એજીબીએસ પોરબંદર દ્વારા આયોજિત દ્વાદશ સમૂહ લગ્ન તથા યજ્ઞોપવિત પ્રસંગ ની હાઈ લાઈટ તા.૧૬/૧૭.૧.૨૩

એજી બી એસ પોરબંદર દ્વારા આયોજિત દ્વાદશ સમૂહ લગ્ન તથા યજ્ઞોપવિત  પ્રસંગ ની હાઈ લાઈટ ઉડતી નજરે આંખે દેખ્યો અહેવાલ
     પોરબંદર એજી બી એસ આયોજિત દ્વાદશ સમુહ લગ્ન તથા યજ્ઞોપવિત પ્રસંગ તા.૧૬.૧.૨૩ તથા ૧૭.૧.૨૩ ના રોજ સંપન્ન થયો.

પ્રસંગ ની હાઈ લાઈટ  ઉડતી નજરે ::

💥બે દિવસીય આ પ્રસંગ માટે છેલ્લા એક માસ થી પોરબંદર એજી બી એસ તૈયારી કરી રહ્યો હતો.

💥પ્રસંગ નું આયોજન તા.૧૬ તથા ૧૭ જાન્યુઆરી ૨૦૨૩ ના બે દિવસ માટે રહ્યું હતું.

💥પ્રસંગ ની જુદી જુદી સમિતિ ઓ આયોજન સમિતિ,સ્વાગત સમિતિ,ઉતરા અને લગેજ રૂમ સમિતિ, રસોડા સમિતિ, મંચ સંચાલન સમિતિ, મીડિયા સમિતિ વી રચના કરવા માં આવી હતી.

💥પ્રસંગ ની ક્રોનોલોજી::
પ્રથમ દિવસ::
   તા.૧૬ ના રોજ મંડપ રોપણ, ચાક પૂજન,ઢોલ પૂજન, પીઠી વિધિ, મામેરી યાત પ્રસંગ તથા દાંડિયા રાસ વી. વિધિ રસમ સંપન્ન થઇ. જે સાંજે ૪ થી રાત્રિ ના ૧૦ વાગ્યા સુધી ભરચક પ્રોગ્રામ મહેમાનો ની ઉપસ્થિતિ વચ્ચે પૂર્ણ થઈ હતી. અને રાત્રે ભોજન તથા રાસ બાદ અલ્પાહાર નું આયોજન હતું.
💥બીજા દિવસ::
તા.૧૭.૧.૨૨ ના રોજ એક યુગલ નો લગ્ન વિધિ તથા ૧૭ બટુકો ની યજ્ઞોપવિત વિધિ સવાર થી શરૂ થઈ વચ્ચે આમંત્રિત દ્વારા આશીર્વચન તથા બળવા ના કાશી પ્રયાણ સાથે સાંજે ૪.૦૦ વાગ્યે પ્રસંગ સંપન્ન થયો હતો.

💥જમણવાર નું મેનુ::
જમણ વાર માં પૂરી,મીઠી છૂટી બુંદી, ગાંઠિયા, દાળ ભાત સંભારો,છાશ પ્રથમ દિવસ તા.૧૬.૧.૨૩ નું મેનુ રહ્યું હતું.

બીજા દિવસ નું તા.૧૭.૧.૨૩ નું મેનુ પૂરી,મીઠી છૂટી બુંદી, અડદિયા નો લચકો, ગાંઠિયા, દાળ ભાત સંભારો, છાશ વી.હતું.

💥જમણવાર અને દાતા પરિવાર::
   પોરબંદર એજી બી એસ ના આશરે ૧૨૫ પરિવારો તથા ૧૭ બટુક પરિવાર તેમજ વર કન્યા ના પક્ષ પરિવાર સહિત મહેમાનો  અન્ય યુનિટ શહેર ના ઉપસ્થિત અગ્રણીઓ ના બન્ને દિવસ ના જમણવાર ના દાતા શ્રી બી.કે.વ્યાસ,ગીરીશ ભાઈ વ્યાસ,ભારદ્વાજ ભાઈ વ્યાસ વ્યાસ પરિવાર રહ્યો હતો આશરે
૧૫૦૦ વધુ મહેમાનો એ જમણવાર માં ઉપસ્થિત રહ્યા.
💥ચા - કોલ ડ્રિંક - મિનરલ વોટર ના દાતા::
  ચા  તથા  મિનરલ વોટર  ના દાતા સદસ્યો શ્રી સુધીર ભાઈ જોશી પોરબંદર,પ્રકાશ ભાઈ @ બાબા કાકા પોરબંદર,તેમજ કોલડ્રિંક ના દાતા શ્રી વિમલ ભાઈ લાભ શંકર મહેતા મહેતા પોરબંદર તેઓ છેલ્લાં ઘણા વર્ષો થી આ પ્રસંગ માં સેવા નો લાભ લે છે અને આર્થિક અનુદાન આપે છે.

💥આર્થિક અનુદાન કાઉન્ટર પર સેવા::
    આ પ્રસંગે આર્થિક અનુદાન કાઉન્ટર પર વિદ્યાર્થી ભવન ટ્રસ્ટી શ્રી યોગેશ એલ ભાઈ. શ્રી રમેશ ભાઈ પી. જોશી તેમજ જુનાગઢ યુવક મંડળ શ્રી હિરેન ભાઈ વ્યાસ, જેતપુર પ્રમુખ શ્રી હસમુખ ભાઈ જોશી,પૂર્વ જ્ઞાતિ પ્રવાહ સહ તંત્રી શ્રી અનિરુદ્ધ ભાઈ વ્યાસ દ્વારા સેવા આપવા માં આવી હતી.
જીપે આઈ.ડી. ક્યૂ આર. કોડ સેવા ની વ્યવસ્થા સ્તુત્ય પગલું::
    વિશેષ આ પ્રસંગે રોકડ આર્થિક અનુદાન ઉપરાંત જીપે આઈ.ડી. ક્યૂ આર. કોડ સ્કેન નું પોસ્ટર રાખવા માં આવેલ તેના દ્વારા પેમેન્ટ વ્યવસ્થા ની વિશેષ સુવિધા રાખવા માં આવી હતી. જે અંગે શ્રી વિજય ભાઈ @ ધર્મેન્દ્ર ભાઈ એમ જોશી દ્વારા જહેમત ઉઠાવી હતી અને ટૂંકા સમયમાં રજીસ્ટ્રેશન કરવી સુવિધા નું લોકાર્પણ કરી અને કેશ લેસ વ્યવસ્થા ઉભી કરવા માં આવી જે પ્રશંશનીય સ્તુત્ય પગલું રહ્યું.

💥કલોક રૂમ- લોકર લગેજ રૂમ ની વ્યવસ્થા::
તા.૧૬.૧.તથા ૧૭.૧.૨૩ ના રોજ દ્વાદશ સમુહ લગ્ન તથા યજ્ઞોપવિત પ્રસંગ એ એજી બી એસ પોરબંદર દ્વારા મહેમાનો અને મુલાકાતીઓ માટે લગેજ ની સુરક્ષા લોકર વ્યવસ્થા કરી હતી.
    કલોક રૂમ- લોકર લગેજ રૂમ ની વ્યવસ્થા  કાર્યકરો શ્રી અનિરુદ્ધ ભાઈ મહેતા,કિશોર ભાઈ મેહતા,વિવેક ભાઈ વ્યાસ વી. સંભાળી હતી
.
💥પોરબંદર વિદ્યાર્થી ભવન નો સોલર વીજ પેનલ પ્રોજેક્ટ ના અનુદાન આર્થિક સહાય અંગે::
    આ પ્રસંગે એજી બી એસ પોરબંદર વિદ્યાર્થી ભવન ના સોલર પેનલ વીજ પ્રોજેક્ટ જે આશરે  ૧૫ લાખ ની પ્રોજેક્ટ છે તેના અનુદાન માટે અપીલ કરાયેલ તે માટે પણ અનુદાન સંસ્થા ને દાતા શ્રી દ્વારા મળેલ તેની જાહેરાત સાથે સન્માન કરાયું હતું.
      આ પ્રસંગે શ્રી હરેન્દ્ર ભાઈ નું તેઓ ના જન્મ દિન હતો તે નિમત્તે સોલર પ્રોજેક્ટ માં અનુદાન₹૨૫૦૦૦/- આપવા માં આવ્યું. તેઓ નું સાંસદ શ્રી રમેશ ભાઈ ધડુક દ્વારા શાલ ઓઢાડી સન્માન સંસ્થા વતી કરાયું હતું

💥એજી બી એસ પોરબંદર  દ્વાદશ સમૂહ લગ્ન તથા યજ્ઞોપવિત પ્રસંગ સાથે સાથે પોરબંદર વિદ્યાર્થી ભવન ખાતે  એજી બી એસ પોરબંદર ને માટે આજીવન સેવા ભેખ ધારી સ્વ. વૃજલાલ હરિશંકર જોશી ( ગ રે જ જોશી પરિવાર) ના ફોટો (તૈલ ચિત્ર) નું અગ્રણી શ્રી અને કાર્યકર શ્રી તથા જોશી પરિવાર જનો ની ઉપસ્થિતિ માં તા.૧૭.૧.૨૩ ના રોજ  અનાવરણ કરવા માં આવ્યું અને લોકાર્પણ કરવામાં આવ્યું.

   આ પ્રસંગે કુટુંબી જનો તથા તેઓ ના લઘુ બંધુ શ્રી ચુનીભાઈ ,પ્રકાશ ભાઈ @ બાબા કાકા તેમજ પોરબંદર અગ્રણી શ્રી મુકુન્દ ભાઈ જોશી,પ્રમુખ,મંત્રી તથા અન્ય કાર્યકર ગણ તેમજ સમૂહ લગ્ન તથા યજ્ઞોપવિત પ્રસંગ એ પધારેલ મહેમાન સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

💥માનનીય પોરબંદર લોકસભા વિસ્તાર સાંસદ શ્રી રમેશ ભાઈ ધડુક ની પ્રસંગ માં ઉપસ્થિતિ:;
    દ્વાદશ સમુહ લગ્ન તથા યજ્ઞોપવિત પ્રસંગ માં પધારેલ મહેમાનો પૈકી સાંસદ માનનીય શ્રી રમેશ ભાઈ ધડુક તથા પૂર્વ નગર પાલિકા પોરબંદર પ્રમુખ શ્રી અને પોરબંદર શહેર ભા જ પ પ્રમુખ શ્રી પંકજ ભાઈ મજીઠીયા ઉપસ્થિત રહ્યા હતા
       તેઓ નું અગ્રણી શ્રી ગીરીશ ભાઈ વ્યાસ તથા જીગ્નેશ ભાઈ વ્યાસ "મહાદેવ" ઓ દ્વારા સ્વાગત કરાયું

💥નવ દંપતિ ને સાંસદ શ્રી રમેશ ભાઈ ધડુક એ આશિર્વાદ પાઠવ્યા.
   💥 તેમજ આ પ્રસંગે પ્રસંગ ના દાતા શ્રી બી કે વ્યાસ અને પરિવાર સદસ્ય શી ગીરીશ ભાઈ વ્યાસ નું શાલ ઓઢાડી સન્માન કરવા માં આવ્યું હતું.
  💥આ પ્રસંગ ના ઠંડા પીણાં ના દાતા શ્રી વિમલ કુમાર લાભ શંકર મહેતા,પોરબંદર નું પણ સાંસદ શ્રી રમેશ ભાઈ ધડુક દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવા આવ્યું હતું
  💥આ પ્રસંગે અન્ય રાજકીય મહેમાનો માં માનનીય ધારાસભ્ય શ્રી અર્જુન ભાઈ મોઢવાડીયા ના પ્રતિનિધિ શ્રી રામદેવ ભાઈ મોઢવાડીયા ઉપસ્થિત રહ્યા હતા તેઓ દ્વારા ₹.૫૦૦૦/- નું આર્થિક અનુદાન એજી બી એસ પોરબંદર ને આપવા માં આવ્યું હતું

💥આ પ્રસંગે સાંસદ શ્રી રમેશ ભાઈ ધડુક દ્વારા ઉપલેટા સ્થિત જે બી વ્યાસ પરિવાર ના શ્રી જીગ્નેશ ભાઈ જે.વ્યાસ નું તેઓ ના સેવાકાર્ય માટે એજી બી એસ પોરબંદર વતી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

💥સાંસદ શ્રી રમેશ ભાઈ ધડુક દ્વારા ગોંડલ મુકામે રામનાથ મંદિર ના પાટોત્સવ જીર્ણોદ્ધાર નિમિતે ભૂદેવો ને પધારવા આમંત્રણ આપવા માં આવ્યું હતું
તેમજ આ પ્રસંગે ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને તેઓ કેશોદ મુકામે બ્રહ્મ પરિવાર ના લગ્ન પ્રસંગ માંથી આવતા થોડું મોડું થયું તે અંગે ક્ષમા માંગી સને જીગ્નેશ ભાઈ વ્યાસ  કે જેઓ ",મહાદેવ" ના નામ થી જાણીતા છે તેઓ ના પ્રેમ તથા આયોજક શ્રી ઓ ના ભાવ ભર્યા આમંત્રણ માટે આભાર વ્યક્ત કર્યો હતો.

💥આ પ્રસંગે ભૂદેવો એ "સેલ્ફી વિથ સાંસદ" તેમજ ફોટો ક્લિક પણ કર્યું.

બાદ ભોજન લઇ સાંસદ શ્રી રવાના થયા હતા.
💥આ પ્રસંગ ના શાસ્ત્રી જી શ્રી શંભુ પ્રસાદ ભાઈ જોશી પોરબંદર નાઓ અને તેઓ ની ભૂદેવ ટીમ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ થી લગ્ન તથા યજ્ઞોપવિત પ્રસંગ સંપન્ન થયો હતો

💥બેન્ડ પાર્ટી ::
એજી બી એસ પોરબંદર આયોજિત  સમુહ લગ્ન તથા યજ્ઞોપવિત પ્રસંગ એ તા.૧૬ તથા ૧૭.૧.૨૩ ના હરસિદ્ધિ બેન્ડ પાર્ટી સંયોજક શ્રી યોગેશ ભાઈ જેઠવા અને વાજિંત્ર વાદ્ય કો  પ્રસંગ માં વાદ્ય મંડળી સાથે ઉપસ્થિત રહ્યા

💥કેટરિંગ સેવા;;
શ્રી જીતુ ભાઈ હિંગળાજ કેટર ર્સ દ્વારા આ પ્રસંગે રસોડા કામ માં સેવા આપવા માં આવી હતી

💥"વિશિષ્ટ વ્યક્તિઓ નું સન્માન"  કરવામાં આવ્યો જેમાં ડૉક્ટર,વર્ગ ૨ ના સરકારી અધિકારીઓ,કથાકાર શાસ્ત્રી જી ઓ અને કર્મકાંડી બ્રાહ્મણો નું સન્માન કરવા માં આવ્યું આ વિશિષ્ટ પ્રકલ્પ નવો શરૂ કરાયો.

💥આ પ્રસંગે વિજય ભાઈ હસમુખ ભાઈ જોશી પો.ઇન્સ. નું સન્માન થયું તેઓ દ્વારા વેદાંત દર્શીની પુસ્તક સ્ત્વે સન્માનિત સદસ્યો ને ભેટ આપવા માં આવી તથા દરેક ને સન્માન પાત્ર આપવા માં આવ્યું.

💥આ પ્રસંગે ૨૫ હજાર સૌર ઉર્જા માટે દાન આપનાર હરેન્દ્ર ભાઈ જોશી નું સન્માન સાંસદ શ્રી રમેશ ભાઈ ધડુક એ કર્યું

💥બહારગામ થી પધારેલ એજી બી એસ અગ્રણી મહેમાનો::

ખંભાળિયા
શ્રી વિષ્ણુ ભાઈ વ્યાસ,ખંભાળિયા મંત્રી શ્રી,શ્રી દિલીપ ભાઈ વ્યાસ ખંભાળિયા પ્રમુખ શ્રી, અશ્વિન ભાઈ વ્યાસ, ખંભાળિયા, ચંદ્ર શેખર ભાઈ જોશી

રાજકોટ::
રાજકોટ સ્થિત કેશોદ બોર્ડિંગ પ્રમુખ શ્રી હિતેશ ભાઈ મહેતા, અશ્વિન ભાઈ જોશી બાલાજી રાજકોટ શ્રી અનિરુદ્ધ ભાઈ વ્યાસ, સર,રાજકોટ પૂર્વ જ્ઞાતિ પ્રવાહ સહ તંત્રી,

મુંબઈ::
મુંબઈ એજી બી એસ પૂર્વ કારોબારી સદસ્ય શ્રી શૈલેષ ભાઈ એમ.જોશી, તેમજ અશ્વિન ભાઈ જોશી,મુંબઈ,ભરત ભાઈ રતિલાલ જોશી, (રાતીયા વાળા), મુંબઈ,

કેશોદ સદસ્ય શ્રી શૈલેષ ભાઈ ડી વ્યાસ,ભાસ્કર ભાઈ રમેશ ચંદ્ર વ્યાસ કેશોદ,અમિત ભાઈ હર્ષદ ભાઇ વ્યાસ કેશોદ,યોગી ભાઈ,અશોક કામે શ્વર વ્યાસ

વેરાવળ થી શ્રી જીતેન્દ્ર ભાઈ વ્યાસ, માર્કંડ ભાઈ,હરેશ વિનોદ ભાઈ વ્યાસ, મનીષ ભાઈ બાબુલાલ ભાઇ વ્યાસ, જીગ્નેશ યોગેશ ભાઈ વ્યાસ,

ઉપલેટા સોમેશ ભાઈ વ્યાસ,જયંતિ ભાઈ ભૂરા ભાઇ વ્યાસ, વ્રજલાલ ભાઈ વ્યાસ સુતરેજ, રાજુ ભાઈ મહેતા,ઉપલેટા ગોપાલ બુક સ્ટોર વાળા, જીગ્નેશ ભાઈ વ્યાસ જે બી વ્યાસ પરિવાર

અમદાવાદ, 
ગાંધીનગર સ્થિત ::શ્રી હાર્દિક ભાઈ એલ. જોશી
જુનાગઢ ::
શ્રી અનંત ભાઈ જોશી,દિલિપ ભાઈ જોશી જુનાગઢ પીઠી યા જોશી ટ્રસ્ટ પ્રમુખ, યતીન ભાઈ જોશી પ્રકાશ ભાઈ એમ. મહેતા( મહિયરી વાળા) જુનાગઢ વિદ્યાર્થી ભવન ટ્રસ્ટી, જુનાગઢ,પ્રદીપ ભાઈ વ્યાસ,રાજુલા,યુવક મંડળ જુનાગઢ સદસ્ય અગ્રણી કાર્યકર ગણ શ્રી હિરેન ભાઈ વ્યાસ,વિજય ભાઈ મહેતા,વિશાલ ભાઈ વ્યાસ,નિલેશ ભાઈ જોશી,હાર્દિક ભાઈ વ્યાસ,


💥આભાર પ્રસારણ માં મદદ કરવા માટે

૧.શ્રી ચિરાગ ભાઈ હરેન્દ્ર ભાઇ જોશી,પોરબંદર  એરડા વાળા જોશી પરિવાર.
૨.શ્રી ભાવિન ભાઈ હરીશ ભાઈ મહેતા,પોરબંદર
૩.શ્રી મનસુખ ભાઈ ટી.વ્યાસ,પોરબંદર (યુવા ભાજપ શહેર મંત્રી શ્રી )

અસ્તુ
@નરેન્દ્ર ભાઈ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐