યુ ખાતા માં મામલતદાર પણ થયા. આમ લોકો નું હિત અને કલ્યાણ ની ભાવના રહી.
અધ્યાત્મ,વૈદિક પૂજા અને જ્યોતિષ ના જ્ઞાતા ::
શ્રી બી.કે.મહેતા સાહેબ કહે છે કે "તેઓ ના પિતાશ્રી આયુર્વેદ,અધ્યાત્મ,યોગ અને જ્યોતિષ શાસ્ત્ર ના અભ્યાસુ અને જ્ઞાતા હતા."
==================================
લગ્ન ,સંતાનો, પારિવારિક::
શ્રી કાંતિ ભાઇ ના લગ્ન ૫૦ ના દશક માં કુકસ વાડા વ્યાસ પરિવાર ના સ્વ. સવજી મોરારજી ભાઇ વ્યાસ ના પુત્રી મંજુ બેન સાથે થયા પરંતુ તેઓ નું અવસાન પુત્ર ભાવેશ ભાઇ @ ભાનુશંકર ભાઇ ના જન્મ સને ૧૯૫૩ માં બાદ થતાં પ્રસૂતિ બાદ બીમારી થી અવસાન થયું.
કૌટુંબિક જવાબદારી ને વહન કરવા તેઓ એ પુનઃ લગ્ન ટીટોડી નિવાસી ભીમજી નરભેરામ જોશી તથા કાશી બેન ના પુત્રી ગોદાવરી બહેન સાથે કર્યા.
( પૂ.સ્વ. ગોદાવરી બેન અવસાન: ૧૨.૩.૨૦૧૩)
સંતાનો:: બે પુત્ર અને ત્રણ પુત્રી
સંતાનો માં શ્રી બી.કે.મહેતા અને જે.કે.મહેતા બંને ને શિક્ષણ આપી અને પગભર કર્યા.
પુત્ર:
૧.શ્રી બી.કે.મહેતા નો જન્મ સને ૧૯૫૩ માં થયો તેઓ એ આયુર્વેદ માં એમ.ડી.કર્યું અને ભાવનગર ખાતે આયુર્વેદ કોલેજ માં પ્રાધ્યાપક - વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી હાલ નિવૃત્ત જીવન ગાળે છે. બી.કે. મહેતા @ ભાનુ શંકર ભાઇ તેઓ મિત્ર વર્તુળ માં ભાવેશ ભાઇ તરીકે જાણીતા છે
૨. શ્રી.જે.કે.મહેતા હાઇસ્કુલ ના શિક્ષક તરીકે ચંદીગઢ તા.કેશોદ ખાતે નોકરી માં જોડાયા બાદ માં તેઓ એ રાજકોટ ખાતે અને છેલ્લે ગોંડલ સંગ્રામ સિંહ જી હાઇસ્કુલ ખાતે ફરજ બજાવી હાલ નિવૃત્ત જીવન ગાળે છે
આશરે ૩૫ વર્ષ જેટલો સમય થી રાજકોટ ને કર્મ ભૂમિ બનાવી નિવૃત્ત થઈ ત્યાં સ્થાયી થયા અને સામાજિક સેવા કાર્ય કરે છે. તેઓ એજી બી એસ રાજકોટ તથા કેશોદ,પોરબંદર વિદ્યાર્થી ભવન વી.સંસ્થાઓ માં સક્રિય સદસ્ય,ટ્રસ્ટી વી.હોદ્દાઓ પર રહી સેવા અને માર્ગદર્શન પૂરું પાડે છે
પુત્રીઓ:
૧. પ્રફૂલા બેન હસમુખ લાલ પ્રભાશંકર વ્યાસ કેશોદ નિવૃત્ત પ્રાથમિક શિક્ષક હાલ જૂનાગઢ સ્થાયી નિવૃત્ત જીવન ગાળે છે
૨. પ્રવિણા બેન અશોક કુમાર જેશંકર વ્યાસ રાજકોટ નિવૃત્ત જીવન ગાળે છે
૩. દક્ષા બેન મહેશ કુમાર નાનાલાલ મહેતા માણાવદર ખાતે કોલેજ માં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.
પારિવારિક::
બહેનો:
૧.સવિતા બેન ત્રિભોવન દાસ હીરજી ભટ્ટ ( વ્યાસ) સાસરી પક્ષ વતન કડાયા શ્રી ત્રિભોવન દાસ હીરજી ભટ્ટ ( વ્યાસ) ભટ્ટ ( વ્યાસ) પરિવાર વેરાવળ સ્થાયી થયા અને ત્રિભોવન દાસ ભાઇ વેરાવળ સ્થિત જૈન હોસ્પિટલ માં ફરજ બજાવતા હતા
૨. જયાબેન ઓધવજી ભાઇ વ્યાસ સાસરી પક્ષ વતન હાંડલા
શ્રી ઓધવજી ભાઇ ઘેલા રામ વ્યાસ,વતન હાંડલા વ્યવસાયે બ્રહ્મ કર્મ તથા ખેતી રહ્યો તેઓ ની સ્થાનિક પંથક માં સારી લોકચાહના રહી.
ઉપસંહાર અને સમાપન::
પૂ. બોઘા બાપા અને રંભા મા ની વાડી ના દિવંગત સ્વ. શ્રી કાંતિ ભાઇ મહેતા અને દિવંગત પરિવાર સદસ્યશ્રી ઓ ને મહેતા પરિવાર ભાગવત કથા સપ્તાહ પ્રસંગે શ્રદ્ધાંજલિ💐
અસ્તુ.
@ નરેન્દ્ર ભાઇ જોશી
9427502399
( ઇનપુટ્સ: શ્રી જે.કે.મહેતા તથા શ્રી ભરત ભાઇ કે ઠાકર )
Comments
Post a Comment