કર્મકાંડ,જ્યોતિષ જ્ઞ અને કથાકાર શાસ્ત્રી જી પૂ.શંભુ પ્રસાદ જોશી,પોરબંદર

જ્યોતિષજ્ઞ અને કર્મકાંડ તથા ભાગવત કથાકાર શ્રી શંભુ પ્રસાદ ભાઈ કે જેઓ શંભુ ભાઈ ના નામ થી જાણીતા. પોરબંદર તેઓ ની કર્મ ભૂમિ રહી. 
  એજી બી એસ પોરબંદર આગામી જાન્યુઆરી ૨૦૨૩ માં દ્વાદશ સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત પ્રસંગ નું આચાર્ય પદ સાથે લગ્ન માટે તથા ૧૭  બટુકો ને યજ્ઞોપવિત ધારણ  ક રા વી ગાયત્રી મંત્ર ની દીક્ષા આપી દ્વિજ ત્વ તેઓ  પ્રદાન કરાવશે.
   તેઓ દ્વારા અગાઉ પણ સમય તથા પ્રસંગ પરિસ્થિતિ ની અનુકુળતા મુજબ પોરબંદર વિદ્યાર્થી ભવન પરિસર સ્થિત બિલેશ્વર મહાદેવ  મંદિર પાટોત્સવ તથા અગાઉ સમુહ લગ્ન તથા યજ્ઞોપવિત પ્રસંગ માં સેવા આપી છે.
તેમજ વિદ્યાર્થી ભવન પરિસર સ્થિત બિલેશ્વર મહાદેવ  પ્રાણ પ્રતિષ્ઠા માં પણ આચાર્ય પદે રહી પૂજન કરવામાં આવેલ છે.

તેઓ નો જન્મ ગરે જ જોશી પરિવાર માં બાબુ ભાઈ @ શ્રીભાઇશંકર લાધારામ જોષી અને અંબા બેન ને ત્યાં સને ૧૯૫૦ માં ૪ થી જૂન ના રોજ ગરેજ ખાતે થયો.
     પ્રાથમિક શિક્ષણ બાદ વારાણસી  વિશ્વ વિદ્યાલય થી કર્મકાંડ અને જ્યોતિષ માં ઉત્તર મધ્યમા  સુધી ગુરુ શ્રી રામપ્રપન્નાચાર્ય જી પાસે વિશેષ અભ્યાસ કર્યો. તેમજ અમદાવાદ સ્થિત   બૃહદ્ ગુજરાત પરિષદ ખાતે થી તેઓ શાસ્ત્રી થયા.
      સંસ્કૃત સાહિત્ય માં જામનગર જે છોટા કાશી તરીકે જાણીતું છે ત્યાં થી સૌરાષ્ટ્ર વિદ્વત પરિષદ ખાતે થી  સંસ્કૃત સાહિત્ય રત્ન સુધી અભ્યાસ કર્યો. 
   પરિવાર ના વડીલ શ્રી સંસ્કૃત વ્યાકરણ  આચાર્ય  અને   કથાકાર તથા પોરબંદર સ્ટેટ વિદ્વાન સભા સદસ્ય પૂ  શ્રી સુંદરજી લાધા રામ ભાઈ જોશી પાસે થી તેઓ એ કર્મ દીક્ષા લીધી.
   તેઓ નું મોસાળ વડવાળા વ્યાસ પરિવાર શ્રી દયાશંકર રેવાશંકર વ્યાસ
    સરમા વાળા વ્યાસ  પરિવાર માં છગનલાલ ગોરધનદાસ વ્યાસ  ના પુત્રી જશુબેન સાથે તેઓ ના લગ્ન થયા સંતાનો માં ત્રણ પુત્ર શ્રી યોગેશ ભાઈ,પરેશ ભાઈ,આશિષ ભાઈ
   તેઓ વતન ગરેજ સ્થિત  માં કબીર આશ્રમ તથા રામ મંદિર ના કારોબારી સદસ્ય તરીકે ધર્મ સેવા કાર્ય સાથે  જોડાયેલા છે.
  હાલ તેઓ વૈદિક કર્મ કાંડ, ભાગવત કથા ઉપરાંત જ્યોતિષ કાર્ય ની પ્રવૃતિ સાથે સંકળાયેલ છે.
  તેઓ એ આશરે ૧૨૦ જેટલી ભાગવત કથા કરી છે. 
પોરબંદર પંથક ના ગરેજ, કુતિયાણા, વિસાવાડા ગામો માં રામદેવ પીર ના મંડપ પૂજન અને ભડ ગામ નો વિષ્ણુ યાગ વી.માં તેઓ તેઓ ના કર્મ ગુરુ અને પારિવારિક વડીલ શાસ્ત્રી જી શ્રી સુંદરજી બાપા સાથે તેઓ રહ્યા છે. આમ તેઓ પોરબંદર કર્મકાંડી બ્રાહ્મણ મંડળ ના એક વરિષ્ઠ સદસ્ય અને પ્રતિષ્ઠિત શાસ્ત્રી જી રહ્યા છે.
ટુંકી વિગત::
૧.નામ: શંભુભાઈ ભાઈશંકર જોષી 
૨.જન્મ તારીખ- ૪-૬-૧૯૫૦
૩.જન્મ સ્થળ- ગરેજ 
ગોત્ર: ભારદ્વાજ 
કુળદેવી: રાંદલ માતાજી 
૪.Aહાલ નું એડ્રેસ::
જીનપ્રેસ ઝુંડાળા પોરબંદર 
B સેલ ફોન નંબર:
 ૯૪૨૮૩૭૩૮૫૪ , ૮૭૮૦૦૭૬૬૬૦  
 વોટ્સ એપ નંબર:૯૪૨૮૩૭૩૮૫૪ ઈમેઈલ::jayantilaljoshi64@gmail.com
૫.પૈતૃક વતન :ગરેજ તા. પોરબંદર 
૬.માતા: અંબાબેન ભાઈશંકર જોષી 
પિતા:શ્રી ભાઇશંકર લાધારામ જોષી
૭.મોસાળ: શ્રી દયાશંકર રેવાશંકર વ્યાસ વડવાળા 
૮.શૈક્ષણિક માહિતી- વારાણસી વિશ્વ વિદ્યાલય ઉત્તર મધ્યમાં બૃહદ્ ગુજરાત અમદાવાદ શાસ્ત્રી અભ્યાસ સંસ્કૃત સાહિત્ય રત્ન જામનગર 
૯.વ્યવસાય ; કર્મકાંડ,જ્યોતિષ અને ભાગવત કથા 
૧૦.ભાઈઓ: 
૧.શ્રીમનસુખભાઇ ભાઈશંકર જોષી પોરબંદર
૨.શ્રી સુખદેવભાઈ ભાઈશંકર જોષી જેતપુર 
૧૧બહેનો: 
૧.રંજનબેન મૂળશંકર મહેતા જેતલસર જંકશન
૨.ચંદન બેન જગદીશભાઈ મહેતા રાણાવાવ
ઉપસંહાર અને સમાપન::
 પૂ. શાસ્ત્રી જી શંભુ ભાઈ જોશી ને વંદન

અસ્તુ.
=============================
( ઇનપુટ્સ: શ્રી યોગેશ ભાઈ એસ.જોશી જોશી પરિવાર સદસ્ય)
@ નરેન્દ્ર ભાઇ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐