કેશોદ બોર્ડિંગ સંચાલિત ::આરોગ્ય ભવન રાજકોટ ની અપડેટ્સ ૨૦૨૨:: સ્મૃતિ તકતી માટે આર્થિક અનુદાન અંગે
કેશોદ બોર્ડિંગ દ્વારા ખંઢેરી રાજકોટ ખાતે નિર્માણ પામી રહેલ વિદ્યાર્થી આરોગ્ય ભવન અંગે ટુંક વિગત::
કેશોદ બોર્ડિંગ દ્વારા રાજકોટ ખાતે ખંઢેરી પાસે એઇમ્સ સંકુલ નું હોસ્પિટલ નું નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યાં એજી બી એસ ના સભ્યો ને ભવિષ્યમાં સારવાર અર્થે જવું હોય તો જ્ઞાતિ ભવન ઉપલબ્ધ હોય તો કોઈ ને અગવડ ન પડે તેમજ બહાર ગામના વિદ્યાર્થી ઓ ને પણ રાજકોટ અભ્યાસાર્થે જાય તો રહેવા માટે ની વ્યવસ્થા થઈ શકે તે હેતુ થી આમ વિદ્યાર્થી ભવન અને આરોગ્ય ભવન સુવિધા ના બેવડા હેતુ માટે જમીન ખરીદ સંપાદન કરવા બાબતે સર્વે ની લાગણી રહી હતી. આ બાબતે સ્વ.અરવિંદ ભાઈ આર. જોશી આપણા કેશોદ એજી બી એસ કેશોદ બોર્ડિંગ ના ટ્રસ્ટી નો આ ડ્રીમ પ્રોજેક્ટ રહ્યો અને તેઓ એ આ માટે સારી જહેમત ઉઠાવી હતી. જે પ્રોજેક્ટ રાજકોટ ખાતે જામનગર રોડ પર સેટેલાઈટ પાર્ક ગ્રીન ખાતે શિવ શક્તિ હોટેલ પાછળ આવેલ છે.જે રાજકોટ માધાપર ચોકડી થી આશરે ૧૦ થી ૧૨કી. મી. અંતર એ આવેલ છે
એડ્રેસ:
પ્લોટ નં.૩૮-૩૯-૪૦,
સેટેલાઈટ પાર્ક ગ્રીન
શિવ શક્તિ હોટેલ પાછળ,જામનગર રોડ,રાજકોટ પીનકોડ: ૩૬૦૧૧૦
લોકેશન લિંક ::
Plot number 38,39,40
Satelite park green
Behind shiv shakti hotel
Rajkot Jamnagar highway
360110
Link::
https://maps.app.goo.gl/8vzQiVGo7pLzA75B6
રેવન્યુ બિન ખેતી સર્વે નંબર અને લેન્ડ રેકર્ડ વિગત::
ગામ: ના ર ણ કા તાલુકો: પડ ધરી જી. રાજકોટ
બિન ખેતી સર્વે નંબર ૧૫૪/૨-૩-૪
જગ્યા નું ભૌમિતિક અને ગાણિતિક ચોક્કસ માપ અને ક્ષેત્રફળ તથા ઉપલબ્ધ બાંધકામ ::
૩૬૧.૦૨ ચો.મી.
૪૩૧.૭૮ ચો. વાર.
૩૮૮૬ ચો. ફૂટ
બાંધકામ::
ગ્રાઉન્ડ ફ્લોર:
ઑફિસ + કિચન
ફર્સ્ટ ફ્લોર:
૬ રૂમ અટેચ બાથરૂમ સાથે
સેકન્ડ ફ્લોર:
૬ રૂમ અટેચ બાથરૂમ સાથે
થર્ડ ફ્લોર:
૬ રૂમ અટેચ બાથરૂમ સાથે
જે માટે સને 2019 માં જુલાઈ માસ માં જગ્યા નું લોકેશન નક્કી કરવા માટે બોર્ડિંગ ટ્રસ્ટી શ્રી ઓ, પ્રમુખ શ્રી કિશોર ભાઈ મહેતા અને કારોબારી સદસ્યો દ્વારા નક્કી થયેલ.
રાજકોટ ખાતે એઇમ્સ હોસ્પિટ પ્રોજેક્ટ આવી રહ્યો છે ત્યાં જ્ઞાતિ ના સદસ્યો ને સારવાર માટે આરોગ્ય ભવન માટે ૨૦૧૯ માં સપ્ટેમ્બર માસ માં જમીન પ્લોટ ૪૩૧.૭૮ ચો. વાર(૩૮૮૬ ચો. ફૂટ) નો ખરીદ કરવાની માં આવેલ જે માં કાર્ય વહી બાબતે પ્લોટ ના બાંધકામ વી ની કામગીરી માટે કામ શરૂ કરવા નો પ્રારંભ થયો હતો
અંગે જમીન પ્લોટ ૪૩૧.૭૮ ચો. વા. (૩૮૮૬ ચો. ફૂટ) ખરીદવા અંગે ના ચક્રો તત્કાલીન પ્રમુખ શ્રી કિશોર ભાઈ મહેતા અને બોર્ડિંગ ટીમ અને ટ્રસ્ટીઓ દ્વારા ગતિમાન કરેલ હતા
=============================
સપ્ટેમ્બર ૨૦૧૯ ના જમીન ખરીદી માટે ટોકન અપાયું;:
તા.૨૯.૯.૨૦૧૯ના રોજ કેશોદ બોર્ડિંગ ટ્રસ્ટી શ્રી અરવિંદ ભાઈ જોશી,પ્રમુખ શ્રી કિશોર ભાઈ મહેતા, મંત્રી શ્રી અશોક ભાઈ જોશી, રાજકોટ જ્ઞાતિ અગ્રણી શ્રી અને જ્ઞાતિપ્રવહ તંત્રી શ્રી જે કે મેહતા સાહેબ તથા હસમુખ ભાઈ જોશી તેમજ જયેશ ભાઈ વ્યાસ અને રાજકોટ અન્ય અગ્રણીઓ આ પ્રસંગે સાઈટ વિઝી ટ કરી હતી
આ અંગે પહેલા નવરાત્રિ ના શુભ દિને કાર્યવાહી શરૂ થયેલ છે. અને તા.29.9.19 ના રોજ અર્નેસ્ટ મની બાના ની રકમ આપી કાર્યવાહી કરવામાં આવી હતી.
=============================
ડિસેમ્બર ૨૦૨૦ ના બાંધકામ હેતુ ના ભાગ રૂપે પાણી ના બોર નું કામ શરૂ::
આરોગ્ય ભવન ના પ્લોટ ના બાંધકામ વી ની કામગીરી માટે કામ શરૂ કરવા નો પ્રારંભ થયો હતો
સૌ પ્રથમ તા.15.12.20 ના રોજ ખંઢેરી આરોગ્ય ભવન, રાજકોટ ( કેશોદ બોર્ડિંગ પ્રોજેક્ટ) માટે ના બાંધકામ હેતુ ના ભાગ રૂપે પાણી ના બોર નું કામ શરૂ કરવા માં આવેલ હતી
જોશી પરિવાર સ્વ. પોપટ લાલ ભાઈ રામજી જોશી પરિવાર પોરબંદર તરફ થી સબ મર્શિબલ પંપ::
રાજકોટ આરોગ્ય અને વિદ્યાર્થી ભવન ખાતે પાણી બોર માટે સબ મર્શિબલ પંપ એરડા વાળા જોશી પરિવાર સ્વ. પોપટ લાલ ભાઈ રામજી જોશી પરિવાર પોરબંદર તરફ થી દાન પેટે આપવા માં આવેલ છે
આ પ્રસંગે કેશોદ બોર્ડિંગ પ્રમુખ શ્રી કિશોર ભાઇ મેહતા, માધવપુર પોરબંદર મંત્રી શ્રી અશોક ભાઇ કે. જોશી, અગ્રણી શ્રી અશોક ભાઇ ભટ્ટ, શ્રી જયેશ ભાઇ વ્યાસ, રાજકોટ, શ્રી જે.કે.મેહતા સાહેબ જ્ઞાતિ પ્રવાહ તંત્રી શ્રી વી.તથા અન્ય અગ્રણીઓ આ પ્રસંગે સાઈટ વિજી ટ કરી હતી અને કામ પ્રારંભ કરવ્યું હતું.
આરોગ્ય ભવન એ સ્વ.અરવિંદ ભાઈ આર. જોશી આપણા કેશોદ એજી બી એસ વિધાર્થી ભવન ના ટ્રસ્ટી નો આ ડ્રીમ પ્રોજેક્ટ રહ્યો અને તેઓ એ આ માટે સારી જહેમત ઉઠાવી હતી.
=============================
નવેમ્બર ૨૦૨૧ ખાત મુહુર્ત ::
તા.૧૩.૧૧.૨૧ ના રોજ આરોગ્ય - વિદ્યાર્થી ભવન ના બાંધકામ માટે કેશોદ બોર્ડિંગ ના રાજકોટ સ્થિત શ્રી શાંતિલાલ દુર્ગા શંકર વ્યાસ તથા અન્ય અગ્રણીઓ ની ઉપસ્થિતિ માં ખાત મુહુર્ત કરવા માં આવ્યું.
=============================
તાજેતર માં આ અંગે રૂમ પર સ્મૃતિ તકતી માટે આર્થિક અનુદાન સહાય ની અપીલ પ્રમુખ શ્રી હિતેશ ભાઈ જે મહેતા દ્વારા કરવા માં આવેલ
આ પ્રસંગે રૂમ ની તકતી માટે ની પ્રમુખ શ્રી ની અપીલ અન્વયે
તાજેતર માં તા.૨૭.૧૨.૨૨ ના રોજ
ડૉ. લલિતભાઈ રેવાશંકર જોશી અને શ્રીમતી હીનાબેન લલિતભાઈ જોશી ,પોરબંદર દ્વારા તેઓ ની પુત્રી સ્વ. શ્રીમતી હેતલબેન રાજીવભાઈ ઠાકરની પુણ્ય સ્મૃતિમાં આ રૂમ ના ૧,૧૧,૧૧૧/- ના તકતી માટે અનુદાન આપ્યું છે.
આ અગાઉ નીચે જણાવેલ દાતાઓ દ્વારા તકતી માટે અનુદાન આપ્યું છે.
૧.શ્રી ભીખાલાલ કરશન જી વ્યાસ પોરબંદર નાઓએક રૂમ ના ૧,૧૧,૧૧૧/- ના તકતી માટે અનુદાન આપ્યું.
૨. .શ્રી કિશોર ભાઇ પી. મહેતા માધવ પુર નાઓએક રૂમ ના ૧,૧૧,૧૧૧/- ના તકતી માટે અનુદાન આપ્યું.
=============================
ગત માસ માહે નવેમ્બર ૨૦૨૨ ના તા.૨૭.૧૧.૨૨ ના રોજ રાજકોટ ખાતે કેશોદ બોર્ડિંગ ની મીટીંગ યોજાઈ હતી અને નવા પ્રમુખ કારોબારી ની વરણી થયેલ ત્યારે આ પ્રોજેક્ટ ની મુલાકાત પ્રસંગે વિવિધ પરગણા ના અગ્રણી ઓ તથા સદસ્યો ઉપસ્થિત રહ્યા અને આરોગ્ય ભવન ની બાંધકામ ની કામગીરી ની પ્રોગ્રેસ નિહાળી હતી આ પ્રસંગે મુંબઈ થી શ્રી પ્રકાશ ભાઇ દવે,શ્રી મહેશ ભાઇ વ્યાસ, સનત ભાઇ ,કેશોદ થી શ્રી હિતેશ ભાઇ દવે,અશોક ભટ્ટ,જગદીશ જોશી,સુરેશ ભાઈ જોશી,વિજય મહેતા,દીક્ષિત વ્યાસ,ગવ ભાઇ વ્યાસ પોરબંદર થી શ્રી ગિરીશ ભાઇ વ્યાસ,રેવા શંકર ભાઇ જોશી,રમેશ ભાઇ પી. જોશી, રમેશ ભાઇ એસ.જોશી,કમલેશ ભાઇ જોશી, ધર્મેન્દ્ર ભાઇ એચ. જોશી,હરસુખ ભાઇ મહેતા , પ્રકાશ કુમાર જોશી જામનગર થી શ્રી જયેશ ભાઇ મહેતા,મનીષ ભાઇ વ્યાસ ઉપલેટા થી નીતિન ભાઇ જોશી જેતપુર થી શ્રી હસમુખ જોશી, ખંભાળિયા થી શ્રી દિલીપ ભાઇ વ્યાસ રાજકોટ અગ્રણી શ્રી ઓ મુકેશ ભાઇ વોરા,દેવેન્દ્ર ભાઈ જોશી,રસિક ભાઈ વ્યાસ, જયેશ ભાઈ વ્યાસ, અનિરુદ્ધ ભાઇ વ્યાસ, જે.કે.મહેતા,આદરણીય સિનિયર સદસ્ય શ્રી જ.ન.મહેતા, રૂપેશ ભાઇ જોશી,હિમાંશુ વ્યાસ,વત્સલ વ્યાસ ,અમદાવાદ થી શ્રી હિતેશ ભાઇ મહેતા જૂનાગઢ થી શ્રી હિરેન ભાઇ વ્યાસ ઉપસ્થિત રહ્યા અને ખંઢેરી રાજકોટ સ્થિત આરોગ્ય અને વિદ્યાર્થી ભવન ના બાંધકામ ની પ્રગતિ ની જાત માહિતી મેળવી હતી.
============================
રાજકોટ આરોગ્ય ભવન માટે કાયમી સ્મૃતિ માટે આર્થિક અનુદાન અંગે.....જાણો શું છે વિગત
કેશોદ બોર્ડિંગ સંચાલિત રાજકોટ સ્થિત રાજકોટ આરોગ્ય અને વિદ્યાર્થી ભવન માટે રૂમ પર કે ત્રણ માળ પૈકી એક માળ ના વિભાગ સાથે દાતા ઓ દ્વારા આપની, આપના પરિવાર ની કે પરિવાર સદસ્ય અથવા પ્રિયજન ની કાયમી સ્મૃતિ માટે આર્થિક અનુદાન અંગે...... જાણો શું છે વિગત:
કેશોદ બોર્ડિંગ વતી અપીલ કરતા પ્રમુખ શ્રી હિતેશ ભાઈ જે મહેતા અને મંત્રી શ્રી અશોક ભાઈ ભટ્ટ ની યાદી:: તા.૨૭.૧૨.૨૨
રાજકોટ આરોગ્ય અને વિદ્યાર્થી ભવન નું ગ્રાઉન્ડ ફ્લોર તથા ત્રણ માળ નું બાંધકામ કાર્ય ચાલુ માં છે.
જેમાં કુલ ૧૮ રૂમ નું બાંધકામ ચાલુ છે. દરેક રૂમ પર દાતા ઓ ની તકતી માટે ₹ ૧,૧૧૦૦૦/- માં આવકાર્ય છે
તેમજ જે ત્રણ માળ છે જેમાં કોઈ પણ એક માળ ની બહાર ના ભાગે વોલ પર ના નામાભિધાન માટે પણ ૧૧ લાખ ના એક માળ પર રકમ માટે નક્કી થયું.
વિશેષ આ પ્રોજેક્ટ ની પ્રોગ્રેસ અપડેટ્સ અંગે જણાવવા નું કે આ પ્રોજેક્ટ માં આશરે ૨૨૦૦ ફૂટ નું એક માળ સાથે ત્રણ માળ ના કુલ ૬૬૦૦ ફૂટ નું બાંધકામ કાર્ય ચાલુ છે જે ટેરેસ સુધી બાંધકામ સુધી તૈયાર થયેલ છે. જેમાં પ્લાસ્ટર નું કામ શરૂ થનાર છે.
તેમ અપીલ કરતા આ યાદી માં જણાવાયું છે.
અસ્તુ.
કેશોદ બોર્ડિંગ પ્રમુખ શ્રી હિતેશ ભાઈ જે મહેતા, રાજકોટ::+91 94283 75924
કેશોદ બોર્ડિંગ મંત્રી શ્રી અશોક ભાઈ ભટ્ટ,કેશોદ ::+91 99250 34738
અસ્તુ.
=============================
@ નરેન્દ્ર ભાઇ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯
તા.૨૭.૧૨.૨૨
Comments
Post a Comment