વ્યાસ પરિવાર પરિચય: શ્રી દિલીપ ભાઈ વ્યાસ અને નીતા બેન વ્યાસ::
શ્રી દે ન મહેતા ઔ.ગો. બ્રાહ્મણ બોર્ડિંગ કેશોદ દ્વારા રાજકોટ ખાતે બનાવેલ નવ નિર્મિત સેવા સદન (આરોગ્ય- શૈક્ષણિક) માં રૂમ પેટે આર્થિક યોગદાન રૂપે રૂ.૧,૧૧,૧૧૧/- (એક લાખ અગિયાર હજાર એકશો અગિયાર)નું અનુદાન આપતો વ્યાસ પરિવાર
* મૂળ જમરા, હાલ પોરબંદર નીવાસી શ્રી દિલીપભાઈ શિવશકર વ્યાસ(નિવૃત પો.ઇન્સ.) તથા શ્રીમતી નીતાબેન દિલીપભાઈ વ્યાસ પરિવાર દ્વારા માતુશ્રી સ્વ. શારદાબેન શિવશકર વ્યાસ અને પૂજ્ય પિતાશ્રી સ્વ.શિવશકર ભવાનીશકર વ્યાસની પુણ્ય સ્મૃતિમાં રૂમ પેટે અનુદાન આપવામાં આવેલ છે.
આ અનુદાન બદલ *શ્રી દિલીપભાઈ તથા નીતાબેન તથા વ્યાસ પરિવાર નો ટ્રસ્ટીશ્રી,પ્રમુખ,મંત્રી *શ્રી દેવરાજ નરસિંહ મહેતા બ્રાહ્મણ બોર્ડિંગ કેશોદ ટીમ* હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
=============================
જાણો ટુંક પરિચય દાતા વ્યાસ પરિવાર વિશે:
ટૂંક પરિચય::
શ્રી દિલીપ ભાઈ વ્યાસ:
દિલીપ ભાઈ વ્યાસ નો જન્મ સને ૧૯૬૩ ના ૮ મી ઓગસ્ટ ના રોજ શ્રીશિવશંકર ભવાનીશંકર વ્યાસ ને ત્યાં થયો.
તેઓ નું મૂળ પૈતૃક વતન જમરા હાલ તેઓ પોરબંદર ખાતે સ્થાયી છે.
અભ્યાસ અને વ્યવસાય ::
તેઓ એ સ્કૂલ નો ધોરણ ૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી પોલીસ ખાતા માં કેડેટ તરીકે તા.૧૧.૧૨.૧૯૮૧ ના રોજ ભરતી થયા અને ખાતાકીય પરીક્ષા પાસ કરી તેઓ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ગુજરાત પોલીસ માં ફરજ બજાવી તા.૩૧.૮.૨૧ ના રોજ દેવ ભૂમિ દ્વારકા ખાતે થી વય નિવૃત્ત થયા અને હાલ નિવૃત્ત જીવન ગાળે છે.
શ્રીમતી નીતા બેન દિલીપ ભાઈ વ્યાસ::
તેઓ ના પત્ની શ્રીમતી નીતા બેન જોશી વ્યાસ , જોશી પરિવાર ગરેજ( ઘેડ) તા. જી. પોરબંદર ના શ્રી રામજીભાઇ લાધારામ જોષી તથા મંજુલાબેન ના પુત્રી પુત્રી છે
નીતા બેન પણ શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
સંતાનો:: ત્રણ પુત્રી
બે પુત્રીઓ તેઓ ના પરણિત જીવન માં સ્થાયી
1. પૂજાબેન ગૌરવકુમાર જોશી
ત્રંબકભાઈ જોષી,રાજકોટ એજી બી એસ કારોબારી પૂર્વ સદસ્ય ના પુત્ર
2. જીજ્ઞાબેન ચિરાગકુમાર જોશી
રાજેનભાઇ જોષી,મુંબઈ સેવા નિધિ પૂર્વ પ્રમુખ અને કારોબારી સદસ્ય ના પુત્ર શ્રી ચિરાગ ભાઈ
3.કુ મેઘાબેન ઉ.વ.21 , એમ.બી.એ નો અભ્યાસ કરે છે.
ઉપસંહાર અને સમાપન::
શ્રી દિલીપ ભાઈ વ્યાસ અને નીતા બેન વ્યાસ સેવા કાર્યો માટે આર્થિક અનુદાન માટે કાર્યરત રહે તેવી અભ્યર્થના સહ અભિનંદન
અસ્તુ.
=============================
@ નરેન્દ્ર ભાઇ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯
Comments
Post a Comment